નેટફ્લિક્સની જેમ આ પાંચ OTT પ્લેટફોર્મ પર તમે ફ્રીમાં મૂવી જોઇ શકો છો
અત્યારે ઇન્ટરનેટ અને તેમાં પણ ઓટીટી પ્લેટફોર્મના લાખો દિવાના છે, મોટાભાગના સ્માર્ટફોન યૂઝર્સ હોય કે ટીવીના દર્શકો ઓટીટી પર ફિલ્મો અને વેબસીરીઝ જોવાના શોખીન થઇ ગયા છે.

આજકાલ સ્માર્ટફોન યૂઝર્સ પોતાના મોબાઇલમાં ફ્રીમાં મૂવી જોવાના શોખીન થયા છે. બૉલીવુડ હોય કે હૉલીવુડની મૂવી હોય, ભારતીય યંગસ્ટર્સ પોતાના મોબાઇલમાં ઓટીટી પ્લેટફોર્મ પર આવી કોઇપણ મૂવી આસાનીથી જોઇ શકે છે. અત્યારે ઇન્ટરનેટ અને તેમાં પણ ઓટીટી પ્લેટફોર્મના લાખો દિવાના છે, મોટાભાગના સ્માર્ટફોન યૂઝર્સ હોય કે ટીવીના દર્શકો ઓટીટી પર ફિલ્મો અને વેબસીરીઝ જોવાના શોખીન થઇ ગયા છે, અને આજકાલ માર્કેટમાં પણ ઘણીબધી કંપનીઓ આજે તમને આનો લાભ પણ આપી રહ્યા છે.
નેટફ્લિક્સ જ નહીં આ ઓટીટી પ્લેટફોર્મ પણ છે બેસ્ટ
હાલમાં માર્કેટમાં નેટફ્લિક્સ, અમેઝૉનથી લઇને ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર વગેરે એપના માધ્યમથી તમે ઘરે બેઠાં બેઠાં નવી નવી ફિલ્મો અને વેબસીરીઝો જોઇ શકો છો. જોકે, આના માટે તમારે સબ્સક્રિપ્શન કરાવવું પડે છે. પરંતુ આજે અમે તમને એવી કેટલીક એપ્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમને ફ્રીમાં વેબસીરીઝ અને ફિલ્મો જોવાનો લ્હાવો આપી રહી છે, અને તે પણ એકદમ ફ્રી..... .
Mx Player -
જો તમે એમએક્સ પ્લેયરને વર્ષોથી યૂઝ કરી રહ્યાં છો, તો તમે જાણતા હશે કે એમએક્સ પ્લેયર પહેલા માત્ર ઓફલાઇન વીડિયો પ્લેયર હતુ, પરંતુ 2019થી આ એપને અપડેટ કરવામાં આવી છે, અને હવે આ OTT સર્વિસ પ્રૉવાઇડર બની ગઇ છે. આ એપ અલગ અલગ ભાષાઓમાં કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે, તે પણ ફ્રીમાં, તમે અહીં વેબ સીરીઝથી લઇને લાઇવ ટીવીનો આનંદ માણી શકો છો.
Voot -
વાયકૉમ 18ના સ્વામિત્વ વાળી VOOT એક ઓટીટી પ્લેટફોર્મ છે. આ એપનો ઉપયોગ સૌથી વધુ બિગ બૉસ જોવા માટે કરવામાં આવે છે, અહીં પણ તમે ફિલ્મો, ચેટ શૉ, વેબસીરીઝ વગેરે ફ્રીમાં જોઇ શકોછો. જોકે આના માટે તમારે એડ જોવી પડશે. તમે ઇચ્છો તો આનુ સબ્સક્રિપ્શન પણ ખરીદી શકો છો.
Picasso -
આ મોબાઇલ એપ્લીકેશનને તમે ગૂગલ પ્લે સ્ટૉરમાંથી મફતમાં ડાઉનલૉડ કરી શકો છે. અહીં પણ તમે બૉલીવુડ, હૉલીવુડ અને નવી નવી વેબસીરીઝનો આનંદ લઇ શકો છો, આજકાલના યુવાનો પિકાસો એપને ખુબ પસંદ કરી રહ્યાં છે.
Tubi -
જો તમે હૉલીવુડ ફિલ્મો જોવાના શોખીન છો, તો તમારા માટે આ ખુબ કામની છે. અહીં તમને તમામ પ્રકારની વેબસીરીઝ મફતમાં જોવા મળી શકે છે. આ એપ ગૂગલ પ્લે સ્ટૉર કે એપલ સ્ટૉર પર ઉપલબ્ધ છે. આ યૂઝર્સને ફ્રીમાં કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે. તમે અહીં એચડી ક્વૉલિટીમાં પણ વીડિયો જોઇ શકો છો.
Jio cinema -
જો તમે જિઓ યૂઝર છો, તો તમે મૂવી, લાઇવ ટીવી, કે નવી વેબસીરીઝને જિઓ સિનેમા એપ દ્વારા ફ્રીમાં જોઇ શકો છો, આ મોબાઇલ એપ્લીકેશન હિન્દી સહિત અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial





















