શોધખોળ કરો
PUBG ગેમની ભારતમાં થશે વાપસી, કંપનીએ કરી જાહેરાત
PUBGના અધિકાર ધરાવનાર દક્ષિણ કોરિયાની KRAFTON Inc એ જાહેરાત કરી છે કે, તે સુરક્ષા અને ગુપ્તતતા સંબંધિત ચિંતાઓને ઓછી કરવા માટે એક નવી ગેમ પબજી મોબાઈલ ઈન્ડિયા લોન્ચ કરવા જઈ રહી છે.
નવી દિલ્હી: PUBG ગેમના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. PUBG Corp એ ગુરુવારે જાહેરાત કરી કે, પબજી ગેમ ભારતમાં વાપસી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ડેટા સિક્યોરિટીને ધ્યાનમાં લઈ પબજી સહિત 118 મોબાઈલ એપ્સ પર 2 સપ્ટેમ્બરે પ્રતિબંધ લગાવી દીધો હતો.
PUBGના અધિકાર ધરાવનાર દક્ષિણ કોરિયાની KRAFTON Inc એ જાહેરાત કરી છે કે, તે સુરક્ષા અને ગુપ્તતતા સંબંધિત ચિંતાઓને ઓછી કરવા માટે એક નવી ગેમ પબજી મોબાઈલ ઈન્ડિયા લોન્ચ કરવા જઈ રહી છે. ગત અઠવાડિયામાં KRAFTON એ Azure પર ગેમને હોસ્ટ કરવા માટે Microsoft સાથે એક ગ્લોબલ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.
કંપનીનું કહ્યું કે, PUBG કોર્પોરેશન માટે ભારતીય પ્લેયર્સના ડેટાની ગુપ્તતા અને સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કંપની સુરક્ષાને મજબૂત કરવા માટે ભારતીય યૂઝર્સની વ્યક્તિગત ઓળખ રાખનારી સ્ટોરેજ પ્રણાલીયો પર નિયમિત ઓડિટ અને ચકાસણી કરશે અને તે સુનિશ્ચિત કરશે કે યૂઝર્સના ડેટા સુરક્ષિત રહે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં 50 મિલિયનથી વધુ માસિક એક્ટિવ યૂઝર્સ સાથે પબજી મોબાઈલ દેશમાં પ્રતિબંધ થઈ તે પહેલા અત્યાર સુધીની લગભગ સૌથી લોકપ્રિય મોબાઈલ ગેમ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement