શોધખોળ કરો
Advertisement
આખા દેશમાં લોન્ચ થઈ Reliance Jioની આ નવી સુવિધા, ફ્રીમાં થઈ શકશે વાત
જિઓનાં ગ્રાહકો વાઇ-ફાઇ કોલ્સ પર વીડિયો પણ કરી શકે છે અને આ તમામ કોઈપણ પ્રકારનાં વધારાનાં ખર્ચ વિના ઉપલબ્ધ છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ બુધવારે પોતાના ગ્રાહકો માટે એક નવી ભેટ આપી છે. રિલાયન્સ જિઓએ વોયસ એન્ડ વીડિયો ઓવર વાઈ-ફાઈ સર્વિસ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સર્વિસ કોઈપણ વાઈ ફાઈ પર અને ભારતમાં દરેક જગ્યાએ કામ કરશે અને 150થી વધારે સ્માર્ટફોન જિઓની આ સેવાને સપોર્ટ કરશે.
રિલાયન્સ જિઓએ પોતાના ગ્રાહકોને સારી સર્વિસ અને અનુભવ આપવા માટે દેશભરમાં વાઈ-ફાઈ પર ચાલી રહેલ વોઈસ અને વીડિયો સર્વિસ લોન્ચ કરી છે. જિઓ આ સર્વિસને ઘણાં મહિનાથી ટેસ્ટ કરી રહી હતી પરંતુ હવે 16 જાન્યુઆરી સુધી દેશભરમાં લોન્ચ થઈ જશે.
જિઓનાં ગ્રાહકો વાઇ-ફાઇ કોલ્સ પર વીડિયો પણ કરી શકે છે અને આ તમામ કોઈપણ પ્રકારનાં વધારાનાં ખર્ચ વિના ઉપલબ્ધ છે! જિઓના ડાયરેક્ટર આકાશ અંબાણીએ આ સેવા શરૂ કરવા અંગે જણાવ્યું હતું કે, “જિઓમાં અમે ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવા અને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા સતત ઇનોવેશન કરીએ છીએ. આ તબક્કે જ્યારે જિઓ ગ્રાહક દર મહિને સરેરાશ 900 મિનિટ વોઇસ કોલનો ઉપયોગ કરે છે અને ગ્રાહકોની સંખ્યા વધી રહી છે, ત્યારે જિઓ વાઇ-ફાઇ કોલિંગ જિઓનાં દરેક ગ્રાહકનો વોઇસ-કોલિંગ અનુભવને ઉત્કૃષ્ટ બનાવશે, જે ભારતના પ્રથમ સંપૂર્ણ વોલ્ટી નેટવર્ક સાથે ઉદ્યોગજગતનું માપદંડ બની ચૂક્યો છે.”
જિયો વાઇ-ફાઇ કોલિંગને સક્ષમ બનાવવા સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ Jio.com/wificalling પર ઉપલબ્ધ છે. જિયો વાઇ-ફાઇ કોલિંગ 7થી 16 જાન્યુઆરી, 2020 વચ્ચે આખા ભારતમાં ઉપલબ્ધ બનશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion