(Source: ECI/ABP News/ABP Majha)
Googleને કમાન્ડ આપીને બનાવી શકો છો AI ફોટોઝ, જાણો શું છે આની પ્રૉસેસ
ટેક્નોલોજી કંપનીઓ એઆઈને લઈને એકબીજા સામે દોડી રહી છે. એક કંપની કેટલાક અપડેટ્સ આપી રહી છે જ્યારે બીજી યૂઝર્સ માટે તેનાથી પણ મોટું અપડેટ લાવી રહી છે
SGE generate images in search bar: આજકાલ દુનિયામાં ટેકનોલૉજી સતત આગળ વધી રહી છે, સ્માર્ટફોન અને ઇન્ટરનેટ યૂઝર્સ સતત ટેકનોલૉજીનો ઉપયોગ કરીને નવા નવા ઇનૉવેશન આપી રહ્યાં છે, હવે આ કડીમાં એક ખાસ ઇનૉવેશન એઆઇ આવ્યુ છે. આજકાલ આર્ટિફિશિયલ ઇન્જેલિજન્સના ઉપયોગથી તમામ વસ્તુઓ થઇ રહી છે, જાણો તમે ગૂગલની મદદથી કઇ રીતે એઆઇ ઇમેજ બનાવી શકો છો.
ટેક્નોલોજી કંપનીઓ એઆઈને લઈને એકબીજા સામે દોડી રહી છે. એક કંપની કેટલાક અપડેટ્સ આપી રહી છે જ્યારે બીજી યૂઝર્સ માટે તેનાથી પણ મોટું અપડેટ લાવી રહી છે. અત્યાર સુધી, ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓએ તેમના AI મૉડલ લૉન્ચ કર્યા છે અને તેમાં ઘણા નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. તાજેતરમાં Google એ જાહેરાત કરી છે કે તેનો સર્ચ જનરેટર એક્સપિરિયન્સ (SGE) યૂઝર્સ ટેક્સ્ટ પ્રૉમ્પ્ટથી સીધી છબીઓ બનાવવાનો ઓપ્શન આપશે. એટલે કે, જેમ થોડા મહિનાઓ પહેલા, માઇક્રોસૉફ્ટે લોકોને Bing સર્ચમાં Bing ઇમેજ ક્રિએટરનો સમાવેશ કરીને AI ઇમેજ બનાવવાનો ઓપ્શન આપ્યો હતો, હવે આવો જ વિકલ્પ Google SGE માં પણ આવવાનો છે.
શું છે ગૂગલનું SGE ?
જેઓ નથી જાણતા કે Google નું SGE શું છે, હકીકતમાં તે એક AI સપોર્ટેડ સર્ચ એન્જિન છે જે AI દ્વારા યૂઝર્સના બ્રાઉઝિંગ અનુભવને પહેલા કરતા વધુ સારો બનાવે છે. આ Google તરફથી એક નવા પ્રકારનું સર્ચ એન્જિન છે જે યૂઝર્સ સવાલોના વધુ વ્યાપક અને માહિતીપ્રદ જવાબો જનરેટ કરવા માટે AI નો ઉપયોગ કરે છે. કંપનીએ તેના SGE ને 'Search' અને 'Interface' ક્ષમતાઓ સાથે વિકસાવી છે અને તેને તેના યૂઝર્સ માટે વધુ ઇન્ટરેક્ટિવ અને ઉપયોગી બનાવવા માટે નવી સુવિધાઓ પણ એડ કરી શકે છે.
થોડા સમય પહેલા, કંપનીએ યૂઝર્સને SGE દ્વારા 'સર્ચ ક્વેરીઝનો સમરી' કરવાનો ઓપ્શન આપ્યો હતો જેથી તેઓ ઓછા સમયમાં ચોક્કસ માહિતી મેળવી શકે. અન્ય અપડેટમાં કંપનીએ યૂઝર્સને સર્ચ કરેલા વાક્યોમાં વ્યાકરણ અને અન્ય ભૂલો તપાસવાનો ઓપ્શન પણ આપ્યો છે. હવે કંપની યૂઝર્સને સર્ચ બારમાં AI ઇમેજ બનાવવાનો ઓપ્શન આપી રહી છે. આ માટે, તમારે SGE ટૂલ ચાલુ કરવું પડશે અને create શબ્દ ટાઈપ કરીને કોઈપણ ક્વેરી દાખલ કરવી પડશે. જેમ કે બાળક રમે છે વગેરે. થોડા સમયની અંદર Google AI ની મદદથી તે તમારા માટે સર્ચ બારની નીચે એક AI ઇમેજ બનાવશે.
ઉલ્લેખનીય છે કે, Google ની ઇમેજ ક્રિએશન કંપનીના Imagen ફેમિલી મૉડલ દ્વારા ચલાવવામાં આવે છે જે Google Slides અને Meetમાં જોવા મળતી સુવિધાઓ જેવી જ છે.