Airtel અને Jio બાદ VI એ લાઇવ કરી 5G સર્વિસ, આ શહેરોમાં સૌથી પહેલા મળશે નેટવર્ક
વોડાફોન આઈડિયાનો યૂઝર બેઝ સતત ઘટી રહ્યો છે કારણ કે કંપની એરટેલ અને જિઓની સરખામણીમાં 5G સેવા સમયસર શરૂ કરી શકી નથી
Tech And News Updates: વોડાફોન-આઈડિયાના ગ્રાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કંપનીએ દિલ્હી અને પુણેના કેટલાક વિસ્તારોમાં તેની 5G સર્વિસ શરૂ કરી છે. આ માહિતી કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવી છે. જો કે, વોડાફોન આઈડિયા દ્વારા હજુ સુધી ઓફિશિયલ રીતે આવું કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. વેબસાઈટ અનુસાર, યૂઝર્સ 5G રેડી સિમની મદદથી હાઈ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની સાતમી એડિશનમાં વોડાફોન આઈડિયાના પ્રમૉટર કુમાર મંગલમ બિરલાએ માહિતી આપી હતી કે ગયા વર્ષે વોડાફોન આઈડિયાની ટીમે 5Gના લૉન્ચિંગ માટે કૉર નેટવર્ક પર ઘણું કામ કર્યું છે અને આગામી ક્વાર્ટરમાં કંપની 5G શરૂ કરશે અને સાથે નોંધપાત્ર રોકણ પણ કરશે.
સતત ઓછો થઇ રહ્યો છે યૂઝરબેઝ
વોડાફોન આઈડિયાનો યૂઝર બેઝ સતત ઘટી રહ્યો છે કારણ કે કંપની એરટેલ અને જિઓની સરખામણીમાં 5G સેવા સમયસર શરૂ કરી શકી નથી. ટ્રાઈના ડેટા અનુસાર, જુલાઈ 2023માં VI સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 22.8 કરોડ હતી અને સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો ARPU 142 રૂપિયા હતો જ્યારે ઉદ્યોગની અગ્રણી એરટેલનો ARPU 203 રૂપિયા હતો. ARPU એટલે યૂઝર્સ દીઠ સરેરાશ આવક છે.
વોડાફોન આઈડિયા યૂઝર્સને જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરી રહી છે અને કંપનીએ કેટલાય પ્લાન અને ઑફર્સ પણ લૉન્ચ કર્યા છે.
IMC 2023માં VI એ આ બધુ કર્યુ હતુ શૉકેજ
તાજેતરમાં પુરા થયેલા IMC2023માં, Vodafone Idea એ IoT, 5G, ક્લાઉડ અને Vi C-DOT IoT લેબ, સ્માર્ટ કનેક્ટિવિટી ટેસ્ટ બેડ, Vi AirFiber, Vi ગેમ્સ, ક્લાઉડ પ્લે, VR ગેમ્સ અને XR Edutech વગેરે સહિતની અન્ય ટેકનિકોનું પ્રદર્શન કર્યું હતુ.. Vi દ્વારા પ્રદર્શિત આ ઉકેલો મોટે ભાગે 5G નેટવર્ક પર આધારિત છે.