નવા વર્ષમાં યુઝર્સ માટે નવી ભેટ, WhatsAppએ અપડેટ્સ કર્યો નવા ફિચર્સ, યુઝર્સને મળશે આ સુવિધા
Whatsapp Features:નવા વર્ષનું સ્વાગત કરવાની તૈયારી કરી રહેલા લોકો માટે WhatsApp એ ઘણા ખાસ ફિચર્સ આપ્યાં છે કંપનીએ વીડિયો કોલ માટે નવા સ્ટીકરો અને ઇફેક્ટ્સ રજૂ કર્યા છે.

Whatsapp Features:નવા વર્ષની ખુશીને બમણી કરવા માટે, WhatsApp એ અનેક સુવિધાઓની જાહેરાત કરી છે. આ નવા વર્ષ-થીમ આધારિત સુવિધાઓ યુઝર્સને 2026 ને આવકારવાની એક નવી રીત આપશે. કંપનીએ જણાવ્યું હતું કે, નવું વર્ષ તેનો વર્ષનો સૌથી મોટો દિવસ છે, અને દર વર્ષે, તે મેસેજ અને કૉલ્સ માટે રેકોર્ડ તોડે છે. ચાલો તેના યુઝર્સ માટે કંપનીની ન્યુ ઇયર ગિફ્ટ પર નજર કરીએ..
યુઝર્સ માટે મજેદાર ફિચર્સ
નવા વર્ષના આગમનની ઉજવણી કરવા માટે, WhatsApp એ એક નવું સ્ટીકર પેક રજૂ કર્યું છે. યુઝર્સ કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના મિત્રો અને જૂથો સાથે નવા વર્ષની ઉજવણીના સ્ટીકરો શેર કરી શકે છે. નવી વીડિઓ કોલ ઇફેક્ટ્સ પણ રોલઆઉટ કરવામાં આવી છે. યુઝર્સ વિડિઓ કોલ દરમિયાન ઇફેક્ટ્સ વિકલ્પને ટેપ કરીને આને ઍક્સેસ કરી શકે છે. આમાં ફટાકડા, કોન્ફેટી અને સ્ટાર એનિમેશન જેવી ઇફેક્ટ શામેલ છે. એનિમેટેડ કોન્ફેટી રિએકન પણ પરત આવી છે, જેનાથી યુઝર્સ એનિમેટેડ કોન્ફેટી સાથે મેસજ પર રિએકશન શકે છે.
સ્ટેટસ ઉમેરવાનું પણ વધુ મનોરંજક બનશે.
WhatsApp એ પહેલીવાર સ્ટેટસ અપડેટ્સ માટે એનિમેટેડ સ્ટીકર્સ લોન્ચ કર્યા છે. યુઝર્સ 2026-થીમ આધારિત લેઆઉટ પસંદ કરી શકે છે અને તેમની પસંદગીનું કોઈપણ એનિમેટેડ સ્ટીકર્સ ઉમેરી શકે છે.
ગ્રુપ ચેટમાં નવા વર્ષ માટે યોજના બનાવો
જો તમે નવા વર્ષની પાર્ટીનું આયોજન કરી રહ્યા છો, તો તમે તેને ગ્રુપ ચેટમાં પ્લાન કરી શકો છો. કંપનીએ કહ્યું કે, યુઝર્સ ચેટમાં એક ઇવેન્ટ બનાવી શકે છે અને તેને દરેકના ધ્યાન પર લાવવા માટે તેને પિન કરી શકે છે, બધી વિગતો દૃશ્યમાન રાખીને.યુઝર્સ ફૂડ, ડ્રિન્ક અને એક્ટિવિટિ ડિસાઇડ કરવા માટે પોલનો પણ ઉપયોગ કરી શકે છે.





















