Tech News : WhatsApp ફ્રોડ રોકવા માટે મોદી સરકાર આવી મેદાને, ઘડ્યો માસ્ટર પ્લાન
નંબરોની મોબાઈલ સેવા પહેલાથી જ ડિસ્કનેક્ટ થઈ ગઈ હતી. ટેલિકોમ મંત્રીએ આ વાત ત્યારે કહી જ્યારે તેમને વોટ્સએપ પર કહેવાતા આંતરરાષ્ટ્રીય નંબરોથી સ્કેમર્સને રોકવા માટે સરકારના પગલા વિશે પૂછવામાં આવ્યું હતું.
WhatsApp : ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે ભારત સરકાર પગલાં લઈ રહી છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, તેઓ છેતરપિંડી રોકવા માટે WhatsApp સાથે સક્રિય રીતે જોડાયેલા છે. મંત્રીએ કહ્યું હતું કે, મેટા-માલિકીનું WhatsApp તેની મેસેજિંગ સેવામાંથી મોબાઇલ નંબરોની નોંધણી રદ કરવા માટે સંમત થયું છે, જેના દ્વારા છેતરપીંડી થતી હોવાનું જણાયું છે. આવા નંબરોની મોબાઈલ સેવા પહેલાથી જ ડિસ્કનેક્ટ થઈ ગઈ હતી. ટેલિકોમ મંત્રીએ આ વાત ત્યારે કહી જ્યારે તેમને વોટ્સએપ પર કહેવાતા આંતરરાષ્ટ્રીય નંબરોથી સ્કેમર્સને રોકવા માટે સરકારના પગલા વિશે પૂછવામાં આવ્યું હતું.
અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ સાથે પણ વાતચીત યથાવત
થોડા સમય પહેલા ઘણા ભારતીય વોટ્સએપ યુઝર્સને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કોલ આવી રહ્યા હતા. આ ફોન મિસ્ડ કોલ હોય છે, જેના શરૂઆતના નંબરો +82 અને +62 પરથી આવતો હતો. કોલ્સ શા માટે આવી રહ્યા હતા, તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ નિષ્ણાતો તેને એક નવા કૌભાંડ તરીકે જોવામાં આવી રહ્યાં છે. મિન્ટના અહેવાલ મુજબ, હવે જ્યારે ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવને આ અંગે સરકારના પગલા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, વોટ્સએપ આવા મોબાઇલ નંબરોની નોંધણી રદ કરવા માટે સંમત છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકાર બનાવટી યુઝર્સને દૂર કરવા માટે ટેલિગ્રામ જેવા અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ સાથે પણ વાતચીત કરી રહી છે.
વોટ્સએપે શું કહ્યું?
મિન્ટ અહેવાલ પ્રમાણે, મંત્રીની ટિપ્પણીના જવાબમાં WhatsAppએ મંગળવારે જણાવ્યું હતું કે, પ્લેટફોર્મ આ મુદ્દાને ઉકેલવા માટે સરકાર સાથે વાટાઘાટ કરી રહ્યું છે. અમે બ્લોક અને રિપોર્ટ જેવા બિલ્ટ સિક્યોરિટી ટૂલ્સ, બે ફેક્ટર વેરિફિકેશનની સાથે નિયમિતપણે યુઝર્સને સુરક્ષા શિક્ષણ અને જાગૃતિ આપવાનું ચાલુ રાખીશું.
ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, મોબાઈલ ફોનનો દુરુપયોગ કરીને ઓળખની ચોરી, ફેક નો યોર કસ્ટમર (KYC) અને બેંકિંગ છેતરપિંડી જેવી વિવિધ છેતરપિંડી થઈ શકે છે. આવી છેતરપિંડી અટકાવવા માટે આ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારત ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદા પર પણ કામ કરી રહ્યું છે.કાયદા પર કામ કરી રહી છે.