(Source: ECI/ABP News/ABP Majha)
Launched: એકવાર ચાર્જ કરવાથી 24 દિવસ સુધી ચાલનારો ફોન થયો લૉન્ચ, કિંમત છે તમારા બજેટની.....
બ્લેકવ્યૂ હંમેશા નક્કર ફોન ઓફર કરે છે. Blackview A200 Pro પણ ખૂબ જ મજબૂત લાગે છે. ફોનનું પ્રી-સેલ અમૂક સમય માટે જ છે.
Blackview A200 Pro Phone Launched: સ્માર્ટફોન માર્કેટમાં વધુ એક ધાંસૂ ફોનની એન્ટ્રી થઇ ગઇ છે. તાજેતરમાં જ સ્માર્ટફોન નિર્માતા બ્લેકવ્યૂએ, Blackviewએ આકર્ષક ફિચર્સ સાથેનો નવો સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે, જેનું નામ Blackview A200 Pro છે. ફોન Helio G99 ચિપસેટ પર રન કરે છે. આમાં 108MP કેમેરા સેટઅપ છે. ફોનમાં 120Hzના રિફ્રેશ રેટ સાથે 6.6-ઇંચની AMOLED ડિસ્પ્લે છે. આ ફોન એન્ડ્રોઇડ 13-આધારિત DokeOS 4.0 સિસ્ટમ પર ચાલે છે. જાણો Blackview A200 Proની કિંમત અને ફિચર્સ...
Blackview A200 Pro સ્પેશિફિકેશન -
બ્લેકવ્યૂ હંમેશા નક્કર ફોન ઓફર કરે છે. Blackview A200 Pro પણ ખૂબ જ મજબૂત લાગે છે. ફોનનું પ્રી-સેલ અમૂક સમય માટે જ છે. ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં 108MP સેન્સર ઉપરાંત બે 2MP કેમેરા પણ સામેલ છે.
Blackview A200 Pro બેટરી -
Blackview A200 Proને 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,050mAh બેટરી મળે છે. જ્યારે બે 4G સિમનો ઉપયોગ કરવામાં આવે ત્યારે બેટરી 24 દિવસ સુધી ચાલી શકે છે. બેટરી ફોનને 7.5 કલાક ગેમિંગ, 20 કલાક મ્યૂઝિક પ્લેબેક, 25 કલાક કૉલ ટાઈમ સુધી ચાલી શકે છે. આ ફોનની બેટરી ધાંસું રીતે પરફોર્મ કરી શકે છે. ફોનમાં 12GB/256GB રેમ/સ્ટૉરેજ કૉન્ફિગરેશન છે. આમાં 1TB સુધી માઇક્રૉએસડી સપોર્ટ પણ છે.
Blackview A200 Proની ભારતમાં શું હશે કિંમત -
Blackview A200 Proના પ્રથમ હજાર ઓર્ડર માટે આની કિંમત $199 (લગભગ 16,500 રૂપિયા) છે. પ્રી-ઓર્ડર પછી ફોનની કિંમત ફરીથી $219.99 (18,319 રૂપિયા) થશે.
શ્યાઓમીએ પણ લૉન્ચ કર્યો ધાંસૂ પણ બજેટ ફોન -
Xiaomi Mix Fold 3 launched: ચીનની સ્માર્ટફોન મેકર કંપની શ્યાઓમીએ પોતાનો લેટેસ્ટ અને દમદાર ફોન લૉન્ચ કરી દીધો છે. ચીનની સ્માર્ટફોન નિર્માતા Xiaomiએ આજે પોતાનો ફૉલ્ડેબલ ફોન ચીનમાં લૉન્ચ કર્યો છે. અગાઉના મૉડલ્સની જેમ, Xiaomi Mix Fold 3 માત્ર લૉકલ બજાર પૂરતું મર્યાદિત છે અને આની કિંમત 1 લાખ રૂપિયાથી વધુ છે. આ સેગમેન્ટમાં મોબાઈલ ફોન ગેલેક્સી z ફૉલ્ડ 5 અને ગૂગલ પિક્સલ ફૉલ્ડ સાથે કમ્પીટિશન કરશે. જોકે Xiaomiનો ફોન ફૉલ્ડ કરવામાં આવે ત્યારે Google અને Samsung કરતાં પાતળો હોય છે. ફૉલ્ડમાં તેની જાડાઈ 10.86mm છે જ્યારે અનફૉલ્ડમાં તે 5.26mm છે. વળી, સેમસંગનો ફોન ફૉલ્ડ કરવામાં આવે ત્યારે 13.4mm છે અને Googleનો ફોન 12.1mm જાડા છે.
કેટલી છે કિંમત ?
Xiaomi Mix Fold 3 ની કિંમત 12GB RAM + 256GB સ્ટોરેજ મૉડલ માટે CNY 8,999 (આશરે રૂ. 1,03,000) થી શરૂ થાય છે. 16GB RAM અને 512GB સ્ટોરેજ વિકલ્પની કિંમત CNY 9,999 (અંદાજે રૂ. 1,14,500) છે અને 16GB RAM અને 1TB સ્ટોરેજવાળા ટોપ-એન્ડ મોડલની કિંમત CNY 10,999 (અંદાજે રૂ. 1,26,600) છે. આ ફોન સેમસંગના તાજેતરમાં લોન્ચ કરાયેલા ફોલ્ડેબલ ફોન કરતા સસ્તો છે. તમે મૂન શેડો બ્લેક અને ગોલ્ડ કલરમાં સ્માર્ટફોન ખરીદી શકશો.
સ્પેશિફિકેશન -
સ્માર્ટફોનમાં 6.56-ઇંચની AMOLED બાહ્ય ડિસ્પ્લે અને 8.25-ઇંચની મુખ્ય સ્ક્રીન છે. બંને ડિસ્પ્લે સેમસંગના E6 પેનલ અને 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે, ફોનમાં 4 કેમેરા ઉપલબ્ધ છે, જેમાં 50-મેગાપિક્સલનો Sony IMX 800 પ્રાઇમરી કેમેરા, 13-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ, 10-મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને અન્ય 10-મેગાપિક્સલનો પેરિસ્કોપ લેન્સનો સમાવેશ થાય છે. કવર સ્ક્રીનમાં 20-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. Xiaomi Mix Fold 3 Qulacomm ના Snapdragon 8 Gen 2 SoC અને 4,800mAh બેટરી સાથે આવે છે જે 67W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Xiaomi Mix Fold 3 ની અન્ય મુખ્ય વિશેષતાઓમાં NFC, Android 13 પર આધારિત MIUI 14 અને 5G નો સમાવેશ થાય છે.