શોધખોળ કરો

POCO M6 4G: ફાસ્ટ ચાર્જિંગ, 108MP કેમેરા અને શાનદાર ડિસ્પ્લે, જલદી આવી રહ્યો છે પોકોનો સસ્તો ફોન

POCO M6 4G Smartphone: પોકો સ્માર્ટફોન લવર્સ માટે એક નવો ફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોન POCO M6 4G છે, જેની લૉન્ચ ડેટ કંપનીએ જ કન્ફર્મ કરી છે

POCO M6 4G Smartphone: પોકો સ્માર્ટફોન લવર્સ માટે એક નવો ફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોન POCO M6 4G છે, જેની લૉન્ચ ડેટ કંપનીએ જ કન્ફર્મ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ફોનને ગ્લોબલ માર્કેટમાં 11 જૂને લૉન્ચ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફોન Redmi 13 4G જેવો જ દેખાય છે. આ ફોનમાં ત્રણ કલર ઓપ્શન હશે. કંપનીએ આ ફોનને લઈને એક ટીઝર પણ શેર કર્યું છે.

પોકોએ ફોનનું ટીજર શેર કર્યુ 
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને Pocoએ તેના નવા મોબાઇલ ફોનની લૉન્ચ તારીખ જાહેર કરી. આ ફોનને 11 જૂન, 2024ના રોજ ઓનલાઈન ઈવેન્ટમાં રજૂ કરવામાં આવશે. આ ફોન 3 કલર ઓપ્શન બ્લેક, પર્પલ અને વ્હાઇટમાં ઓફર કરી શકાય છે. POCO M6 4G બે સ્ટોરેજ કન્ફિગરેશનમાં આવવા જઈ રહ્યું છે, જેમાં પહેલું વેરિઅન્ટ 6GB + 128GB અને બીજું 8GB + 256GBમાં આવશે.

શું હશે ફોનની કિંમત 
આ ફોનના ટીઝરમાં કંપનીએ મોબાઈલ ફોનની કિંમતની વિગતો પણ જણાવી છે. આમાં, 6GB વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 129 યુએસ ડોલર જણાવવામાં આવી છે, જે 10 હજાર 768 ભારતીય રૂપિયાની બરાબર છે. આ સિવાય 8GB વેરિઅન્ટની કિંમત 149 યુએસ ડોલર એટલે કે 12 હજાર 438 રૂપિયા જણાવવામાં આવી છે.

હવે ફોનના ફિચર્સ વિશે વાત કરીએ. આ ફોન Redmi 13 4Gનું રિબ્રાન્ડેડ વર્ઝન હોવાનું કહેવાય છે. આ રીતે Redmi 13 4G જેવા ફિચર્સ પોકોના નવા ફોનમાં પણ જોઈ શકાય છે.

POCO M6 4G ના સંભવિત ફિચર્સ 
Redmi 13 4G માં તમને 6.79 ઇંચની FHD+ IPS LCD પેનલ ડિસ્પ્લે મળે છે જે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. વધુ સારા પ્રદર્શન માટે આ ફોનમાં MediaTek Helio G91 અલ્ટ્રા ચિપસેટ છે. આ Redmi ફોન 6GB અને 8GB LPDDR4X રેમ અને 128GB અને 256GB સ્ટોરેજમાં આવે છે.

આ સ્માર્ટફોનમાં 108MP પ્રાઇમરી કેમેરા + 2MP સેકન્ડરી કેમેરા છે જ્યારે ફ્રન્ટમાં 13MP સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બેટરીની વાત કરીએ તો તેમાં 5,030mAhની બેટરી છે. આ સાથે આ ફોન 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget