શોધખોળ કરો

6000mAhની બેટરી વાળા આ દમદાર ફોનની કિંમત ઘટી, હવે મળી રહ્યો છે આટલા સસ્તામાં, જાણો ઓફર

ઓછી કિંમતમાં 6000mAhની સાથે મળી રહેલા આ ફોનને તમે એકદમ સસ્તી કિંમતે ઘર લઇ જઇ શકો છો. ખરેખરમાં હાલમાં ચાલી રહેલી Realme Days Saleમાં તમે આ ફોનને ઓછામાં ઓર્ડર કરી શકો છો,

નવી દિલ્હીઃ અફોર્ડેબલ ફોન માટે જાણીતી સ્માર્ટફોન કંપની Realme આ વર્ષે લૉન્ચ કરાયેલા ફોન Realme Narzo 30Aને ઓછી કિંમતમાં સેલ કરી રહી છે. ઓછી કિંમતમાં 6000mAhની સાથે મળી રહેલા આ ફોનને તમે એકદમ સસ્તી કિંમતે ઘર લઇ જઇ શકો છો. ખરેખરમાં હાલમાં ચાલી રહેલી Realme Days Saleમાં તમે આ ફોનને ઓછામાં ઓર્ડર કરી શકો છો, અહીં આ ફોન માત્ર 8,499 રૂપિયામાં મળી રહ્યો છે. જાણો ફોનના ફિચર્સ વિશે....... 

Realme Narzo 30A સ્પેશિફિકેશન્સ- 
Realme Narzo 30A સ્માર્ટફોનમાં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 720x1600 પિક્સલ છે. ફોન મીડિયાટેક હીલિયો G85 પ્રૉસેસર વાળો છો. આ ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આમાં 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે. 

કેમેરા-
ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્ય છે, જેનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો છે, અને આનુ અપર્ચર એફ/2.2 છે, સાથે જ પોર્ટ્રેટ કેમેરા સેન્સર, અપર્ચર એફ/2.4 છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 

બેટરી અને કનેક્ટિવિટી-
Realme Narzo 30A ફોનને દમદાર બનાવવા માટે 6000mAhની બેટરી આપવામાં આવી છે, જે 18 વૉટની ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. કનેક્ટિવિટી માટે આમા 4G LTE, વાઇ-ફાઇ, બ્લૂટુથ v5.0, GPS/A-GPS અને ટાઇપ સી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામા આવ્યુ છે. 

Moto G10 Power સાથે થશે મુકાબલો- 
Realme Narzo 30A ફોનનો મુકાબલો Moto G10 Power સાથે થશે. મોટો જી10 પાવરની કિંમત ભારતમાં 9,999 રૂપિયા રાખવામાં આવી છે, આ સ્માર્ટફોનમાં તમને 4જીબી રેમ અને 64જીબી સ્ટૉરેજ મળી જશે. સાથે જ આમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, આ ફોનમાં 6000 mAhની બેટરી આપવામાં આવી છે. 

Realme લૉન્ચ કરશે એકદમ સસ્તો 5G સ્માર્ટફોન, 7,000થી પણ ઓછી હોઇ શકે છે કિંમત---
દેશ અને દુનિયામાં 5G સ્માર્ટફોનનનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે હાલ સ્માર્ટફોન કંપનીઓની વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલુ થઇ ગઇ છે. દરેક કંપની પોતાના ગ્રાહકોને સસ્તી કિંમતે 5G ફોન આપવા ઇચ્છે છે. આ કડીમાં સ્માર્ટફોન કંપની Realme બહુજ સસ્તી કિંમતે 5G લૉન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ છે કે આ 5G ફોનની કિંમત 7 હજાર રૂપિયાથી પણ ઓછી હોઇ શકે છે. 

7 હજાર રૂપિયાથી પણ ઓછી હશે કિંમત-  
Realmeના CEO માધવ શેઠે એ વાતની જાણકારી આપી છે કે  કંપની સૌથી સસ્તો 5G ફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. જોકે હજુ સુધી તેમને ફોનની લૉન્ચ ડેટનો ખુલાસો નથી કર્યો. સાથે જ કંપનીએ એ પણ નથી બતાવ્યુ કે આ ફોનમાં શું શું ખાસ ફિચર્સ આપવામાં આવશે. માધવ શેઠનુ માનીએ તો કંપની 100 ડૉલર એટલે કે લગભગ 7,000 રૂપિયાની કિંમતથી ઓછામાં 5G સ્માર્ટફોન જલ્દી લૉન્ચ કરી શકે છે. તેમને કહ્યું કે આ વર્ષે દિવાળી સુધી 60 લાખથી વધુ યૂનિટ્સ શિપ કરવામાં આવી શકે છે.  

5G પર રહેશે ધ્યાન- 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિયલમી હજુ સુધી 5G ડિવાઇસ પર જ પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. રિયલમીએ Narzo 30 સીરીઝના લૉન્ચિંગ સમયે સ્પષ્ટ કર્યુ હતુ કે અમારો ટાર્ગેટ આવનારા દિવસોમાં 5G સ્માર્ટફોનના મામલામાં ગ્લૉબલ લીડર બનવાનો છે. 

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget