WhatsApp News: વૉટ્સએપમાં આવી રહ્યું છે સૌથી મોટુ સિક્યૂરિટી ફિચર, DPનો નહીં લઇ શકાય સ્ક્રીનશૉટ
વૉટ્સએપ પોતાના યૂઝર્સને બહુ જલદી વધુ એક મોટી ગિફ્ટ આપશે, દુનિયાની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર એક મોટું ફિચર આવી રહ્યું છે
Tech And Apps News: વૉટ્સએપ પોતાના યૂઝર્સને બહુ જલદી વધુ એક મોટી ગિફ્ટ આપશે, દુનિયાની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર એક મોટું ફિચર આવી રહ્યું છે. આ ફિચર આવ્યા બાદ જે લોકો લોકોની પ્રોફાઈલ ચેક કરતા રહે છે તેમની મુશ્કેલીમાં વધારો થવા જઈ રહ્યો છે. વૉટ્સએપના નવા અપડેટ પછી તમે કોઈના પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લઈ શકશો નહીં. આ ફિચર જલદી રૉલઆઉટ કરી દેવામાં આવશે હાલમાં આનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
WABetaInfoએ WhatsAppના આ નવા ફિચર વિશે માહિતી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી બે લોકો એકબીજાના ફોન નંબર સેવ નહીં કરે ત્યાં સુધી તેઓ WhatsAppનો પ્રોફાઈલ ફોટો સેવ કરી શકશે નહીં અને સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.
હાલમાં વૉટ્સએપમાં પ્રોફાઈલ ફોટો હાઈડ કરવાનો ઓપ્શન છે પરંતુ પ્રોફાઈલનો સ્ક્રીનશોટ રોકવાનો કોઈ ઓપ્શન નથી. નવા ફિચરનું બીટા વર્ઝન પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને જો તમે પણ વૉટ્સએપના બીટા યૂઝર છો તો તમે આ ફિચરનો ઉપયોગ કરી શકો છો. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે વર્ષ 2019 માં WhatsAppએ પ્રોફાઇલ ફોટા ડાઉનલૉડ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને હવે આ નવું ફિચર તેનો એક ભાગ છે.
વૉટ્સએપનું ચેટ લૉક ફિચર -
તમને જણાવી દઈએ કે WhatsAppએ હાલમાં જ વેબ વર્ઝન માટે ચેટ લૉક ફિચર બહાર પાડ્યું છે. અગાઉ WhatsApp વેબ વર્ઝન મોબાઈલ વર્ઝનની જેમ લોક નહોતું. વૉટ્સએપ વેબ વર્ઝનને માત્ર લેપટોપના પાસવર્ડથી લોક કરવામાં આવે છે, પરંતુ નવા અપડેટ બાદ વોટ્સએપ વેબ વર્ઝનને સિક્રેટ કોડ દ્વારા લોક કરી શકાશે.
ચેટ લોક ફિચરનો મોટો ફાયદો એ થશે કે વૉટ્સએપનું વેબ વર્ઝન પણ હવે એપ જેટલું જ સુરક્ષિત રહેશે. જો લેપટોપ કોઈના હાથમાં આવી જાય તો પણ તે તમારી વૉટ્સએપ ચેટ્સ એક્સેસ કરી શકશે નહીં. જ્યારે પણ તમે વેબને ઍક્સેસ કરવા માંગતા હોવ ત્યારે તમારે પિન દાખલ કરવો પડશે.