Threads નું વેબ વર્ઝન થયું લાઇવ, કોમ્પ્યુટર પર આ રીતે કરી શકો છો લોગિન
Threads Web Version is Live: તમે હવે મેટાના Threads એપને વેબમાં પણ એક્સેસ કરી શકો છો
Threads Web Version is Live: તમે હવે મેટાના Threads એપને વેબમાં પણ એક્સેસ કરી શકો છો એટલે કે તેનું વેબ વર્ઝન લાઈવ થઈ ગયું છે. થ્રેડ્સ એપનું વેબ વર્ઝન ચલાવવા માટે તમારે ગૂગલ પર www.threads.net ટાઈપ કરવું પડશે. વિન્ડોઝ સિવાય આ વેબસાઈટ MacOS પર પણ કામ કરી રહી છે. ગયા અઠવાડિયે ઇન્સ્ટાગ્રામના વડા Adam Mosseri એ કહ્યું હતું કે કંપની વેબ એપ્લિકેશન પર કામ કરી રહી છે અને તે ટૂંક સમયમાં લાઇવ થઈ શકે છે. આજે મેટા પર આ અપડેટ ચેક કરવામાં આવ્યુ છે તો જાણવા મળ્યું કે એપનું વેબ વર્ઝન લાઇવ થઇ ગયું છે. હાલમાં કંપનીએ આ સંબંધમાં કોઈ સત્તાવાર માહિતી આપી નથી. મેટા ટૂંક સમયમાં લોકોને આ વિષય પર અપડેટ આપશે.
મેટાએ જૂલાઈમાં Threads એપ લોન્ચ કરી હતી. લોન્ચ થયાના 5 દિવસમાં જ એપનો ટ્રાફિક 100 મિલિયનને પાર કરી ગયો હતો. થ્રેડે આટલા ઓછા સમયમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. જો કે, આ પછી એપનો યુઝબેસ સ્થિર રહ્યો નહી અને યુઝર્સ સતત પ્લેટફોર્મ છોડવા લાગ્યા હતા. થોડા સમય પહેલા સિમિલરવેબનો એક રિપોર્ટ બહાર પડ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે થ્રેડ્સ પર એક્ટિવ યુઝર્સની સંખ્યા લગભગ 10 મિલિયન થઈ ગઈ છે. જ્યારે ઇનસાઇડર ઇન્ટેલિજન્સનો અંદાજ છે કે થ્રેડ્સની હરિફ કંપની એક્સ (ટ્વિટર) લગભગ 363.7 મિલિયન મહિને એક્ટીવ યુઝર્સ ધરાવે છે. છેલ્લા એક મહિનામાં Threads નો ટ્રાફિક 80 થી 82 ટકા ઘટ્યો છે.
કંપની યુઝરબેઝને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે
મેટા યુઝર્સને Threads પર પાછા લાવવા અને તેમને વ્યસ્ત રાખવા માટે દરેક પ્રયાસ કરી રહી છે. થોડા સમય પહેલા કંપનીએ એપમાં ઘણા ફીચર્સ એડ કર્યા છે. હવે વેબ વર્ઝન દ્વારા પણ મેટા લોકોને એપ પર પાછા લાવવા માંગે છે. જોકે, મેટાના વેબ વર્ઝનમાં હજુ ઘણું બધું આવવાનું છે. હાલમાં એપમાં વધારે ફીચર્સ નથી. તમે તેમાં લાઇટ અને ડાર્ક મોડ વચ્ચે સ્વિચ કરી શકો છો. વેબ વર્ઝનમાં તમને એપ જેવું જ ઈન્ટરફેસ મળે છે, જેમાં ફીડ, સર્ચ, પોસ્ટ, લાઈક અને પ્રોફાઇલનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
આ રીતે લોગિન કરો
-સૌપ્રથમ Google પર જાવ અને www.threads.net ટાઈપ કરો.
-હવે થ્રેડ્સ લોગિન માટે Instagram એકાઉન્ટની વિગતો દાખલ કરો. એટલે કે યુઝર્સનેમ અને પાસવર્ડ.
-આ પછી તમારા રજિસ્ટર્ડ નંબર પર એક OTP આવશે, તેને એન્ટર કરો. આમ કરવાથી તમારું થ્રેડ એકાઉન્ટ ઓપન થઇ જશે.