(Source: ECI/ABP News/ABP Majha)
Samsungનો સસ્તો 5G ફોન જલ્દી થઇ શકે છે લૉન્ચ, અહીં જાણો સંભવિત કિંમત અને સ્પેશિફિકેશન્સ
લીક ડિટેલ્સનુ માનીએ તો Samsung Galaxy M42 5G સ્માર્ટફોન 6GB અને 8GB વેરિએન્ટમાં લૉન્ચ થઇ શકે છે. આ સેમસંગની M સીરીઝનો પહેલો 5G સ્માર્ટફોન હશે. સેમસંગના આ ફોનનુ સપોર્ટ પેજ સેમંસગ ઇન્ડિયાની વેબસાઇટ પર લાઇવ આપવામાં આવ્યુ છે. આ પછી એ માનવામાં આવી રહ્યુ છે કે આ ફોન આ મહિનામાં જ ભારતમાં એન્ટ્રી કરી શકે છે.
નવી દિલ્હીઃ કોરિયન ટેક કંપની સેમસંગ બહુ જલ્દી પોતાનો સસ્તો 5G ફોન લૉન્ચ કરવા જઇ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં કંપની Samsung Galaxy M42 5G માર્કેટમાં ઉતારી શકે છે. વળી, લૉન્ચ પહેલા આ ફોનના ફિચર્સ લીક થઇ ગયા છે. આ ફોન 20,000 થી 25000 ની રેન્જમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. જાણો આ ફોનમાં શું હશે ખાસ....
બે વેરિએન્ટમાં થઇ શકે છે લૉન્ચ...
લીક ડિટેલ્સનુ માનીએ તો Samsung Galaxy M42 5G સ્માર્ટફોન 6GB અને 8GB વેરિએન્ટમાં લૉન્ચ થઇ શકે છે. આ સેમસંગની M સીરીઝનો પહેલો 5G સ્માર્ટફોન હશે. સેમસંગના આ ફોનનુ સપોર્ટ પેજ સેમંસગ ઇન્ડિયાની વેબસાઇટ પર લાઇવ આપવામાં આવ્યુ છે. આ પછી એ માનવામાં આવી રહ્યુ છે કે આ ફોન આ મહિનામાં જ ભારતમાં એન્ટ્રી કરી શકે છે.
સંભવિત સ્પેશિફિકેશન્સ....
સેમસંગ ગેલેક્સી એમ42 5G સ્માર્ટફોનની સ્પેશિફિકેશન્સની કંપની તરફથી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવી, પરંતુ આની કેટલીક ડિટેલ્સ સામે આવી છે, આ ડિટેલ પ્રમાણે આ ફોનમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750G પ્રૉસેસર આપવામાં આવી શકે છે. માર્કેટમાં આ ફોન Knox સિક્યૂરિટી ફિચરની સાથે ઉતારવામાં આવી શકે છે. આ ફિચરની સાથે લૉન્ચ થનારો આ સેમસંગનો પહેલો સ્માર્ટફોન હશે.
કેમેરા અને બેટરી....
Samsung Galaxy M42 5G ફોન Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી શકે છે. ફોનમાં 128 GB સુધી ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ફોનમાં 64 મેગાપિક્સલ કેમેરા મળવાની આશા છે. વળી પાવર માટે ફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી શકે છે. લીક ડિટેલ્સનુ માનીએ તો Samsung Galaxy M42 5G સ્માર્ટફોન 6GB અને 8GB વેરિએન્ટમાં લૉન્ચ થઇ શકે છે. આ સેમસંગની M સીરીઝનો પહેલો 5G સ્માર્ટફોન હશે. સેમસંગના આ ફોનનુ સપોર્ટ પેજ સેમંસગ ઇન્ડિયાની વેબસાઇટ પર લાઇવ આપવામાં આવ્યુ છે. આ પછી એ માનવામાં આવી રહ્યુ છે કે આ ફોન આ મહિનામાં જ ભારતમાં એન્ટ્રી કરી શકે છે.