એક અઠવાડિયામાં 200 કરોડથી વધુ વેચાયા આ ધાંસૂ ફોન, તોડી નાંખ્યા સેલિંગના તમામ રેકોર્ડ, જાણો ફિચર્સ ને કિંમત......
ફક્ત એક અઠવાડિયામાં આ ફોનની 200 કરોડ રૂપિયાની સેલ થઇ ગઇ છે. આની પહેલી સેલમાં લગભગ 85 હજાર યૂનિટ્સનુ વેચાણ થયુ છે.
નવી દિલ્હીઃ પૉપ્યૂલર સ્માર્ટફોન કંપની Xiaomiએ તાજેતરમાં જ પોતાના સ્માર્ટફોન Mi 11 Lite લૉન્ચ કર્યો હતો, જેને અહીં જોરદાર રિસ્પૉન્સ મળી રહ્યો છે. આ ફોનને ભારતમાં વેચાણના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. ફક્ત એક અઠવાડિયામાં આ ફોનની 200 કરોડ રૂપિયાની સેલ થઇ ગઇ છે. આની પહેલી સેલમાં લગભગ 85 હજાર યૂનિટ્સનુ વેચાણ થયુ છે. આ ફોન પાતળો અને હલકો હોવાના કારણથી યૂઝર્સને એટ્રેક્ટ કરી રહ્યો છે. સાથે જ આમાં કંપનીએ લેટેસ્ટ ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. આવો જાણીએ આની કિંમત અને સ્પેશિફિકેશન્સ વિશે.........
આટલી છે કિંમત-
Xiaomi Mi 11 Lite સ્માર્ટફોનના 6 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે ફોનના 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 23,999 રૂપિયા છે.
સ્પેશિફિકેશન્સ-
Mi 11 Lite સ્માર્ટફોનમાં 6.55 ઇંચની ફૂલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ આમાં 90Hzનો રિફ્રેશ રેટ અને Gorilla Glass 5નુ પ્રૉટેક્શન આપવામાં આવ્યુ છે. ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 732G પ્રૉસેસર વાળો છે. આ ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી છે.
કેમેરા-
ફોટોગ્રાફીની વાત કરીએ તો Mi 11 Lite ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો છે. 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને 5 મેગાપિક્સલનો ટેલિફોટો-મેક્રો લેન્સ આપવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
પાવર અને કનેક્ટિવિટી-
પાવર માટે ફોનમાં 4250mAhની બેટરી આપવામાં આવશે, જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં સાઇડ માઉન્ટેન્ડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ડ્યૂલ સ્ટીરિયો સ્પીકર્સ જેવા શાનદાર ફિચર્સ આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લૂટૂથ, વાઇફાઇ, જીપીએસ અને યુએસબી જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ શ્યાઓમીનો અત્યાર સુધીનો સૌથી હલ્કો ફોન છે, આનુ વજન ફક્ત 157 ગ્રામ છે.