શોધખોળ કરો

WhatsApp: હવે 1 કે 2 નહીં પરંતુ પાંચ ફોનમાં એકસાથે ચલાવી શકશો વૉટ્સએપ, જાણો કઇ રીતે..........

આ ફિચરને લઇને મોટી જાણકારી સામે આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે ફિચર માટે યૂઝર્સને હજુ ઇન્તજાર કરવો પડી શકે છે. સાથે જ આ પણ જાણવા મળ્યુ છે કે સ્માર્ટફોન ડિવાઇસ પહેલા આ ફિચરને WhatsApp Web દ્વારા લૉન્ચ કરવામાં આવશે. 

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppના ખાસ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચર્સનો યૂઝર્સ બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે. વળી, હવે આ ફિચરને લઇને મોટી જાણકારી સામે આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે ફિચર માટે યૂઝર્સને હજુ ઇન્તજાર કરવો પડી શકે છે. સાથે જ આ પણ જાણવા મળ્યુ છે કે સ્માર્ટફોન ડિવાઇસ પહેલા આ ફિચરને WhatsApp Web દ્વારા લૉન્ચ કરવામાં આવશે. 

પહેલા WhatsApp Webમાં આવશે ફિચર- 
WhatsAppના લેટેસ્ટ અપડેટ્સ પર નજર રાખનારી WABetaInfoના દ્વારા જાણવા મળ્યુ છે કે આ ફિચરનુ પહેલા બીટા વર્ઝન સૌથી પહેલા WhatsApp Web માટે આવી શકે છે. ત્યારબાદ આ ફિચર યૂઝર્સને સ્માર્ટફોનમાં મળશે. WABetaInfo દ્વારા આના નવા સ્ક્રીનશૉટ પણ શેર કરવામાં આવ્યા છે. 

પાંચ ડિવાઇસમાં ચાલી શકશે WhatsApp- 
રિપોર્ટનુ માનીએ તો WhatsApp Multi Device Support ફિચર અંતર્ગત ચાર એડિશનલ ડિવાઇસ પર WhatsApp ચલાવી શકાશે, એટલે એકસાથે પાંચ ડિવાઇસ પર એક WhatsApp ચલાવી શકશો. રિપોર્ટમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે આ ફિચરના કારણે શરૂઆતમાં પરફોર્મન્સ અને ક્વૉલિટીને લઇને યૂઝર્સને થોડી પરેશાની થઇ શકે છે, પરંતુ સમયની સાથે આ પણ બરાબરા થઇ જશે. જાણવા મળ્યુ છે કે સ્માર્ટફોન ડિવાઇસ પહેલા આ ફિચરને WhatsApp Web દ્વારા લૉન્ચ કરવામાં આવશે. 

વિના ઇન્ટરનેટે થશે કામ- 
WABetaInfoના રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે ફિચર મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ફિચરને યૂઝ કરવા માટે યૂઝર્સને એપનુ લેટેસ્ટ વર્ઝન ડાઉનલૉડ કરવુ પડશે. આ ઉપરાંત ખાસ વાત છે કે લિંક કરવામાં આવેલા એડિશનલ ડિવાઇસ, મેન ડિવાઇસ પર એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન વિના ચાલશે, મતલબ એકવાર બીજા ડિવાઇસ સાથે કનેક્ટ કર્યા બાદ તમે ઇચ્છો તો મેન ડિવાઇસથી ઓફલાઇન હોઇ શકે છે. ઓફલાઇન થયા બાદ પણ એડિશનલ ડિવાઇસીસમાં વૉટ્સએપ ચાલતુ રહેશે. જોકે કંપનીએ આનો ખુલાસો નથી કર્યો કે આ ફિચર ક્યાં સુધી રૉલઆઉટ કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget