શોધખોળ કરો

Transaction : વાત વાતમાં Google Pay, PhonePe, Paytm, UPI કરનારાઓ માટે માઠા સમાચાર

અત્યારે કોઈપણ પ્રકારની ચુકવણી માટે ઉપયોગમાં લેવાતી PhonePe, GooglePay, Paytm જેવી એપ પર ટ્રાન્ઝેક્શનની કોઈ જ મર્યાદા નથી.

Online Payment New Rules: દેશમાં વર્તમાનમાં  Google Pay, PhonePe, Paytm જેવી UPI પેમેન્ટ એપ પર ટૂંક સમયમાં ટ્રાન્ઝેક્શન લિમિટને મર્યાદિત કરવામાં આવી શકે છે. જેના કારણે યુઝર્સ હવે અનલિમિટેડ ટ્રાન્ઝેક્શનનો લાભ મેળવી શકશે નહીં. UPI ડિજિટલ પાઈપલાઈનનું સંચાલન કરતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) આ બાબતે રિઝર્વ બેંક સાથે ચર્ચા કરી રહી છે. જે મુજબ તેના અમલીકરણની સમયમર્યાદા પ્રસ્તાવિત 31 ડિસેમ્બરથી લાગુ કરી શકાય છે. જાણો વિગતવાર માહિતી.

અમર્યાદિત વ્યવહાર

અત્યારે કોઈપણ પ્રકારની ચુકવણી માટે ઉપયોગમાં લેવાતી PhonePe, GooglePay, Paytm જેવી એપ પર ટ્રાન્ઝેક્શનની કોઈ જ મર્યાદા નથી. ઉપરાંત આ એપ્લિકેશનોએ 80% બજાર કબજે કરી લીધું છે. જેના પર નિયંત્રણ કરવા માટે NPCI થર્ડ પાર્ટી એપ્સ માટે 30%ની વોલ્યુમ કેપ લાદવાની તરફેણમાં છે. આ માટે તમામ પાસાઓ પર સર્વગ્રાહી વિચારણા હાથ ધરવા માટે બેઠક યોજવામાં આવી છે. જેમાં NPCIના અધિકારીઓની સાથે નાણાં મંત્રાલય અને RBIના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

મંથન ચાલુ 

જો કે, 31 ડિસેમ્બરની સમયમર્યાદા વધારવા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. અત્યારે NPCI તમામ વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યું છે. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં NPCI UPI માર્કેટ કેપ પ્લાન લાગુ કરવા અંગે નિર્ણય લઈ શકે છે.

આ અગાઉ પણ દિશા-નિર્દેશ જારી કરી દેવાયા 

NPCIએ 2020 માં ટ્રાન્ઝેક્શન શેરના કેપિંગ પર પહેલેથી જ એક નિર્દેશ જારી કર્યો છે, જે 1 જાન્યુઆરી, 2021 થી લાગુ થશે. આ દિશા-નિર્દેશ મુજબ તૃતીય પક્ષ એપ્લિકેશન પ્રદાતા UPI ટ્રાન્ઝેક્શન વોલ્યુમના 30 ટકા પર પ્રક્રિયા કરી શકે છે. જેની ગણતરી છેલ્લા ત્રણ મહિનાના વ્યવહારોના આધારે કરવામાં આવશે.

'Adani One' app launched: 'અદાણી વન' એપ થઈ લોન્ચ, ફ્લાઈટ ટિકિટ બુકિંગથી લઈને ઘણી સેવાઓ મળશે

હવાઈ ​​મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે અદાણી ગ્રુપે ગ્રાહક એપ 'અદાણી વન' લોન્ચ કરી છે. આ એપ દ્વારા ફ્લાઈટ્સ બુકિંગ, ફ્લાઈટ સ્ટેટસ, કેબ બુકિંગ અને એરપોર્ટ લાઉન્જ બુકિંગ જેવી ઘણી સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. અદાણી ગ્રૂપના કન્ઝ્યુમર બિઝનેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ-ચીફ ડિજિટલ ઓફિસર નીતિન સેઠીએ જણાવ્યું હતું કે તે અદાણી એરપોર્ટ્સ માટે શરૂ કરવામાં આવ્યું છે.

હવાઈ ​​મુસાફરીનો અનુભવ શેર કરી શકશે

નીતિન સેઠીના જણાવ્યા અનુસાર, મુસાફરો પણ આ એપ દ્વારા કંપની સાથે તેમના હવાઈ અનુભવને શેર કરી શકશે. મુસાફરો પાસેથી મળેલા પ્રતિસાદના આધારે મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. તે Android અને iOS બંને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
Embed widget