(Source: ECI/ABP News/ABP Majha)
Bike Tips: તો શું તમે પણ તમારૂ બાઈક ચોરોથી બચાવવા માંગો છે? તો કરો આ કામ
બજારમાં બાઇક માટે ઘણા થીફ ગાર્ડ ઉપલબ્ધ છે. આ એક ઈલેક્ટ્રોનિક ઉપકરણ છે જેને બાઇકના સર્કિટમાં ઇન્સ્ટોલ કરી શકાય છે.
Motorcycle Thief Guard: ગમે તે સામાનની ચોરી થઈ શકે છે. કારણ કે દરેક સમાજમાં અને દરેક યુગમાં ચોર તો હોય જ છે. પરંતુ વર્તમાન સમયમાં ટુ વ્હીલરની ચોરી એ સાવ સામાન્ય બની ગઈ છે. કારણ કે, તેને ચોરી કરવી અને તેને લઈને ઝડપથી ભાગી જવું ખૂબ જ સરળ બની ગયું છે. આપણી સામે લગભગ રોજે રોજ બાઇક ચોરીની ઘટનાઓ ધ્યાનમાં આવતી રહે છે. ચોરાયેલી બાઈક અનેક પ્રયત્નો છતાં તેને પાછી મેળવવાની શક્યતા લગભગ ઝીરો બની જાય છે. જેથી તમારી બાઇકને ચોરોથી બચાવવી ખૂબ મુશ્કેલ બની જાય છે, કારણ કે ચોર દરેક પ્રકારના તાળા તોડવામાં માહિર હોય છે. પણ જો તમે પણ ઈચ્છતા હોવ કે તમારી બાઇક ક્યારેય ના ચોરાય. તો આજે અમે તમને એક એવા ઉપકરણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી બાઇકને ચોરોથી સુરક્ષિત બનાવી શકે છે.
આ ઉપકરણ શું છે?
બજારમાં બાઇક માટે ઘણા થીફ ગાર્ડ ઉપલબ્ધ છે. આ એક ઈલેક્ટ્રોનિક ઉપકરણ છે જેને બાઇકના સર્કિટમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. આ ઈન્સ્ટોલ કર્યા બાદ, જો આ ચોરો તમારી મોટરસાઇકલ સાથે કોઈ ચેડા કરશે તો ખુબ જ જોરથી આ એલાર્મ વાગશે અને અવાજ કરવાનું શરૂ કરશે. આ એલાર્મ તમને અથવા તો તમારી આસપાસના લોકોને એલર્ટ કરશે અને જ્યાં સુધી તમે તેને તમારા રિમોટથી બંધ નહીં કરો ત્યાં સુધી આ એલાર્મ વાગતું જ રહેશે.
તે કેવી રીતે કામ કરે છે?
આ ઉપકરણ ખરીદવા પર તમને એલાર્મ સિસ્ટમ, બઝર, રિમોટ અને કી રિમોટ સાથે મળે છે. તેને ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે બાઇક છોડતી વખતે આપેલા રિમોટથી તેને લોક કરવું પડશે. ત્યાર બાદ જો કોઈ તમારી બાઇક સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરશે તો આ એલાર્મ વાગવા લાગશે. તેનું બઝર 100dB કરતા વધુ જોરથી અવાજ કરે છે. જેના કારણે લોકો દૂર હોવા છતાંઉએ સાવચેત રહી શકે છે.
આ ઉપકરણની કિંમત કેટલી?
તમે આ ઉપકરણને સ્થાનિક બજાર અથવા ફ્લિપકાર્ટ, એમેઝોન જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદી શકો છો. તેની કિંમત સામાન્ય રીતે રૂ.1000 થી રૂ.1500ની વચ્ચે હોય છે. તમે તેને કોઈપણ બાઇક મિકેનિક દ્વારા ઇન્સ્ટોલ કરાવી શકો છો. બટન ઇગ્નીશન અને વ્હીકલ લોકેટર જેવી સુવિધાઓ પણ આ ઉપકરણમાં ઉપલબ્ધ છે.