(Source: ECI/ABP News/ABP Majha)
Samsung નો યૂઝર્સને ઝાટકો! આ બે જાણીતા સ્માર્ટફોન્સની કિંમત વધારી, જાણો શું છે નવા ભાવ
આ હવે ઓફલાઈન અને ઓનલાઈન બંને મોંઘા મળશે.
દક્ષિણ કોરિયાની ટેક કંપની સેમસંગના વપરાશકર્તાઓ માટે ખરાબ સમાચાર છે. વાસ્તવમાં કંપનીએ તેના બે લોકપ્રિય સ્માર્ટફોન Samsung Galaxy M12 અને Samsung Galaxy F12 ની કિંમતોમાં વધારો કર્યો છે. સેમસંગે આ બંને ફોન પર 500 રૂપિયાનો વધારો કર્યો છે. આ હવે ઓફલાઈન અને ઓનલાઈન બંને મોંઘા મળશે. આ બંને સ્માર્ટફોનના ફીચર્સ લગભગ સમાન છે. ચાલો જાણીએ કે તેમના ભાવ વધ્યા પછી તેમની કિંમત કેટલી થઈ ગઈ છે.
સેમસંગ ગેલેક્સી M12ના ફીચર્સ
સેમસંગ ગેલેક્સી M12 માં 6.5-ઇંચ HD + ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 720x1600 પિક્સલ છે. ડ્યુઅલ સિમ સપોર્ટ સાથેનો આ ફોન એન્ડ્રોઇડ ઓએસ આધારિત વન યુઆઇ કોર પર આધારિત છે. ફોનમાં TFT Infinity-V ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન Exynos 850 પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ અને 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વિકલ્પ છે. તેનું સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડની મદદથી 1 ટીબી સુધી વધારી શકાય છે.
કેમેરા અને બેટરી
સેમસંગ ગેલેક્સી M12 માં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં f / 2.0 અપર્ચર સાથે 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે. બીજો 5 MP અલ્ટ્રા વાઈડ લેન્સ, જેમાં અપર્ચર f / 2.2 છે અને ત્રીજો અને ચોથો લેન્સ 2 MP ડેપ્થ સેન્સર, મેક્રો લેન્સ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8 MP નો ફ્રન્ટ કેમેરા છે. પાવર માટે તેમાં 6000mAh ની બેટરી છે, જે 4G નેટવર્ક પર 58 કલાકનો બેકઅપ આપે છે.
સેમસંગ ગેલેક્સી F12ના ફીચર્સ
સેમસંગ ગેલેક્સી એફ 12માં 6.5 ઇંચની એચડી પ્લસ ઇન્ફિનિટી વી ડિસ્પ્લે છે, જે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોન Exynos 850 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી પણ વધારી શકાય છે.
કેમેરા અને બેટરી
સેમસંગ ગેલેક્સી એફ 12 નો કેમેરો તેની ખાસિયત છે. ફોટોગ્રાફી માટે, આ ફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપી શકાય છે, જેનું પ્રાથમિક સેન્સર 48 મેગાપિક્સલનું હશે. આમાં સેમસંગ આઇસોસેલ ટેકનોલોજી અને જીએમ 2 સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે શ્રેષ્ઠ કેમેરા પરિણામ આપશે. ફોનની બેક પેનલમાં LED ફ્લેશ પણ આપવામાં આવી છે. સેમસંગ ગેલેક્સી F12 માં પાવર માટે 6000mAh ની બેટરી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.