શોધખોળ કરો

Tricks: ફોનમાં વાયરસ એટેક થાય તો ચિંતા ના કરશો, આ 4 સ્ટેપ્સથી કરી શકો છો ક્લિન.....

ફોનમાં Virus એટેક થાય તો આ રીતે કરો સૉલ્વ, જાણો વાયરસ જોવાની અને તેને રિમૂવ કરવાની પ્રૉસેસ.....

Tech Tips And Tricks: આજના ઇન્ટનેટના જમાનામાં આપણા કોઇપણ ફોન કે ગેજેટ્સમાં વાયરસ આસાનીથી ઘૂસી શકે છે, પછી આપણા ડિવાઇસને નુકશાન પણ કરી શકે છે. ખાસ કરીને કૉમ્પ્યુટર અને સ્માર્ટફોન જેવા ડિવાઇસને વધુ નુકસાન થઇ શકે છે. આવા વાયરસ આપણો ડેટા પણ ચોરે છે. જેથી સાવધ રહેવુ જરૂરી છે. જો તમારા ફોનમાં વાયરસ હોય તો આ રીતે તેને જાણો અને કાઢો....... 

કઇ રીતે જાણી શકશો તમારા ફોનમાં માલવેયર છે કે નહીં ?

ડેટાની વધુ ખપત થશે, કેમ કે વાયરસ ઘણાબધા બેકગ્રાઉન્ડ ટાસ્ક અને એપ ચલાવશે, સાથે જ આ ઇન્ટરનેટ સાથે વારંવાર કૉમ્યુનિકેટ કરશે.

બેટરી ઝડપથી પુરી થઇ જશે, કેમ કે વાયરસ એપ્સ અને સૉફ્ટવેર બેકગ્રાઉન્ડમાં ચાલે છે.

સસ્પીશિયસ એડવર્ટાઇઝિંગ વાયરસ કે માલવેયરના સંકેત તરીકે દેખાશે. સામાન્ય રીતે કેટલીયે સાઇટોમાં પૉપ-અપ એડવર્ટાઇઝ હશે, પરંતુ ઘણી બધી જાહેરાતો તમારા ડિવાઇસ માટે સારા સંકેત નથી.  

તમારા ફોનની હૉમ સ્ક્રીન પર નવી એપ્સને વિચિત્ર રીતે દેખાશે. આ નવી એપ્સ માલવેર હોઇ શકે છે.

તમારા ફોનની સ્પીડ ધીમી થઇ શકે છે, એટલે કે ફોન હેન્ગ કરી શકે છે. 

ફોનમાંથી વાયરસ કેવી રીતે હટાવશો ?

સ્ટેપ 1- તાજેતરમાં જ ઇન્સ્ટૉલ કરવામાં આવેલી એપ્સની તપાસ કરો અને ડાઉનલૉડ અને ખરાબ રિવ્યૂ વાળી એપ્સને હટાવી દો. 

સ્ટેપ 2- પોતાની ફોનના સેટિંગમાંથી પોતાનુ બ્રાઉઝર કેશ સાફ કરો. 

સ્ટેપ 3- રિયલ એન્ટી વાયરલ સૉફ્ટવેર નાંખો જે સમય સમય પર દુર્ભાગ્યપૂર્ણ એપ્સ અને સૉફ્ટવેર માટે સ્કેન કરે છે.

સ્ટેપ 4- જો આમાંથી કોઇપણ કામ નથી કરતુ, તો બેટરી ડ્રેનને ઠીક કરવા અને સુધારો કરવામાં મદદ કરવા માટે ફેક્ટરી રિસેટ કરો. ફેક્ટરી રીસેટ પહેલા ધ્યાન આપો કે તમારા ડિવાઇસમાંથી જરૂરી ફાઇલોનો બેકઅપ લઇ લીધો છે. 

ફોનને ચાર્જિંગમાં મુકતા પહેલા સાવધાન! આ વાતનું રાખો ખાસ ધ્યાન

જ્યારે સ્માર્ટફોન ચાર્જિંગમાં લગાવેલો હોય છે ત્યારે પણ ઘણા લોકો બેદરકારી દાખવે છે. જેના કારણે ઘણી વખત હેન્ડસેટ ખૂબ જ ગરમ થઈ જાય છે અથવા તો કેટલીક અન્ય સમસ્યાઓ પણ આવી શકે છે. સ્માર્ટફોન ચાર્જમાં હોય ત્યારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જેથી તમારા ફોનને કોઈ નુકસાન ન થાય અને તમારું ઉપકરણ સુરક્ષિત રહે.

આ બાબતોનું રાખો ખાસ ધ્યાન 

ઓવરહિટીંગ ટાળો : વધુ પડતી ગરમી ફોનની બેટરી માટે નુકસાનકારક હોઈ શકે છે. જ્યારે તમે ફોન ચાર્જ કરી રહ્યા હોવ ત્યારે તેને વધારે પડતી ગરમીથી બચાવો અથવા ઉનાળો જેવી વધુ પડતી ગરમી ટાળવાનું સુનિશ્ચિત કરો.

હાલના ચાર્જરનો ઉપયોગ કરો : તમારા ફોન માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા અને હાલના ચાર્જરનો ઉપયોગ કરો. કોઈપણ અન્ય બીજાના અથવા તો નોન-સ્ટેંડર્ડ ચાર્જરનો ઉપયોગ કરવાથી ફોન અને બેટરીને નુકસાન થઈ શકે છે.

ઓરિજિનલ ચાર્જર : સમજો કે માત્ર અસલ અને પ્રમાણિત ચાર્જર જ સલામત છે અને સામાન્ય રીતે ફોન માટે યોગ્ય છે. કંપનીના પ્રમાણિત ચાર્જર (સ્માર્ટફોન ચાર્જર)નો જ ઉપયોગ કરો અને ચાઈનીઝ કે નકલી ચાર્જર ટાળો.

ઓવરચાર્જિંગ ટાળો : બને તેટલી વહેલી તકે જ્યારે તેની બેટરી 100% (સ્માર્ટફોન ચાર્જિંગ) સુધી ચાર્જ થઈ જાય ત્યારે ફોનને ચાર્જમાંથી દૂર કરો. લાંબો સમય ચાર્જ પર રહેવાથી ફોનની બેટરી બગડી શકે છે.

ચાર્જિંગ કેબલ તપાસો : રોજિંદા ઉપયોગ દરમિયાન કેબલ ફાટી જવાની સંભાવના હોઈ શકે છે, તેથી કેબલને ખાસ તપાસો અને કોઈપણ નુકસાન માટે તેને બદલો.

ઓવરનાઈટ ચાર્જિંગ ટાળોઃ ફોનને રાતભર ચાર્જ પર રાખવાનું ટાળો. કારણ કે, તેનાથી ફોનની બેટરી પર દબાણ આવી શકે છે અને બેટરીને નુકસાન થઈ શકે છે.

ફોનનું ધ્યાન રાખો: જ્યારે ફોન ચાર્જમાં હોય ત્યારે ખાતરી કરો કે તે યોગ્ય રીતે ચાર્જ થઈ રહ્યો છે અને ગરમ નથી થતો ને. જો કંઈક પણ ગડબડ થાય તો તેને તાત્કાલિક ચાર્જમાંથી હટાવી લો.

આજના સમયમાં મોબાઈલ ફોન સામાન્ય માનવીનું અભિન્ન અંગ બની ગયું છે. લોકો મોબાઈલ વિના એક પળ પણ રહી નથી શકતા. સવારે જાગવાથી લઈને રાત્રે સુવા સુધી મોબાઈલ ફોન એ લોકોની સાથે જ હોય છે. જોકે ફોન પણ એનક કામની ગરજ સારે છે. આ એક એવુ ગેઝેટ છે જેના કારણે આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી જાય છે. મોબાઈલ ફોનને સ્માર્ટ અને મીની કૉમ્પ્યુટર પણ કહી શકાય, પરંતુ તેનો ઉપયોગ પણ ઘણો મહત્વનો છે. મોબાઈલ ફોનની લાઈટ એટલે કે બ્રાઈટનેશ કેટલી રાખવી કે કેટલી નહીં તે જાણવુ ખુબ જ જરૂરી છે. કારણ કે તેનાથી તમારી આંખોને પણ નુંકશાન થઈ શકે છે. જો તમે પણ તમારા ફોનની બ્રાઈટનેસ સંપૂર્ણ રાખો છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. અહીં તેના ગેરફાયદા વિશે જણાવ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech Live:  હંગામા વચ્ચે લોકસભામાં જવાબ આપી રહ્યા છે PM મોદી
PM Modi Lok Sabha Speech Live: હંગામા વચ્ચે લોકસભામાં જવાબ આપી રહ્યા છે PM મોદી
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech Live:  હંગામા વચ્ચે લોકસભામાં જવાબ આપી રહ્યા છે PM મોદી
PM Modi Lok Sabha Speech Live: હંગામા વચ્ચે લોકસભામાં જવાબ આપી રહ્યા છે PM મોદી
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
Embed widget