ગેમિંગના શોખીનો માટે ભારતમાં આવ્યો આ ધાંસૂ મોબાઇલ, બજેટ કિંમતમાં મળી રહી છે હેવી બેટરી, પ્રૉસેસર અને રેમ
ફોનને બે વેરિએન્ટ સાથે બે કલર ઓપ્શનમાં ઉતારવામા આવ્યો છે. આની કિંમત 9,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન ગેમ રમનારાઓ માટે- ગેમિંગના શોખીનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આમાં 6000mAhની મોટી બેટરીની સાથે દમદાર મીડિયાટેક હીલિયો G85 પ્રૉસેસર મળશે.
નવી દિલ્હીઃ ચીનની પૉપ્યૂલર સ્માર્ટફોન કંપનીઓમાંની એક Realmeએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન C25s ફોન લૉન્ચ કરી દીધો છે. ફોનને બે વેરિએન્ટ સાથે બે કલર ઓપ્શનમાં ઉતારવામા આવ્યો છે. આની કિંમત 9,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન ગેમ રમનારાઓ માટે- ગેમિંગના શોખીનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આમાં 6000mAhની મોટી બેટરીની સાથે દમદાર મીડિયાટેક હીલિયો G85 પ્રૉસેસર મળશે.
આ છે કિમત
Realme C25sના 4 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજની કિંમત 9,999 રૂપિયા છે, જ્યારે આના 4 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજની કિંમત 10,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. રિયલમીનો આ ફોન વૉટરી ગ્રે અને વૉટરી બ્લૂ કલર ઓપ્શન માર્કેટમાં ઉતારવામા આવ્યો છે. આ ફોનને તમે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અને ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી શકશો.
સ્પેશિફિકેશન્સ
Realmeના નવા C25s સ્માર્ટફોનમાં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 720x1600 પિક્સલ હશે. પરફોર્મન્સ માટે આ ફોનમાં મીડિયાટેક હીલિયો G85 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. આ ફોન એન્ડ્રોઇડ 11 આધારિત Realme UI 2.0 પર કામ કરશે. આમાં 4 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
કેમેરા
Realme C25sમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે, જ્યારે બીજો લેન્સ 2 મેગાપિક્સલનુ મોનોક્રૉમ સેન્સર છે. સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ કેમેરા સેટઅપ ફોટોગ્રાફી અને વીડિયોની રીતે ખુબ સારો સાબિત થઇ શકે છે.
બેટરી અને કનેક્ટિવિટી
પાવર માટે Realme C25s ફોનમાં 6000mAhની બેટરી આપવામા આવી છે, જે 18Wનુ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ, 4G LTE, Wi-Fi 802.11ac, GPS/A-GPS, માઇક્રો USB અને 3.5mm હેડફોન જેક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે, આ ફોન ફિંગરપ્રિન્ટ સેન્સર વાળો છે. આ ફોન ગેમ રમનારાઓ માટે- ગેમિંગના શોખીનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આમાં 6000mAhની મોટી બેટરીની સાથે દમદાર મીડિયાટેક હીલિયો G85 પ્રૉસેસર મળશે.