શોધખોળ કરો

Realme લૉન્ચ કરશે એકદમ સસ્તો 5G સ્માર્ટફોન, 7,000થી પણ ઓછી હોઇ શકે છે કિંમત

દરેક કંપની પોતાના ગ્રાહકોને સસ્તી કિંમતે 5G ફોન આપવા ઇચ્છે છે. આ કડીમાં સ્માર્ટફોન કંપની Realme બહુજ સસ્તી કિંમતે 5G લૉન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ છે કે આ 5G ફોનની કિંમત 7 હજાર રૂપિયાથી પણ ઓછી હોઇ શકે છે. 

નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં 5G સ્માર્ટફોનનનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે હાલ સ્માર્ટફોન કંપનીઓની વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલુ થઇ ગઇ છે. દરેક કંપની પોતાના ગ્રાહકોને સસ્તી કિંમતે 5G ફોન આપવા ઇચ્છે છે. આ કડીમાં સ્માર્ટફોન કંપની Realme બહુજ સસ્તી કિંમતે 5G લૉન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ છે કે આ 5G ફોનની કિંમત 7 હજાર રૂપિયાથી પણ ઓછી હોઇ શકે છે. 

7 હજાર રૂપિયાથી પણ ઓછી હશે કિંમત-  
Realmeના CEO માધવ શેઠે એ વાતની જાણકારી આપી છે કે  કંપની સૌથી સસ્તો 5G ફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. જોકે હજુ સુધી તેમને ફોનની લૉન્ચ ડેટનો ખુલાસો નથી કર્યો. સાથે જ કંપનીએ એ પણ નથી બતાવ્યુ કે આ ફોનમાં શું શું ખાસ ફિચર્સ આપવામાં આવશે. માધવ શેઠનુ માનીએ તો કંપની 100 ડૉલર એટલે કે લગભગ 7,000 રૂપિયાની કિંમતથી ઓછામાં 5G સ્માર્ટફોન જલ્દી લૉન્ચ કરી શકે છે. તેમને કહ્યું કે આ વર્ષે દિવાળી સુધી 60 લાખથી વધુ યૂનિટ્સ શિપ કરવામાં આવી શકે છે.  

5G પર રહેશે ધ્યાન- 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રિયલમી હજુ સુધી 5G ડિવાઇસ પર જ પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. રિયલમીએ Narzo 30 સીરીઝના લૉન્ચિંગ સમયે સ્પષ્ટ કર્યુ હતુ કે અમારો ટાર્ગેટ આવનારા દિવસોમાં 5G સ્માર્ટફોનના મામલામાં ગ્લૉબલ લીડર બનવાનો છે. 

આની સાથે થશે ટક્કર-
Realmeના આ સસ્તાં 5G ફોનના આવ્યા બાદ ભારતમાં મુકાબલો વધુ કડક થઇ જશે. કેમકે તાજેતરમાં જ રિલાયન્સે સસ્તાં 5G ફોનની જાહેરાત કરી છે. વળી શ્યાઓમી, ઓપ્પો  જેવી કંપની પણ ભારતમાં રિયલમીને ટક્કર આપે છે. 

5000mAh બેટરી સાથે Realme નો નવો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ---
Realme C11 2021 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઈ ગયો છે. તેના માટે કોઈ લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું ન હતું. પરંતુ ફોનને સીધા જ દેશમાં કંપનીની સત્તાવાર વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ફોન વિતેલા વર્ષે જુલાઈમાં લોન્ચ થયેલ ફર્સ્ટ જનરેશન Realme C11નું નવું વર્ઝન છે.

Realme C11 2021ના સિંગલ 2GB + 32GB વેરિઅન્ટની કિંમત 6,999 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીની વેબાસઈટ પર તેને સેલ માટે ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ તેને એમેઝોન ઇન્ડિયા અને ઓફલાઈન સ્ટોર્સથી પણ ખરીદી શકાય છે. રિયલમીના આ નવા સ્માર્ટફોનના ગ્રાહકો કૂલ બ્લૂ અને કૂલ ગ્રે કલર ઓપ્શનમાં ખરીદી શકશે.

આ સ્માર્ટફોનમાં 60Hz રિફ્રેશ રેટની સાથે 6.5-ઇંચ (1600 x 720 પિક્સલ) HD+ LCD મિની ડ્રોપ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનના રિયરમાં ફોટોગ્રાફી માટે 8MPનો કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં નથી આવ્યું. રિયર કેમેરેની સાથે ગ્રાહોકને એક LED ફ્લેશ અને ફુલ એચડી વીડિયો રેકોર્ડિંગનું સપોર્ટ પણ મળશે. સાથે જ હીં એચડી વીડિયો રેકોર્ડિંગ ઓપ્શનની સાથે 5MPનો ફ્રન્ટ કેમેરા પણ મળશે. આ સ્માર્ટફોનની બેટરી 5000mAhની છે અને તે 10W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Realme C11 2021માં 2GB LPDDR4x રેમ અને IMG8322 GPUની સાથે 1.6GHz ઓક્ટા-કોર Unisoc SC9863A પ્રોસેસર આપવામાં આવ્યો છે. ફોનની ઇન્ટરનલ મેમરી 32GB છે. જેને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. ડ્યુઅલ સિમ (નેનો) સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 બેસ્ડ Realme UI Go એડિશન પર ચાલે છે અને તેમાં કનેક્ટિવટી માટે Dual 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, Bluetooth 4.2, GPS/ GLONASS/ Beidou અને માઈક્રો યૂએસબી સપોર્ટ આપવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Embed widget