ગૂગલના આ મોંઘાની કિંમતમાં થયો 57000 રૂપિયાનો ઘટાડો, સાથે એક્સચેન્જ ઓફર પણ, જાણો
ગૂગલ પિક્સલ 3 XLની અમેઝોન પર કિંમત 83000 રૂપિયા છે, આના Google Pixel 3 XL (Not Pink, 64 GB) (4 GB RAM) વેરિએન્ટની છે.
નવી દિલ્હીઃ નવા વર્ષમાં સ્માર્ટફોન લેવો છે, તો અમે તમને બતાવી રહ્યાં છીએ એક ખાસ ઓફર વિશે... ગૂગલ પોતાના સ્માર્ટફોનમાં હેવી ડિસ્કાઉન્ટ સાથે કિંમત ઘટાડી રહ્યું છે. ગૂગલના Google Pixel 3 XL સ્માર્ટફોન પર હાલમાં 57000 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આના પર એક્સચેન્જ ઓફર અને કાર્ડ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. જાણો.......
શાનદાર ઓફર વિશે.....
ગૂગલ પિક્સલ 3 XLની અમેઝોન પર કિંમત 83000 રૂપિયા છે, આના Google Pixel 3 XL (Not Pink, 64 GB) (4 GB RAM) વેરિએન્ટની છે. આના પર 57010 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ આની કિંમત 25990 રૂપિયા રહી ગઇ છે. આ પછી પોન પર 14950 રૂપિયા સુધીનુ એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. મતલબ જો તમે જુનો ફોન આપીને ગૂગલ પિક્સલ ખરીદો છો, તો 14950 રૂપિયાની છૂટ મળી શકે છે. કયા ફોન પર કેટલી છૂટ મળશે આ તમારા જુના ફોનની કન્ડિશન અને મૉડલ પર નિર્ભર રહે છે. ફોનને ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 1000 રૂપિયાની છૂટ મળી રહી છે. આ ઉપરાંત આ ફોનને 1223 રૂપિયા મહિનાની EMI પર પણ ખરીદી શકાય છે.
Google Pixel 3 XLના ફિચર્સ-
આ ફ્લેગશિપ Google Pixel 3 XLમાં 6.3 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. Pixel 3 XLમાં એક જ રિયર કેમેરા આપવામા આવ્યો છે અને આ 12 મેગાપિક્સલનો છે. જે પાછલા ડિવાઈઝમાં હતા. જ્યારે સેલ્ફી માટે બે રિયર કેમેરા આપવામાં આવ્યા છે. રિયર કેમેરામાં f/1.8 અપાર્ચરનો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે એક 8 મેગાપિક્સલનો કેમેરા છે. જ્યારે બીજો 8 મેગાપિક્સલનો કેમેરો વાઈડ એન્ગલ છે. આ સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે, બે મેમોરી વેરિએન્ટ્સ 64 GB અને 128 GB માં ઉપલબ્ધ રહેશે. ફોનને પાવર આપવા માટે આમાં 3430mAH ની લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે.
આ પણ વાંચો........
હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે
Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા
SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે