શોધખોળ કરો

WhatsApp માટે જોખમી બની શકે છે આ મેસેજિંગ App, વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિએ આપી આ સલાહ

લોકપ્રિય એપ હોવાને કારણે લોકો વૉટ્સઅપની દાદાગીરી પણ ચલાવીને તેનો વપરાશ કરે છે. જોકે માર્કેટમાં તેના વિકલ્પ તરીકે કેટલીક એપ આવી ચૂકી છે, જેમાં સૌથી વધારે મજબૂત વિકલ્પ સિગ્નલ છે.

વૉટ્સઅપ ફેબુ્રઆરી માસથી નવી પોલિસી લાવી રહ્યું છે. એ મુજબ વૉટ્સઅપ પોતાનો ડેટા પોતાની પેરેન્ટ કંપની ફેસબૂક સાથે શેર કરશે. ફેસબૂક ડેટા સલામત ન રાખવા માટે બદનામ છે. વૉટ્સઅપમાં પ્રાઈવસીનો અત્યાર સુધી ખાસ ઈસ્યુ નથી આવ્યો, પરંતુ વૉટ્સઅપ ડેટા ફેસબૂકને આપવા લાગે તો એ યુઝર્સ માટે જોખમી સાબિત થઈ શકે. કેમ કે વારંવાર સાબિત થયું છે કે ફેસબૂકમાં ડેટા સલામત નથી રહેતો. લોકપ્રિય એપ હોવાને કારણે લોકો વૉટ્સઅપની દાદાગીરી પણ ચલાવીને તેનો વપરાશ કરે છે. જોકે માર્કેટમાં તેના વિકલ્પ તરીકે કેટલીક એપ આવી ચૂકી છે, જેમાં સૌથી વધારે મજબૂત વિકલ્પ સિગ્નલ છે. સિગ્નલ નામની એપ વૉટ્સઅપની માફક મેસેજિંગની જ સુવિધા આપે છે. વૉટ્સઅપના વિવાદ પછી સિગ્નલે ટ્વીટ કરી હતી કે, યુઝર્સ અમારો ઉપયોગ કરે, અમે કોઈ સાથે ડેટા શેર નથી કરવાના. સિગ્નલે સીધી રીતે કશું કહ્યા વગર વિગતો શેર કરી હતી કે વૉટ્સઅપ તમારો કેટલો ડેટા લીક કરે છે, ફેબસૂક કેટલો ડેટા લીક કરે છે અને સિગ્નલ પોતે કશો ડેટા લીક નથી કરતું. વળી ટેસ્લા મોટર્સના સ્થાપક સંશોધક અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કે જાહેર કર્યું કે હું તો વૉટ્સઅપને બદલે સિગ્નલ વાપરીશ. એ પછી દુનિયાભરમાં લાખો લોકએ સિગ્નલ ડાઉનલોડ કરવાની શરૂઆત કરી હતી. સિગ્નલનું સર્વર પણ તેનાથી જામ થયુ હતુ. વૉટ્સઅપ વર્સિસ સિગ્નલનો ટ્વિટર પર જંગ શરૂ થયો હતો. સિગ્નલ ફાઉન્ડેશને આ એપ તૈયાર કરી છે ફેસબુકને વોટ્સએપ વેચ્યા બાદ કો ફાઉન્ડર બ્રાયન એક્ટને સિગ્નલ ફાઉન્ડેશન બનાવ્યું. ફેસબુક મેસેન્જરની જેમ જ આ પણ એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે જેને વિશ્વમાં સૌથી વધારે સિક્યોર ગણવામાં આવે છે. Signal App અને WhatsAppમાં શું ફેર છે? Signal App યૂજરનો કોઈપણ પ્રકારનો ડેટા કલેક્ટ નથી કરતું જ્યારે WhatsAppએ હવે યૂઝરનો ડેટા જમા કરવાનું શરૂ કર્યું છે. સિગ્નલ એપ માત્ર યૂઝરનો મોબાઈલ નંબર લે છે જ્યારે વોટ્સએપ ફોન નંબર, કોન્ટેક્ટ લિસ્ટ, લોકેશન, મેસેજ જેવા તમામ ડેટા મેળવે છે. સિગ્નલ એપ તમારા મોબાઈલ નંબરને ઓળક સાથે નથી જોડતી જ્યારે વોટ્સએપ જે ડેટા જમા કરે છે તેનાથી યૂઝરની પ્રોફાઈલ તૈયાર થઈ જશે. Signal Appમાં એક બીજા સાથે વાતચીતનો સ્ક્રીનશોટ પણ ન લઈ શકાય જ્યારે WhatsAppમાં આ શક્ય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ
હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget