શોધખોળ કરો
આ ચીની કંપનીએ માત્ર 14,600 રૂપિયામાં લોન્ચ કર્યો 5G સ્માર્ટફોન, જાણો શું છે ફિચર્સ
અનેક સ્માર્ટફોન કંપનીઓ 5G સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરી ચુકી છે. ત્યારે હવે ચીનની આ સ્માર્ટફોન કંપનીએ સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.
![આ ચીની કંપનીએ માત્ર 14,600 રૂપિયામાં લોન્ચ કર્યો 5G સ્માર્ટફોન, જાણો શું છે ફિચર્સ oppo launched new 5g smartphone for rs 14600 Know specifications આ ચીની કંપનીએ માત્ર 14,600 રૂપિયામાં લોન્ચ કર્યો 5G સ્માર્ટફોન, જાણો શું છે ફિચર્સ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/20160524/oppo-5g.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: 5G સ્માર્ટફોન લોન્ચ કરવા માટે સ્માર્ટફોન કંપનીઓ વચ્ચે હરિફાઈ ચાલી રહી છે. અનેક સ્માર્ટફોન કંપનીઓ 5G સ્માર્ટફોન લોન્ચ કરી ચુકી છે. ત્યારે હવે Oppoએ પણ પોતાનો A53 5G સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે.
આ ફોન ઓપ્પો A53નું 5G વર્ઝન છે. કંપનીએ આ ફોનને 2 રેમ અને ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો છે. હાલમાં તેને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Oppo A53 5Gના 4GB + 128GB વેરિએન્ટની કિંમત 14,600 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે તેના 6GB + 128GB વેરિએન્ટની કિંમતની જાણકારી હજુ સામે આવી નથી. આ સ્માર્ટફોન લેક ગ્રીન, સીક્રેટ નાઈટ બ્લેક અને સ્ટ્રીમર પર્પલ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Oppo A53 5G સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનમાં ઑક્ટા-કોર MediaTek Dimensity 720 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઈડ 10 બેઝ્ડ ColorOS 7.2 પર બેઝ્ડ છે. ફોનમાં 4,040mAh બેટરી આપવામાં આવી છે. સાથે ચાર્જિંગ માટે 10 Wનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે.
કેમેરાની વાત કરીએ તો 16MP મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર, 2MP માઈક્રો કેમેરા અને 2MP પ્રોટ્રેટ સેન્સર આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે 8MP કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનની ઈન્ટરનલ મેમોરી 128જીબી છે. સાથે સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
Oppo A53 5Gને ટક્કર આપવા માટે માર્કેટમાં ઘણા 5G સ્માર્ટફોન ઉપલબ્ધ છે. જેમાં google pixel 4A 5G, Realme 7 5G, Vivo X 60 અને Moto G 5G જેવા ફોન્સ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)