Nothing Phone 3: ટ્રાન્સપરન્ટ ફોન બનાવનારી કંપની Nothingના નવા સ્માર્ટફોનની ડિટેલ આવી સામે, ક્યારે થશે લૉન્ચ ?
નથિંગે થોડા સમય પહેલા નથિંગ ફોન 2 માર્કેટમાં લૉન્ચ કર્યો છે. તમે આ ફોનને 8/128GB, 12/256GB અને 12/512GBમાં ખરીદી શકો છો. સ્માર્ટફોનમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે,
Nothing Phone 3: ટ્રન્સપરન્ટ સ્માર્ટફોન લૉન્ચ કરીને નથિંગે સ્માર્ટફોન માર્કેટમાં એક નવી ઓળખ ઊભી કરી છે, અત્યાર સુધીમાં કંપનીએ 2 સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે. હવે એક લેટેસ્ટ અપડેટ સામે આવ્યુ છે, તે પ્રમાણે, કંપની એક નવા સ્માર્ટફોન પર કામ કરી રહી છે જેમાં 4920 mAh બેટરી હશે. ટિપસ્ટર મુકુલ શર્માએ ટ્વીટર પર આ ડિટેલ્સ શેર કરી છે. તેણે કહ્યું કે કંપનીએ નથિંગ NT03 બેટરીનું યૂરેશિયનમાં ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે અને કંપની તેને નવા સ્માર્ટફોનમાં આપી શકે છે. જોકે કંપની દ્વારા હજુ સુધી આ અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. જો ટિપસ્ટરનું માનીએ તો નથિંગ ફોન 3 કંપની આવતા વર્ષે લૉન્ચ કરી શકે છે.
Nothing phone 2ના સ્પેશિફિકેશન્સ -
નથિંગે થોડા સમય પહેલા નથિંગ ફોન 2 માર્કેટમાં લૉન્ચ કર્યો છે. તમે આ ફોનને 8/128GB, 12/256GB અને 12/512GBમાં ખરીદી શકો છો. સ્માર્ટફોનમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં 50+50MPના 2 કેમેરા છે. ફ્રન્ટમાં 50MP કેમેરા પણ ઉપલબ્ધ છે. મોબાઇલ ફોનમાં Qualcomm Snapdragon 8+ Gen 1 ચિપસેટ અને 4700 mAh બેટરી ઉપલબ્ધ છે. ફોન 1 ની સરખામણીમાં કંપનીએ ફોન 2 ના ગ્લિફ ઇન્ટરફેસમાં થોડો ફેરફાર કર્યો છે.
કિંમતની વાત કરીએ તો ફોનની કિંમત 44,999 રૂપિયાથી શરૂ થાય છે અને 54,999 રૂપિયા સુધી જાય છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં 4700 એમએએચની બેટરી આપી છે, જ્યારે ફોન 1માં કંપનીએ 4500 એમએએચની બેટરી આપી છે. આવામાં શક્ય છે કે નવો ફોન 4920 mAh બેટરી સાથે આવી શકે છે.
Turns out there's one more Nothing device, most likely a smartphone, in the works.
Have spotted a Nothing battery (NT03, 4920mAh), which might be used in an upcoming device.
Nothing Phone (1): 4,500mAh
Nothing Phone (2): 4,700mAh
Nothing Phone (?): 4,920mAh...#Nothing pic.twitter.com/CMYehpl7Dz— Mukul Sharma (@stufflistings) September 1, 2023
જલદી લૉન્ચ થશે મચ અવેટેડ સીરીઝ -
આ વર્ષની શરૂઆતથી જ લોકો Appleની iPhone 15 સીરીઝની રાહ જોઈ રહ્યા છે. હવે આખરે થોડા દિવસો પછી કંપની વૈશ્વિક સ્તરે iPhone 15 સીરીઝ લૉન્ચ કરશે. આ વખતે તમને બેઝ વેરિઅન્ટમાં જ 48MP કેમેરા અને ડાયનેમિક આઇલેન્ડ ફિચર મળશે, જે અત્યાર સુધી પ્રૉ વેરિઅન્ટ સુધી મર્યાદિત હતું. તમે એપલની યુટ્યુબ ચેનલ દ્વારા 12 સપ્ટેમ્બરે રાત્રે 10:30 વાગ્યે મોબાઇલ ફોનની લૉન્ચિંગ ઇવેન્ટ જોઈ શકશો.
[Exclusive] Internal testing of the Nothing NT03 battery has begun in several Eurasian and European regions. It might belong to a phone, considering it's a 4,920mAh cell, but don't expect the launch to happen this soon.#Nothing
— Mukul Sharma (@stufflistings) September 2, 2023
-