Phone Trick: તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઇલ નંબર છે એક્ટિવ ? બસ એક ક્લિકમાં જાણી લો બધું.....
અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે તમારા આઈડી પર કેટલા નંબર અથવા સિમ નોંધાયેલા છે, અને તે ચાલુ છે કે નહીં તે જાણવાની આસાન ટ્રિક્સ.
Phone Trick: નવી દિલ્હીઃ ભારતમાં સામાન્ય રીતે કેટલાક લોકો એવા છે જેમી પાસેથી એકથી વધારે સિમ કાર્ડ ઉપલબ્ધ છે, અને જુદાજુદા સમયે તેનો ઉપયોગ પણ કરતા રહે છે. પરંતુ હાલના પરિપેક્ષ્યમાં સરકારે એક વ્યક્તિ એક સમયે 9 જેટલા સિમ કાર્ડ અથવા મોબાઈલ નંબર પોતાના નામે રાખી શકે છે એવી જાહેરાત કરી છે. આ પહેલા વિવિદ ટેલિકૉમ કંપનીઓ પોતાના ગ્રાહકો વધારવા જુદીજુદી રિચાર્જ ઓફર અને લાલચ આપીને સિમ કાર્ડ આપી રહી હતી, અને લોકો પણ દર વખતે નવું સિમકાર્ડ લઇ લેતા હતા. આવી સ્થિતિમાં એક વ્યક્તિ પાસે એકથી વધારે મોબાઇલ નંબર રજિસ્ટર્ડ થયેલા હશે. પરંતુ શું તમને ખબર છે તમારા આઈડી પર 9થી વધુ સિમકાર્ડ નોંધાયેલા છે તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.
અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે તમારા આઈડી પર કેટલા નંબર અથવા સિમ નોંધાયેલા છે, અને તે ચાલુ છે કે નહીં તે જાણવાની આસાન ટ્રિક્સ.
ટેલિકોમ વિભાગે પોર્ટલ બહાર પાડ્યું -
ભારતીય ટેલિકોમ વિભાગે ડોમેન tafcop.dgtelecom.gov.in પરથી પોર્ટન લોન્ચ કર્યું છે. દેશભરમાં હાલમાં કાર્યરત તમામ સિમકાર્ડનો ડેટાબેઝ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા શરૂ કરાયેલા આ પોર્ટલ પર નોંધવામાં આવ્યો છે. સરકારે આની મદદથી લોકોને સ્પામ અને છેતરપિંડીથી બચાવવાનો પ્રયાસ કર્યો છે. જો તમને લાગે કે તમારા નામે કોઈ અન્ય વ્યક્તિ સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે, તો તમે તેના દ્વારા ફરિયાદ કરી શકો છો.
આ માટે, પહેલા તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટર પર tafcop.dgtelecom.gov.in ખોલો. તે પછી તમારો મોબાઇલ નંબર દાખલ કરો. આ પછી તમારા મોબાઇલ નંબર પર એક OTP આવશે. તે OTP દાખલ કરો અને માન્ય કરો.
OTP દાખલ કર્યા પછી, તમારા ID માંથી સક્રિય થયેલા તમામ નંબરોની યાદી આવશે જે હાલમાં સક્રિય હશે. આ પછી તમે જે નંબર પર તમને શંકા કે ફરિયાદ હોય તે નંબર પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તમારી ફરિયાદ પછી સરકાર તે નંબરો તપાસશે.
હાલમાં સરકાર દ્વારા આપવામાં આવેલી આ પોર્ટલની સુવિધા માત્ર થોડા સર્કલ માટે જ બહાર પાડવામાં આવી છે. ટૂંક સમયમાં તમામ જગ્યાઓ માટે તેનો અમલ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે તમારી ફરિયાદ બાદ સરકાર તે નંબરની તપાસ કરશે અને તે નંબરને બ્લોક કરશે.