(Source: ECI/ABP News/ABP Majha)
બે દિગ્ગજ સ્માર્ટફોન મેકર OnePlus અને Oppoનુ એકબીજામાં થયુ મર્જર, આ રીતે કામ કરશે કંપનીઓ
ચીનની પૉપ્યૂલર સ્માર્ટફોન મેકર કંપની OnePlus અને Oppo એકબીજા સાથે મર્જ થઇ ગઇ છે. આ થયા બાદ વનપ્લસ હવે ઓપ્પોની સબ બ્રાન્ડ બની ગઇ છે.
નવી દિલ્હીઃ સ્માર્ટફોનની દુનિયાની બે મોટી દિગ્ગજ કંપનીઓનુ મર્જર થઇ ગયુ છે. ચીનની પૉપ્યૂલર સ્માર્ટફોન મેકર કંપની OnePlus અને Oppo એકબીજા સાથે મર્જ થઇ ગઇ છે. આ થયા બાદ વનપ્લસ હવે ઓપ્પોની સબ બ્રાન્ડ બની ગઇ છે. આ બન્ને કંપનીઓ BBK ઇલેક્ટ્રૉનિક્સના અંડરમાં આવે છે. વધુમા વધુ રિસ્પૉન્સ મેળવવા માટે બન્ને કંપનીઓએ આ ફેંસલો કર્યો છે.
પહેલા R&Dનુ કર્યુ હતુ મર્જર-
થોડાક દિવસો પહેલા Oppo અને OnePlusએ પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમનુ મર્જર કર્યુ હતુ. વળી, હવે આને આગળ વધારતા બન્ને કંપનીઓ એકબીજા સાથે મર્જ થઇ ગઇ છે. વનપ્લસના કૉ-ફાઉન્ડર પીટ લાઉ અને કાર્લ પેઇ પહેલા ઓપ્પોમાં એક સાથે કામ કરી ચૂક્યા છે. વનપ્લસના સીઇઓ લાઉએ કહ્યું કે અમે અમારા ઓપરેશનને સારી રીતે અને વ્યવસ્થિત કરવા માટે એડિશનલ શેયર્ડ રિસોર્સીસને વધારવા માટે ઓપ્પોની સાથે પોતાની કેટલીય ટીમોને મર્જ કરી, જેમાં અમને સારો રિસ્પૉન્સ મળ્યો. હવે આ પછી અમે પોતાની ઓર્ગેનાઇઝેશનને ઓપ્પોની સાથે મર્જ કરવાનો ફેંસલો લીધો છે.
OnePlus ઇન્ડેપેન્ડન્ટલી કરશે કામ-
આ મર્જર બાદ પણ OnePlus સ્વતંત્ર રીતે કામ કરતી રહેસે, અને બ્રાન્ડનુ નામ પણ ચાલુ રહેશે. પરંતુ બન્ને કંપનીઓ એકબીજાની સાથે સંશાધન અને ટીમો શેર કરશે. આ પહેલા પણ આ કંપનીઓ એકસાથે મળીને કામ કરતી આવી છે, પરંતુ હવે આ સત્તાવાર રીતે કરશે.
Oppo લૉન્ચ કરશે પોતાનો બજેટ સ્માર્ટફોન, ઓછી કિંમતમાં મળશે લેટેસ્ટ ફિચર્સ----
ચીની સ્માર્ટફોન મેકર કંપની Oppo બહુ જલ્દી ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Oppo A16 લૉન્ચ કરી શકે છે. આ ફોન ભારત સહિત કેટલાય દેશોમાં લિસ્ટ કરી દેવામા આવ્યો છે. આ ફોનની કિંમત 15000 રૂપિયાની આસપાસ હોઇ શકે છે. ફોનમાં 5000mAhની બેટરી ઉપરાંત ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જાણો શું છે આ ફોનમાં ખાસિયતો......
સંભવિત સ્પેશિફિકેશન્સ.....
Oppo A16એ લૉન્ચ પહેલા લીક થયેલા સ્પેશિફિકેશન્સ અનુસાર, આ ફોનમાં 6.5 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ ColorOS 11.1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં 4 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. સાથે આમાં 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5000mAhની બેટરી મળી શકે છે.
કેમેરા......
Oppo A16 ફોનમાં ફોટોગ્રાફી માટે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જેનો પ્રાઇમરી કેમેરો 16 મેગાપિક્સલનો હશે. વળી 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરો અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવી શકે છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે.