Recharge Plan: Vodafone-Ideaએ લોન્ચ કર્યા 2 પ્રીપેઈડ પ્લાન, Jio અને Airtelને આપશે ટક્કર
તેમાં કોઈ ડેટા ઓફર નથી. આ પ્લાનમાં 10 લોકલ નાઈટ મિનિટ મળશે, જે તમે રાત્રે 11થી સવારે 6 સુધી ઉપયોગ કરી શકો છો.
ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકો માટે એકથી એક શાનદાર પ્લાન લોન્ચ કરી રહી છે. હવે Vodafone-Idea (VI)એ Jio અને Airtelને ટક્કર આપતા 2 નવા સસ્તા પ્રીપેઈડ રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. તેમાં 128 અને 267 રૂપિયાની કિંમતવાળા આ પ્લાન સામલે છે. આ બન્ને પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને ફ્રી ડેટાનો લાભ મળશે. કંપનીએ 267 રૂપિયાવાળા પ્લાનમાં ડેઈલી એસએમએસના મામલે પણ કોઈ ઘટાડો નથી કર્યો. આવો જાણીએ Vodafone-Idea (VI), Jio અને Airtelના આ પ્લાનમાં તમને કઈ ખાસ ઓફર્સ આપવામાં આવી રહી છે.
VIનો 128 રૂપિયાનો રિચાર્જ પ્લાનટ
આ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે.
તેમાં કોઈ ડેટા ઓફર નથી. આ પ્લાનમાં 10 લોકલ નાઈટ મિનિટ મળશે, જે તમે રાત્રે 11થી સવારે 6 સુધી ઉપયોગ કરી શકો છો.
આ પ્લાનમાં 2.5 પૈસા પ્રતિ સેકન્ડ પ્રમાણે નેશનલ અને ઇન્ટરનેશનલ કોલિંગની સુવિધા મળે છે.
એસએમએસ માટે 1 રૂપિયા ચાર્જ અને એટીડી કોલિંગ માટે 1.5 રૂપિયા ચાર્જ આપવો પડશે. આ પ્લાન એરટેલના 128 રૂપિયાના પ્લાનને ટક્કર આપશે.
Airtelનો 128 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે.
આ પ્લાનમાં ટોકટાઈ, ડેટા અને એસએમએસની કોઈ સુવિધા નથી.
તમારે લોકલ અને એસટીડી કોલ માટે 2.5 પૈસા પ્રતિ સેકન્ડ પ્રમાણે ખર્ચ કરવો પડશે.
Viનો 267 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 30 દિવસની છે.
આ પ્લાનમાં તમને 100 એસએમએસ અને કુલ 25 જીબી ડેટા મળશે. પ્લાનમાં ડેટા માટે ડેઈલી FUP લિમીટ નથી. તમે ઇચ્છો તો એક જ દિવસમાં 25 જીબી ડેટાનો ઉપયોગ કરી શકો છો.
પ્લાનમાં તમને ફ્રી VI મૂવી અને TV એપનું સબ્સક્રિપ્શન મળશે. વોડાફોને આ પ્લાન જિઓના 247 રૂપિયાના પ્લાનને ટક્કર આપવા માટે માર્કેટમાં ઉતાર્યો છે.
jioનો 247 રૂપિયાવાળો પ્લાન
જિઓના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી છે.
આ પ્લાનમાં કુલ 25 જીબી ડેટા હાઈસ્પીડ મળે છે.
ઉપરાંત અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસ ફ્રીમાં મળશે.