શોધખોળ કરો

આજે તમારા મોબાઈલમાં આવશે એક ચેતવણીનો મેસેજ, સરકાર જ મોકલશે આ મેસેજ, જાણો કેમ

કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે તેના પરીક્ષણના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવનાર છે.

Emergency alert Messsgae: સમગ્ર રાજ્યમાં આજે તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે 'Large Scale Testing of Cell Broadcast' થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર,બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે.આ અંગેના આપના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત થશે.

“આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ" છે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજ- સંદેશને અવગણવો કારણ કે તમારા તરફથી કોઈ પગલાં કે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે.

કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે તેના પરીક્ષણના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવનાર છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે,નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે.

જો તમે વિચારી રહ્યા હોવ કે સરકાર આટલો અચાનક આ મેસેજ કેમ મોકલી રહી છે, તો તેનો સરળ જવાબ છે કે સરકાર કટોકટીના સમયમાં આ બ્રોડકાસ્ટિંગ મેસેજ સર્વિસનો ઉપયોગ કરશે. ઉદાહરણ તરીકે, ધારો કે તમારા વિસ્તારમાં જોરદાર તોફાન અથવા પૂર આવવાની સંભાવના છે, તો આ સ્થિતિમાં સરકાર તેની સિસ્ટમનો ઉપયોગ કરશે અને તમને સમયસર એલર્ટ કરશે જેથી તમે તમારી જાતને બચાવવા માટે જે શક્ય હોય તે કરી શકો. એક રીતે જોઈએ તો આ ઈમરજન્સી એલર્ટ સિસ્ટમ રેડિયો પર મોકલવામાં આવતા એલર્ટની જેમ જ કામ કરશે. અગાઉ રેડિયો પર ચેતવણી સંદેશ મોકલવામાં આવતો હતો અને હવે તે મોબાઈલ પર મોકલવામાં આવી રહ્યો છે કારણ કે સ્માર્ટફોનનો ઉપયોગ વધી ગયો છે.                      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ
હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget