(Source: ECI/ABP News/ABP Majha)
5G Phone: ફોટોગ્રાફીના શોખીનો અને vloggers માટે OPPO લાવી રહ્યું છે 108MP વાળો Reno 8T 5G, જાણો કિંમત ને ફિચર્સ
ટિપ્સ્ટર મુકુલ શર્માએ એક ટ્વીટના માધ્યમથી એ બતાવી દીધુ છે કે, ભારતમાં પણ જલદી આ ફોન આવી જશે અને આની કિંમતનો પણ ખુલાસો કર્યો છે.
OPPO Reno 8T 5G: યુવાઓની વચ્ચે જાણીતી સ્માર્ટફોન બ્રાન્ડ ઓપ્પો જલદી ઓપ્પો રેનો 8T 5G સ્માર્ટફોન લૉન્ચ કરી શકે છે. જાણકારી અનુસાર, કંપની આ સ્માર્ટફોનને ફિલિપાઇન્સમાં 8 ફેબ્રુઆરીએ લૉન્ચ કરશે. આ પછી ધીમે ધીમે અન્ય દેશોમાં આને ઉતારવામાં આવશે. જોકે, સ્માર્ટફોન ભારતમાં ક્યારે લૉન્ચ થશે તેની હજુ સુધી કોઇ જાણકારી સામે નથી આવી. પરંતુ ટિપ્સ્ટર મુકુલ શર્માએ એક ટ્વીટના માધ્યમથી એ બતાવી દીધુ છે કે, ભારતમાં પણ જલદી આ ફોન આવી જશે અને આની કિંમતનો પણ ખુલાસો કર્યો છે.
ટ્વીટમાં લખ્યુ -
ટિપ્સ્ટર મુકુલ શર્માએ એક ટવીટ દ્વારા ઓપ્પોના અપકમિંગ સ્માર્ટફોન વિશે જાણકારી આપી. ઇન્ટરનેટ પર જે સમાચારે સામે આવ્યા છે, તે અનુસાર, ફેબુઆરીના પહેલા અઠવાડિયામાં આ સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ થઇ શકે છે. OPPO Reno 8T 5G સ્માર્ટફોન 27,000 રૂપિયાથી લઇને 29,000 રૂપિયાની વચ્ચે માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે.
As for India:
— Mukul Sharma (@stufflistings) January 22, 2023
Expected price: 27k-29k
8GB/128GB
3D curved design
108mp camera
67W
Micro lens https://t.co/iWwkMicZjm
ઓપ્પો રેનો 8T 5G સ્પેશિફિકેશન -
OPPO Reno 8T 5G, 108 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે આવી શકે છે. સાથે જ આમાં 67 વૉટનુ ફાસ્ટ ચાર્જિંગ, 3D કર્વ્ડ ડિઝાઇન, એક માઇક્રોલેન્સ, 8GB રેમ અને 128GB ની ઇન્ટરનલ સ્ટૉરેજ મળી શકે છે. સ્માર્ટફોનમાં 6.6 ઇંચની એલઇડી ડિસ્પ્લે મળશે જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. OPPO Reno 8T 5G ક્વાલકૉમ સ્નેપડ્રેગન 695 5G એસઓસી પર કામ કરશે. સાથે જ આમાં 4800 એમએએચની બેટરી મળી શકે છે, જે 67 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.
જલદી લૉન્ચ થશે આ સ્માર્ટફોન -
વનપ્લસ 11
ઓપ્પો a58
IQOO Neo 7
વીવો S16
વીવો x90 પ્રૉ પ્લસ
ઓપ્પો રેનો 9
Twitter પર એલન મસ્કે બદલ્યુ પોતાનું નામ, વાંચીને તમે પણ હંસી પડશો, જાણો.......
એલન મસ્કે બદલીને રાખ્યુ આ નામ -
એલન મસ્કે પોતાનુ નામ બદલીને MR.TWEET રાખી દીધુ છે, નામ બદલ્યા બાદ એલન મસ્ક એક ટ્વીટ કર્યુ જેમાં તેમને લખ્યુ મેં મારુ નામ બદલી નાખ્યુ છે, પરંતુ હવે ટ્વીટર મને નામ બદલવા નથી દઇ રહ્યું. ખરેખરમાં, મસ્કે 'મિસ્ટર ટ્વીટ'ના નામથી એક વકીલે તીખી ચર્ચા દરમિયાન સંબોધિત કર્યુ હતુ, આ પછી એલન મસ્કે પોતાનુ નામ બદલી નાંખ્યું હતુ.
ટ્વીટરના સીઇઓ એલન મસ્ક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વધુ એક્ટિવ રહે છે. તે સમય સમય પર કંઇકને કંઇક ટ્વીટ કરતાં રહે છે, જેથી તે લાઇમલાઇટમાં રહે. એક બાજુ જ્યાં તેમને પોતાનુ યૂઝરનેમ બદલ્યુ છે, તો બીજીબાજુ કંપનીના દિવસો સારી નથી જઇ રહ્યાં છે, જેના કારણે તેને ફ્રાન્સિસ્કોમાં પોતાની ઓફિસનો સામાન વેચવો પડ્યો અને કેટલાય કર્મચારીઓને તો ગુડ બાય કહી દેવામાં આવ્યુ.
Changed my name to Mr. Tweet, now Twitter won’t let me change it back 🤣
— Mr. Tweet (@elonmusk) January 25, 2023