શોધખોળ કરો
Advertisement
399માં લોન્ચ થઈ શકે છે Jio Phone Lite, 50 રૂપિયામાં મળશે આ ઓફર
આ પ્લાનમાં યુઝર્સને કોઈ ડેટા ઓફર મળશે નહી. Jio ફોન લાઇટને કંપનીની આગામી એજીએમ 2020 માં લોન્ચ કરાઇ શકે છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ એક નવો ફીચર ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ વખતે કંપની વધારે સસ્તો ફોન લોન્ચ કરી શકે છે. આ JioPhoneની જેમ જ ફીચર ફોન હશે પરંતુ તેમાં ઇન્ટરનેટ નહીં ચાલે. 91mobilesના એક અહેવાલ અનુસાર કંપની Jio Phone Lite પર કામ કરી રહી છે અને તેના માટે રિટેલર્સ પાસે સર્વે પણ કરાવવામાં આવી રહ્યો છે.
જો કંપનીએ Jio Phone Lite લોન્ચ કર્યો તો પ્રથમ વખત એવું થશે જ્યારે રિલાયન્સ જિઓ ઇન્ટરનેટ વગરનો કોઈ ફોન લોન્ચ કરશે. તેની કિંમત 500 રૂપિયાની અંદર રાખવામાં આવી શકે છે. અહેવાલ અનુસાર તેને 399 રૂપિયા સાથે માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. તેની સાથે જ કંપની ખાસ પ્લાન પણ લોન્ચ કરશે. તેમાં 50 રૂપિયાનું પેક હશે જેની વેલિડિટી 28 દિવસની હશે. આ પ્રીપેડ પ્લાનને ખાસ રીતે Jio Phone Lite માટે તૈયાર કરવામાં આવી શકે છે.
આ પ્લાનમાં યુઝર્સને કોઈ ડેટા ઓફર મળશે નહી. Jio ફોન લાઇટને કંપનીની આગામી એજીએમ 2020 માં લોન્ચ કરાઇ શકે છે. આ ફીચર ફોનને એવા યુઝર્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે જે મોબાઇલ ફોનનો ઉપયોગ ફક્ત કોલિંગ માટે કરે છે.
ઉલ્લેખનિય છે કે અન્ય ટેલિકોમ કંપનીઓની પાસે 2જી અને 4જી નેટવર્ક છે. જ્યારે જિયો પાસે માત્ર 4જી સ્પેક્ટ્રમ છે. તેવામાં કંપની તેના ઇન્ટરનેટનો ઉપયોગ ના કરતા યુઝર્સને ટારગેટ કરવાનું વિચારી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion