શોધખોળ કરો

Instagram માં આવી રહ્યું છે જબરદસ્ત AI ફિચર, કરોડો યૂઝર્સનું કામ થઇ જશે આસાન

Instagram AI Feature: ફેસબુક અને વૉટ્સએપની જેમ Instagram માં યૂઝર્સને Meta AI સુવિધા મળે છે, જેનો ઉપયોગ કરીને તેઓ તેમના ઘણા કાર્યો કરી શકે છે

Instagram AI Feature: ઇન્સ્ટાગ્રામ યૂઝર્સને ટૂંક સમયમાં એપ્લિકેશનમાં નવા AI ફિચર્સ મળશે. માર્ક ઝકરબર્ગની કંપની આવનારા સમયમાં પોતાના ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મમાં ઘણા ફેરફાર કરવા જઈ રહી છે. મેટા એઆઈનો ઉપયોગ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપમાં વધુ સારી રીતે કરવામાં આવશે, જેથી યૂઝર્સના ઘણા કાર્યોને સરળ બનાવી શકાય. રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટાગ્રામમાં પણ આવું જ એક ફિચર આવી રહ્યું છે, જેમાં યૂઝર્સ AI દ્વારા પોતાની પ્રૉફાઇલ પિક્ચર બનાવી શકશે.

કેટલાય ફિચર્સ હશે અપગ્રેડ 
ઇન્સ્ટાગ્રામના વડા એડમ મૉસેરીએ તાજેતરમાં સ્વચાલિત ફીડ રિફ્રેશિંગમાં મોટા ફેરફાર સહિત અનેક નવી સુવિધાઓની જાહેરાત કરી છે. આ સિવાય એપના યૂઝર ઈન્ટરફેસ અને અન્ય ફિચર્સને અપગ્રેડ કરવાની તૈયારીઓ છે. એક મોબાઈલ સૉફ્ટવેર ડેવલપર એલેસાન્ડ્રો પાલુઝીએ ઈન્સ્ટાગ્રામના આગામી ફિચર વિશે પૉસ્ટ કર્યું છે. પોતાની પૉસ્ટમાં એલેસાન્ડ્રોએ કહ્યું કે, Instagram એપના કોડમાં ક્રિએટ એન AI પ્રૉફાઇલ પિક્ચર દેખાઈ રહ્યું છે, જે દર્શાવે છે કે ટૂંક સમયમાં એપમાં AI દ્વારા પ્રૉફાઈલ પિક્ચર બનાવી શકાશે.

AI થી પ્રૉફાઇલ પિક્ચર 
જો કે ઇન્સ્ટાગ્રામના આ ફિચરની હજુ સુધી કંપની દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં તે કહેવું મુશ્કેલ છે કે, આ સુવિધા હજી સુધી રૉલઆઉટ કરવામાં આવી છે કે તે વિકાસના તબક્કામાં છે. ઈન્સ્ટાગ્રામમાં આ ફિચર મેટાના લાર્જ લેંગ્વેજ મૉડ્યૂલ (Llama) પર આધારિત હશે. રિપોર્ટ અનુસાર, Instagramનું આ ફિચર બે રીતે કામ કરશે, જેમાં યૂઝર્સ પોતાના ટેક્સ્ટનો ઉપયોગ કરીને AI ઇમેજ જનરેટ કરી શકશે અથવા તેઓ AIનો ઉપયોગ કરીને હાલની પ્રૉફાઇલ પિક્ચરને વધારી શકશે.

ફેસબુક અને વૉટ્સએપની જેમ Instagram માં યૂઝર્સને Meta AI સુવિધા મળે છે, જેનો ઉપયોગ કરીને તેઓ તેમના ઘણા કાર્યો કરી શકે છે. Instagram માં આ AI ચેટબૉટનો ઉપયોગ એકલ અથવા જૂથ ચેટ માટે કરી શકાય છે. આ ઉપરાંત DM ને ફરીથી લખવા માટે AI રીરાઈટ ફિચર રજૂ કરવામાં આવ્યું છે. Instagram યૂઝર્સને આગામી અઠવાડિયામાં ઘણી નવી AI સુવિધાઓ મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો

Tips: સૌથી વધુ લાઇક્સ-વ્યૂઝ મેળવવા માટે કયા સમયે શેર કરવી જોઇએ Instagram Reels, જાણી લો...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Embed widget