(Source: Poll of Polls)
ન થશે OTP ફ્રોડ, ન બેંક એકાઉન્ટ થશે ખાલી, સરકારી એજન્સીએ જણાવી આ જરૂરી સેફ્ટી ટિપ્સ
OTP Fraud: સરકારી એજન્સીએ જણાવ્યું છે કે OTP સાયબર ફ્રોડથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય છે. એક્સ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે વન ટાઇમ પાસવર્ડથી કેવી રીતે લોકો સાવચેત રહી શકે છે.
Cyber Fraud: ભારતમાં દરરોજ સાયબર ફ્રોડના કેસો સામે આવતા રહે છે. જ્યાં ફ્રોડસ્ટર મોટી ચાલાકીથી લોકોને છેતરે છે અને બેંક એકાઉન્ટ ખાલી કરી દે છે. ભારતીયોને સાયબર ફ્રોડથી બચાવવા માટે સરકારની એજન્સી તરફથી કેટલાક સેફ્ટી ટિપ્સ આપવામાં આવ્યા છે, જેનાથી આ કેસોમાં ઘટાડો થઈ શકે. જણાવી દઈએ કે સાયબર ફ્રોડને કારણે લોકોનું ભારે નુકસાન થઈ રહ્યું છે. આવા કેસો દેશમાં સતત વધી રહ્યા છે, જેને ઘટાડવા માટે સરકાર સતત લોકોને જાગૃત કરી રહી છે. સાથે જ આ અપરાધો પર નિયંત્રણ મેળવવા માટે જરૂરી પગલાં પણ લઈ રહી છે.
ભારત સરકારની એજન્સી Indian Computer Emergency Response Team (CERT in)એ X પ્લેટફોર્મ (જૂનું નામ Twitter) પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે OTP સાયબર ફ્રોડથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે વન ટાઇમ પાસવર્ડથી કેવી રીતે લોકો સાવચેત રહી શકે છે. સાથે જ સેફ્ટી માટે કેટલાક પોઈન્ટ્સ પણ જણાવવામાં આવ્યા છે, જેને અનુસરીને લોકો સાયબર ફ્રોડથી બચી શકે છે.
Safety tip of the day: Beware of OTP frauds.#indiancert #cyberswachhtakendra #staysafeonline #cybersecurity #besafe #staysafe #mygov #Meity #onlinefraud #cybercrime #scamming #cyberalert #CSK #CyberSecurityAwareness pic.twitter.com/sXFbs3YPhY
— CERT-In (@IndianCERT) September 13, 2024
જાણો શું છે સેફ્ટી ટિપ્સ
બેંક કે અન્ય નાણાકીય સત્તા જેવા ટોલ ફ્રી નંબરથી કોલ આવી શકે છે. ત્યારબાદ તેઓ તમારી પાસેથી OTP માંગી શકે છે. આવા કોલ્સથી સાવચેત રહેવાની જરૂર છે. કોઈપણ અજાણ્યા નંબરથી આવતા કોલ્સ અને મેસેજ પર ભૂલથી પણ બેંક વિગતો, બેંક ડેબિટ કાર્ડ વિગતો, OTP, જન્મ તારીખ અને એકાઉન્ટ નંબર જેવી વસ્તુઓ શેર ન કરો. બેંકના નંબર કે કોઈપણ સેવાને વેરિફાઇ કરવા માટે ઓફિશિયલ વેબસાઇટની મદદ લઈ શકો છો. વળી, કેશબેક અને રિવોર્ડ્સના લોભમાં ક્યારેય પણ ફોન કોલ્સ, મેસેજ અને ઓનલાઇન લિંક વગેરે પર ભૂલથી પણ OTP શેર ન કરો.
આ પણ વાંચોઃ
Google 20 સપ્ટેમ્બરથી આ લોકોના Gmail બંધ કરશે, આ રીતે તમારું એકાઉન્ટ બચાવી શકો છો