શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અડધા કલાકમાં ફુલ ચાર્જ થનાર Oppo reno 4 pro આજે ભારતમાં થશે લોન્ચ, આ ફોન સાથે થશે ટક્કર
નવા ઓપ્પો રીનો 4 પ્રોમાં 90Hz રિફ્રેશ રેટવાળું ડિસ્પ્લે મળશે. તેમાં ખાસ 3ડી બોર્ડરલેસ સેન્સ સ્ક્રીનની સુવિધા મળશે. આ ફીચર્સની મદદથી યૂઝર્સનો વ્યૂઇંગ એક્સપીરિયન્સ અને ગેમિંગની મજા શાનદાર હશે.
નવી દિલ્હીઃ Oppoના પ્રીમિયમ સ્માર્ટફોન Reno 4 Pro ભારતમાં આજે લોન્ચ થવા જઈ રહ્યો છે. આ કંપનીનો અત્યાર સુધીનો સૌથી પ્રીમિયમ સ્માર્ટફોન હોવાનું કહેવાય છે. કંપની આ ફોનને ખાસ ઓનલાઈન એઆર પાવર્ડ ઇવેન્ટમાં લોન્ચ કરશે. આ ફોન જનમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જોકે ભારતમાં લોન્ચ થઈ રહેલ આ ફોનના ફીચર ચીનમાં લોન્ચ કરવામાં આવેલ ઓપ્પો રીનો 4 પ્રો કરતાં થોડા અલગ છે. આ ફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ મળશે જે, એઆઈ કલર પોટ્રેટ, 960fps AI સ્લો મોશન, નાઇટ ફ્લેટર પોટ્રેટ જેવા અનેક લેટેસ્ટ ફીચર્સથી સજ્જ હશે. આવો જાણીઆ આ ફોન સાથે જોડાયેલ જાણકારી.
90Hz રિફ્રેશ રેટવાળું ડિસ્પ્લે
નવા ઓપ્પો રીનો 4 પ્રોમાં 90Hz રિફ્રેશ રેટવાળું ડિસ્પ્લે મળશે. તેમાં ખાસ 3ડી બોર્ડરલેસ સેન્સ સ્ક્રીનની સુવિધા મળશે. આ ફીચર્સની મદદથી યૂઝર્સનો વ્યૂઇંગ એક્સપીરિયન્સ અને ગેમિંગની મજા શાનદાર હશે. આમ તો આજકાલ સ્માર્ટફોનમાં 90Hz રિફ્રેશ રેટવાળું ડિસ્પ્લે ઘણું જ પોપ્યુલર રહ્યું છે.
ફીચર્સ
ફોટોગ્રાફી માટે આ ફોનમાં ક્વાડ રિયર કેમેરા સ્ટઅપ મળસે જે એઆઈ કલર પોટ્રેટ, 960fps AI સ્લો મોશન, નાઇટ ફ્લેટર પોટ્રેટ જેવા અનેક લેટેસ્ટ ફીચર્સથી સજ્જ હશે. એટલું જ નહીં તે રાતમાં પણ સારું પરિણામ આપવામાં મદદ કરશે. આ ફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળી શકે છે જે પંચહોલ સ્ટાઈલમાં હશે. ખાસ વાત એ છે કે આ ફોન 65 વોટ SuperVOOC 2.0 ફ્લેશ ચાર્જિંગ ટેક્નોલોજીની સાથે આવશે, આ ફોનમાં 4000mAhની બેટરી મળશે જે માત્ર 36 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે.
આ ફોન ખાસ સુપર પાવર સેવિંગ મોડ અને સુપર નાઈટ ટાઈમ સ્ટેન્ડબાઈ મોડ જેવા ફીચર્સથી સજ્જ હશે. જો આ ફોનમાં 2 ટકા બેટરી હોય તો પણ સુપર પાવર સેવિંગ મોડની મદદથી ફોનને 8 કલાક સુધી સ્ટેન્ડબાઈમાં રાખવામાં આવી શકે છે. આ ફોન માત્ર 30-35 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે.
Samsung Galaxy A71 સાથે થશે ટક્કર
Oppo Reno 4 Proની ટક્કર અનેક સ્માર્ટફોન સાથે થશે, પરંતુ કહેવાય છે કે, આ ફોન Samsungના Galaxy A71ને પણ ટક્કર આપશે. આ ફોનની કિંમત 29,999 રૂપિયા છે જેમાં 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વર્ઝન મળશે. આ ફોનમાં 6.7 ઇંચનું ઇન્ફીનિટી-ઓ ડિસ્પ્લે લાગેલ છે જે AMOLED પ્લસ ટેક્નોલોજીની સાથે આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
ઓટો
Advertisement
gujarati.abplive.com
Opinion