Jioએ ફરી ગ્રાહકોને આપ્યો ઝટકો, હવે આ બે પ્રીપેડ પ્લાન્સમાં નહીં મળે અગાઉ જેવા બેનિફિટ
થોડા દિવસો પહેલા જ Jio એ પણ તેના 448 રૂપિયાના પ્લાનને અપડેટ કર્યો હતો

રિલાયન્સ જિયોએ તેના બે પોપ્યુલર ડેટા એડ-ઓન પ્લાન્સ - 69 રૂપિયા અને 139 રૂપિયાના પેકની વેલિડિટીને રિવાઇઝ કરી છે. ટેલિકોમ કંપનીએ આ પ્લાન્સ માટે સ્ટેન્ડઅલોન વેલિડિટી પણ રજૂ કરી છે, જે તેમના અગાઉના સ્ટ્રક્ચરમાં એક ફેરફાર છે. અગાઉ આ પ્લાન યુઝરના બેઝ પ્લાન જેટલી જ વેલિડિટી ધરાવતા હતા. થોડા દિવસો પહેલા જ Jio એ પણ તેના 448 રૂપિયાના પ્લાનને અપડેટ કર્યો હતો અને 189 રૂપિયાનો પેક ફરીથી રજૂ કર્યો હતો.
રિલાયન્સ જિયોએ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યા
અગાઉ 69 રૂપિયા અને 139 રૂપિયાના ડેટા એડ-ઓન પેક યુઝરના એકાઉન્ટ પર એક્ટિવ બેઝ રિચાર્જ સુધી ચાલતા હતા. ઉદાહરણ તરીકે, જો બેઝ પેકની માન્યતા 30 દિવસની હોય તો એડ-ઓન તે જ સમયગાળા માટે એક્ટિવ રહેતા હતા.
જોકે, નવા સુધારા પછી બંને જિયો પ્રીપેડ પ્લાન હવે ફક્ત 7 દિવસની સ્ટેન્ડઅલોન વેલિડિટી સાથે આવે છે. આનો અર્થ એ થયો કે યુઝર્સ આ પ્લાન્સ હેઠળ ઓફર કરવામાં આવતા ડેટાનો ઉપયોગ કરવા માટે ફક્ત એક અઠવાડિયાનો સમય મળશે જે બેઝ પેક સાથે સંકળાયેલી અગાઉની લાંબી વેલિડિટીથી વિપરીત છે.
ડેટા બેનિફિટ્સની વાત કરીએ તો 69 રૂપિયાના પ્લાનમાં 6GB હાઇ-સ્પીડ ડેટા મળે છે, જ્યારે 139 રૂપિયાના પ્લાનમાં 12GB ડેટા મળે છે. એકવાર આખો ડેટા ખતમ થઈ જાય પછી ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 64Kbps થઈ જશે. આ ફક્ત ડેટા-પ્લાન છે. આનો અર્થ એ થયો કે આ પ્લાન્સમાં વોઇસ કોલ અથવા એસએમએસ જેવા લાભ મળતા નથી. વધુમાં જો યુઝર્સ પાસે તેના નંબર પર એક્ટિવ બેઝ પ્લાન હોય તો જ એડ-ઓન્સ કામ કરશે.
ગયા વર્ષે જિયો સહિત અન્ય ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. હવે પ્લાન્સની વેલિટીડીને ઘટાડવી એ ગ્રાહકો માટે આંચકા જેવું છે.
રિલાયન્સ જિયોએ થોડા સમય પહેલા તેનો 189 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ ફરીથી લોન્ચ કર્યો હતો. તેને થોડા સમય માટે ઓફરમાંથી દૂર કરવામાં આવ્યો હતો. આ પ્લાન 'એફોર્ડેબલ પેક્સ' વિભાગ હેઠળ લિસ્ટેડ છે અને તે એવા યુઝર્સ માટે છે જેઓ બેઝિક કનેક્ટિવિટી ઇચ્છે છે.
રિલાયન્સ જિયોનો 448 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
જિયોએ તેના 448 રૂપિયાવાળા પ્રીપેડ રિચાર્જ પ્લાનની કિંમત પણ ઘટાડીને 445 રૂપિયા કરી દીધી છે. આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી, 2GB ડેઇલી ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ અને 100 SMS પ્રતિ દિવસ મળે છે. વધુમાં સબ્સ્ક્રાઇબર્સ Zee5, JioCinema Premium, SonyLIV અને Lionsgate Play સહિત વિવિધ OTT પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે.





















