શોધખોળ કરો

ભારતમાં લૉન્ચ થયો Nokia 3210, Youtube, UPI સહિત મળશે આ ફિચર્સ, કિંમત પણ જાણી લો.....

Nokia 3210 Feature Phone Launched in India: નોકિયા દ્વારા ભારતીય બજારમાં એક નવો ફિચર ફોન લૉન્ચ કરવામાં આવ્યો છે, જેનું નામ છે Nokia 3210 4G. આ એક ખૂબ જ આઇકૉનિક ફિચર ફોન છે

Nokia 3210 Feature Phone Launched in India: નોકિયા દ્વારા ભારતીય બજારમાં એક નવો ફિચર ફોન લૉન્ચ કરવામાં આવ્યો છે, જેનું નામ છે Nokia 3210 4G. આ એક ખૂબ જ આઇકૉનિક ફિચર ફોન છે, જે હવે નોકિયા દ્વારા નવા ફિચર્સ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને પહેલા પણ ભારતીય માર્કેટમાં ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો અને હવે ફરી એકવાર તેની એન્ટ્રી થઈ છે. હવે તે અપડેટેડ ફિચર્સ સાથે પાછો માર્કેટમાં આવ્યો છે. 

તમે આ Nokia 3210 4G એમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકો છો. આ ફોન તમે એમેઝૉન પરથી માત્ર 3999 રૂપિયામાં ખરીદી શકો છો. આ એક કીપેડ ફોન છે પરંતુ તમને તેમાં UPI સર્વિસ પણ મળે છે. જેની મદદથી તમે QR કોડ સ્કેન કરીને સરળતાથી પેમેન્ટ કરી શકો છો.

Nokia 3210 4G Specifications 
જો આ ફોનના સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો તેમાં 2.4 ઇંચની QGVA ડિસ્પ્લે છે. પ્રદર્શન માટે તમને UniSoC T107 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આમાં તમને 64 MB રેમ આપવામાં આવી છે. આ ફોન S30+ સોફ્ટવેર પર કામ કરે છે. આમાં તમને 128 MB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. માઇક્રો એસડીની મદદથી તમે સ્ટોરેજને 32 જીબી સુધી વધારી શકો છો.

Nokia 3210 4G Camera & Battery  
Nokia 3210 4Gમાં 2MP રિયર કેમેરા છે, આ કેમેરાની સાથે તમને LED ફ્લેશ લાઇટ પણ મળે છે. બેટરીની વાત કરીએ તો તેમાં 1450mAhની નોન-રિમૂવેબલ બેટરી છે. તેની બેટરી અંગે કંપનીનું કહેવું છે કે એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ બેટરી 9.8 કલાક સુધી ચાલી શકે છે. આ બધી બાબતો હોવા છતાં આ ફોનનું વજન માત્ર 62 ગ્રામ છે.

Preloaded Apps 
તમને Nokia 3210 4G માં કેટલીક પ્રીલૉડેડ એપ્સ પણ મળે છે. આમાં તમારી પાસે YouTube, YouTube Shorts, News અને Games છે. કંપનીએ તેમાં ખૂબ જ લોકપ્રિય સ્નેક ગેમ પણ આપી છે, આ ગેમ પહેલા પણ ઘણી લોકપ્રિય હતી અને આજે પણ ઘણા લોકો તેને રમે છે.

મળશે આ ત્રણ કલર ઓપ્શન  
Nokia 3210 4G ફોન ત્રણ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છેઃ સ્કુબા બ્લુ, ગ્રન્જ બ્લેક અને Y2K ગૉલ્ડ.

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ
રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Embed widget