(Source: ECI/ABP News/ABP Majha)
Restaurant : આ રેસ્ટોરન્ટમાં માણસ નહીં રોબોટ લે છે ગ્રાહકનો ઓર્ડર
સવાલ એ છે કે શું આવનારા સમયમાં રોબોટ્સ માણસનું સ્થાન લેશે? જો હા, તો આનાથી રોજગારમાં નોંધપાત્ર ઘટાડો થશે.
McDonald's Automatic Restaurant: જો તમે કોઈ રેસ્ટોરન્ટમાં જશો અને તમારો ઓર્ડર લેવા માટે તમારી સામે રોબોટ દેખાય તો તમને કેવું લાગશે? કદાચ તમે થોડા સમય માટે આઘાત પામશો. બસ આવી જ એક જગ્યા બની રહી છે. સ્થળ અમેરિકા છે. મેકડોનાલ્ડની પ્રથમ ઓટોમેટેડ રેસ્ટોરન્ટ અહીં ખુલ્લી છે. આ રેસ્ટોરન્ટમાં રોબોટ ઓર્ડર લેવા આવે છે. આ સમાચાર સામે આવતાની સાથે જ અનેક સવાલો પણ સામે આવ્યા છે.
સવાલ એ છે કે શું આવનારા સમયમાં રોબોટ્સ માણસનું સ્થાન લેશે? જો હા, તો આનાથી રોજગારમાં નોંધપાત્ર ઘટાડો થશે. રોબોટ અને માનવને લગતો આ મુદ્દો ઘણો મોટો છે જેની વિગતવાર ચર્ચા કરવાની જરૂર છે. જો કે, હવે આ અનોખા રેસ્ટોરન્ટ વિશે વિગતવાર જાણીએ.
ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
આ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ અમેરિકાના ટેક્સાસમાં ખુલી છે. Kaansanity નામના એક ઈન્સ્ટાગ્રામ યુઝરે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર કોઈ સ્ટાફ વગરની રેસ્ટોરન્ટનો વીડિયો શેર કર્યો છે. ક્લિપ આઉટલેટની અંદર બર્ગર પહોંચાડતો રોબોટ બતાવે છે. કાઉન્ટર પર કોઈ ન હોવાનું પણ દેખાઈ રહ્યું છે. Kaansanity નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે પોતાના બાયોમાં ટેક ટિપ્સ લખી છે. તેઓ ટેકને લગતા વીડિયો બનાવતા રહે છે. યુઝરને બ્લુ ટિક પણ મળી છે.
કેવી રીતે કરે છે ઓર્ડર?
Kaansanity નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે પોતાના વીડિયોમાં જણાવ્યું છે કે આ રેસ્ટોરન્ટમાં ફૂડ કેવી રીતે ઓર્ડર કરવું. આ માટે તમે ત્યાં રાખવામાં આવેલી સ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. યૂઝરે સ્ક્રીન દ્વારા પોતાનું ખાવાનું પણ ઓર્ડર કર્યું છે. આ સિવાય તમે QR સ્કેન કરીને પણ તમારા સ્માર્ટફોનથી ઓર્ડર કરી શકો છો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકડોનાલ્ડ્સે આવી જ એક રેસ્ટોરન્ટ શરૂ કરી છે. મેકડોનાલ્ડના પ્રવક્તાએ ડિસેમ્બરમાં ધ ગાર્ડિયનને જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટને ટેસ્ટ તરીકે ખોલવામાં આવી હતી.
Ahmedabad: અમદાવાદને મળશે વધું એક નઝરાણું, સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આ તારીખે શરૂ થશે રિવર ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ
શહેરને વધું એક નઝરાણું મળવા જઈ રહ્યું છે. શહેરની સાબરમતી નદીના રિવરફ્રન્ટ ઉપર રિવર ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે. એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટમાં ક્રૂઝ રેસ્ટોરન્ટ શરુ થશે.
ક્રૂઝ બોટ અમદાવાદના સરદાર બ્રીજથી ગાંધીબ્રીજ સુધી ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે. દક્ષિણ ગુજરાતના વલસાડના ઉંમરગામથી ક્રૂઝ અલગ અલગ છ તબક્કામાં લાવવામાં આવ્યું છે. ત્રણ મહિનામાં ક્રૂઝને એસેમ્બલ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. હાલની ગણતરી અનુસાર 125 થી 150 લોકો એક સાથે આ ક્રૂઝ ઉપર બેસી શકશે.
વર્ષ 2022 માં PPP મોડેલ ઉપર SRFDL દ્વારા આ પ્રોજેક્ટની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, જેના માટે ક્રૂઝ બોટની ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર અપાયો છે. AMC નો દાવો છે કે દેશમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે, જે નદીમાં કાર્યરત હશે. ક્રૂઝ બોટમાં લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે મુકવામાં આવશે.