Tech: શું આપ ઝડપથી ફોન ચાર્જ કરવા ઇચ્છો છો,ફાસ્ટ ચાર્જન વિના પણ આ ટિપ્સથી કરી શકશો
જો તમે ઝડપથી મોબાઇલ ચાર્જ કરવા ઇચ્છો છો તો કેટલીક એવી ટિપ્સ છે જેનાથી ફાસ્ટ ચાર્જર ન હોય તો પણ ઝડપથી આપનો ફોન ચાર્જ થઇ જશે
જો તમે તમારો ફોન ઝડપથી ચાર્જ કરવા ઇચ્છો છો તો તો અહીં અમે તમને કેટલીક રીતો જણાવવા જઈ રહ્યા છીએ. તમે આ ટિપ્સ અજમાવી શકો છો જેમ કે – ચાર્જ કરતી વખતે હંમેશા તમારા ફોનમાં સૌથી મજબૂત વિદ્યુત પ્રવાહ છે તેની ખાતરી કરીને ચાર્જ કરો, આ સિવાય ચાર્જ કરતી વખતે ફોન દ્વારા ઉપયોગમાં લેવાતી પાવરને ઓછી કરો.ફોનને સતત ચાર્જ કરવો માથાનો દુખાવો બની જાય છે. કારણ કે જો આપણે આમ નહીં કરીએ તો આપણો ફોન ડિસ્ચાર્જ થઈ જશે. વાસ્તવમાં, આજકાલ કંપનીઓ વધુ સારી બેટરી લાઈફવાળા ફોન લાવી રહી છે. તેમ છતાં પણ કોઇ કારણોસર આપને ઝડપથી ફોન ચાર્જ કરવો હોય તો આ ટિપ્સ સમજી લો,
તમારા ફોનની સ્ક્રીનની જેમ, તમારા ફોનની કનેક્ટિવિટી એ તમારી બેટરી સ્ટોરેજ પર બીજી સૌથી મોટી ખેંચ છે. જો તમારો ફોન ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે તમારે કોઈ એપનો ઉપયોગ કરવો જ જોઈએ, તો તેને એરપ્લેન મોડમાં મૂકો. ચાર્જ દરમિયાન, જો તમે તેનો ઓછો ઉપયોગ કરશો તો તમારો ફોન ઝડપથી ચાર્જ થશે.
જો આપ ઝડપથી ફોન ચાર્જ કરવા ઇચ્છો છો તો એક ટિપ્સ સમજી લો, જૂના સ્માર્ટ ફોનમાં ફાસ્ટ ચાર્જિંગવાળી બેટરી નથી હોતી. તેથી ચાર્જિગ માટે ખાસ્સો સમય લાગે છે જો આપનો સ્માર્ટ ફોન જુનો થઇ ગયો હોય અને ઝડપથી ચાર્જ ન થતું હોય તો તેના ટેપ્સ સમજી લો. જી હાં ફોનમાં ફાસ્ટ ચાર્જિગની સેટીંગ સિક્રેટ હોય છે. ફાસ્ટ ચાર્જ માટેના સ્ટેપ સમજી લો
સૌથી પહેલા અબાઉટ ફોનમાં જાવ,. ત્યારબાદ સૌથી નીચે Build number પર 7-8 વાર ટેબ કરો. ત્યારબાદ એક ડેવલપર નામનું ઓપ્શન આવે છે. તેમાં ફોન સાથે જોડાયેલા કેટલાક સિક્રેટ સેટિંગ્સ હોય છે.
જ્યારે ફોનમાં ડેવલપરનું ઓપ્શન આવે છે તો તેને ઓપન કરી લો. જેના સેટીંગમાં સૌથી લાસ્ટ ઓપ્શનને ઓન કરી દો. ત્યારબાદ ડેવલપર ઓપ્શન આવશે જેમા નેટવર્કિંગના ઓપ્શનમા USB configuration વિકલ્પ આપવામાં આવે છે. તેને ઓન કરી લો. જેમાં MTP ઓટો સિલેક્ટ કરી લો, અહીંથી જ આપને ચાર્જિગનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે.
આ સ્ટેપને ફોલો કર્યા બાદ ચાર્જિગને સિલેક્ટ કરીને ડેવલપર ઓપ્શનની બહાર નીકળી જાવ.આ રીતે આપનો ફોન ઝડપથી ચાર્જ થઇ જશે. ઉલ્લેખનિય છે કે, સ્માર્ટફોનમાં