Google હવે નહીં આપે ગૂગલ ક્રૉમનું અપડેટ, જાણો ક્યારથી ને શેના પર બંધ થઇ રહ્યો છે સપોર્ટ
ગૂગલ આ વર્ષે ગૂગલ ક્રૉમ 110 લૉન્ચ કરવાનું છે, જાણકારી અનુસાર આ નવા વર્ઝનને ગૂગલ 7 ફેબ્રુઆરી, 2023એ લૉન્ચ કરશે. જેવુ નવા વર્ઝન લૉન્ચ થશે
![Google હવે નહીં આપે ગૂગલ ક્રૉમનું અપડેટ, જાણો ક્યારથી ને શેના પર બંધ થઇ રહ્યો છે સપોર્ટ Stopped Support: google chrome will stop working on these devices of new version of chrome 110 Google હવે નહીં આપે ગૂગલ ક્રૉમનું અપડેટ, જાણો ક્યારથી ને શેના પર બંધ થઇ રહ્યો છે સપોર્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/05/7b8c4a566666928cfd700b88ba25f42f1672933827862295_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ લેપટૉપ કે ડેસ્કટૉપ પર જો તમે કંઇપણ સર્ચ કરવા માટે સર્ચ એન્જિન ગૂગલ ક્રૉમનો ઉપયોગ કરો છો, તો આ ખબર તમારા માટે કામની છે. 15 જાન્યુઆરી બાદ ગૂગલ ક્રૉમનો સપોર્ટ કેટલાક ડિવાઇસ પર બંધ થવા જવાનો છે. હાલમાં ગૂગલ ક્રૉમ 109 વર્ઝન લોકો યૂઝ કરે છે, ગૂગલ ક્રૉમનું આ વર્ઝન માઇક્રોસૉફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો 7 અને વિન્ડો 8.1 ને સપોર્ટ કરે છે, પરંતુ નવા વર્ઝન એટલે કે ગૂગલ ક્રૉમ 110 ને લૉન્ચ કર્યા બાદ જુના વર્ઝન એટલે કે ગૂગલ ક્રૉમ 109 માટે ગૂગલ પોતાના સપોર્ટને ખતમ કરી દેશે. 15 જાન્યુઆરી, 2023 બાદ કંપની પોતાના જુના વર્ઝન માટે કોઇપણ નવુ અપડેટ, સિક્યૉરિટી પેચ વગેરે રિલીઝ નહીં કરે, એટલે કે જુના ક્રૉમ પર કોઇ અપડેટ નહીં મળે.
ખરેખરમાં, ગૂગલ આ વર્ષે ગૂગલ ક્રૉમ 110 લૉન્ચ કરવાનું છે, જાણકારી અનુસાર આ નવા વર્ઝનને ગૂગલ 7 ફેબ્રુઆરી, 2023એ લૉન્ચ કરશે. જેવુ નવા વર્ઝન લૉન્ચ થશે કંપની જુના વર્ઝન પર પોતાનો સપોર્ટ ખતમ કરી દેશે. ગૂગલ ક્રૉમના નવા વર્ઝન એટલે કે 110 નો યૂઝ કરવા માટે તમારે વિન્ડો 10 કે તેનાથી ઉપરની જરૂર પડશે. જુની વિન્ડો જેમ કે વિન્ડો 7, વિન્ડો 8 કે વિન્ડો 8.1 પર આને તમે યૂઝ નહીં કરી શકો. ધ્યાન રહે, આ જુની વિન્ડો પર તમે ગૂગલનું જુનુ વર્ઝન તો ઉપયોગ કરી શકશો, પરંતુ આમાં તમારી સિક્યૂરિટી અપડેટ, બગ સાથે જોડાયેલી કોઇપણ સમસ્યા વગેરેનો સપોર્ટ ગૂગલ તરફથી નહીં મળે. જે પણ અપડેટ આવશે તે ક્રૉમના નવા વર્ઝન એટલે કે 110માં આવશે.
આવામાં જો તમે જુના ગૂગલ ક્રૉમના વર્ઝન પર એટકી રહ્યા છો, તો આ સંભાવના છે કે, હેકર્સ તમારા કૉમ્પ્યૂટરની સાથે છેડછાડ કરી શકે છે. કેમ કે તમારે આ વર્ઝનમાં નવા સપોર્ટ ગૂગલ તરફથી નથી આપવામાં આવે. ખરેખરમાં, કંપની સમય સમય પર નવી સિક્યૂરિટી પેચ વગેરે સમયના હિસાબે યૂઝર્સ માટે લાવે છે, જેથી તેનો એક્સપીરિયન્સ ગૂગલ ક્રૉમ પર વધુ બેસ્ટ અને તેને સુરક્ષિત સફરિંગનો અનુભવ અપાવી શકે છે. તો જો તમારે ગૂગલ ક્રૉમનો ઉપયોગ ચાલુ રાખવો છે, તો આના માટે તમારે પોતાની સિસ્ટમની વિન્ડો 10 કે તેનાથી ઉપરના પર અપડેટ કરવુ પડશે. આનાથી તમારા ગૂગલના ક્રૉમના ફ્યૂચર અપડેટ મળતુ રહેશે. ધ્યાન રહે તમે વિન્ડોના જુના વર્ઝન પર પણ ગૂગલ ક્રૉમને ચલાવી શકો છો. પરંતુ અહીં કોઇ અપડેટ કે સપોર્ટ કંપની તરફથી નહીં મળે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)