(Source: ECI/ABP News/ABP Majha)
PUBG Launch Update: બહુ જલ્દી ભારતમાં આવશે PUBG, કંપનીએ શું આપ્યુ મોટુ નિવેદન
ક્રૉફ્ટનના કૉર્પોરેટ ડેવલપમેન્ટના હેડનુ કહેવુ છે કે અમે ઇચ્છીએ છીએ કે પબજીને બહુ જલ્દી ફરી એકવાર ભારતીય માર્કેટમાં લૉન્ચ (PUBG Launch) કરવામાં આવે. પરંતુ આના માટે રિલૉન્ચિંગની (PUBG relaunched) તારીખનો ખુલાસો હજુ સુધી નથી કરવામાં આવી શક્યો.
નવી દિલ્હીઃ PUBG મોબાઇલના ભારતમાં લાખો ફેન્સ છે, અને હવે ફેન્સને બહુ જલ્દી મોટી ખુશખબરી મળી શકે છે. પબજી (PUBG)ની મેકર ક્રૉફ્ટન અનુસાર કંપનીની ભારત સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. ક્રૉફ્ટનના કૉર્પોરેટ ડેવલપમેન્ટના હેડનુ કહેવુ છે કે અમે ઇચ્છીએ છીએ કે પબજીને બહુ જલ્દી ફરી એકવાર ભારતીય માર્કેટમાં લૉન્ચ (PUBG Launch) કરવામાં આવે. પરંતુ આના માટે રિલૉન્ચિંગની (PUBG relaunched) તારીખનો ખુલાસો હજુ સુધી નથી કરવામાં આવી શક્યો.
લૉન્ચની તૈયારીઓ કરી કરી છે કંપની....
ઇન્ડિયન ગેમિંગ કૉન્ફરન્સ 2021 (PUBG company) દરમિયાન તેમને કહ્યું કે ભારતમાં આ ગેમને સ્પેશ્યલ ડિઝાઇન અને નવા ડેવલપમેન્ટની સાથે ફરી એકવાર લૉન્ચ કરવામાં આવશે. આને લઇને કંપની તૈયારીઓ કરી રહી છે, જોકે, તેમને એ પણ કહ્યું કે હજુ PUBG New State ઓપન નથી થયુ. એટલા આના પ્રી-રજિસ્ટ્રેશન નહીં થઇ શકે. આ ગેમને લૉન્ચ કરવા માટે સરકાર તરફથી લીલી ઝંડી મળવાની બાકી છે.
નોકરી માટે માંગી અરજીઓ....
PUBG Corporationને (PUBG Launch Update) પોતાના બેગ્લુંરુ ઓફિસ માટે એક ઇન્વેસ્ટમેન્ટ અને સ્ટ્રેટેજી એનાલિસ્ટની જરૂર છે. આના માટે કંપનીએ linkedIn પર નોકરીની અરજીઓ મંગાવી છે, PUBG Corporation એક એવો એમ્પલૉય ઇચ્છી રહી છે, જે મર્જર એન્ડ એક્વિઝિશન, ઇન્વેસ્ટમેન્ટ સાથે સંબંધિત ટિમ્સ માટે કામ આવે. જોકે, આનાથી એ સાબિત નથી થતુ કે આ ગેમ ભારતમાં જલ્દી લૉન્ચ થશે. પરંતુ આનાથી એ જરૂર નક્કી થાય છે કે કંપનીએ ભારતમાં પોતાનુ ઓપરેશન બંધ નથી કર્યુ, અને હજુ તેને પબજીની ભારત વાપસીની આશા છે.
પહેલા પણ માંગી નોકરી માટે એપ્લિકેશન
જૉબની આ પૉસ્ટ માટે કેન્ડિડેટ્સને ઇન્ટરએક્ટિવ, એન્ટરટેનમેન્ટ, ગેમિંગ અને કમ સે કમ ત્રણ વર્ષોનો અનુભવ હોવો જોઇએ. સાથી જ ગેમ્સ અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ પણ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે બીજી વાર PUBG Corporationને ભારતમાં જૉબ માટે અરજીઓ માંગી છે. આ પહેલા પણ ગયા વર્ષે ઓક્ટોબરમાં પબજી કૉર્પોરેશનને કર્મચારીઓની જરૂરિયાત હતી. કંપનીએ ભારતમાં એક કૉર્પોરેટ ડેવલપમેન્ટ ડિવીઝન મેનેજર માટે જૉબ એપ્લિકેશન માંગી હતી.