Twitter Blue Tick: ગાયબ થઈ ગયું છે ટ્વિટર બ્લૂ ટિક? આ રીતે મેળવો પાછું, આ લોકો માટે તો બિલકુલ ફ્રી છે
બ્લૂ ટિક કેવી રીતે પાછી મેળવવું તેને લઇને અહી કેટલીક જાણકારી આપવામા આવી છે
![Twitter Blue Tick: ગાયબ થઈ ગયું છે ટ્વિટર બ્લૂ ટિક? આ રીતે મેળવો પાછું, આ લોકો માટે તો બિલકુલ ફ્રી છે Twitter Blue Tick: Twitter Starts Removing Blue Ticks: How Much It Will Cost Users To ‘Verify’ Now Twitter Blue Tick: ગાયબ થઈ ગયું છે ટ્વિટર બ્લૂ ટિક? આ રીતે મેળવો પાછું, આ લોકો માટે તો બિલકુલ ફ્રી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/21/cd1b40eca107e87de87bdda7efa532ff168205270942474_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે તેની જાહેરાત મુજબ બ્લૂ ટિક હટાવવાનું શરૂ કરી દીધું છે. આ પ્લેટફોર્મે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીથી લઈને અભિનેતા શાહરૂખ ખાન સુધીની બ્લૂ ટિક હટાવી દીધી છે. નોંધનીય છે કે ટ્વિટરના નવા માલિક એલન મસ્કે કંપનીને ખરીદ્યા બાદ ઘણા મોટા નિર્ણયો લીધા છે. તેમાંથી બ્લૂ ટિક માટે સબસ્ક્રિપ્શન સેવા લાવવાનો પણ સમાવેશ થાય છે. અને ગઈ રાતથી કંપનીએ લેગેસી વેરિફાઈડ ચેકમાર્ક હટાવવાનું શરૂ કર્યું છે. બ્લૂ ટિક કેવી રીતે પાછી મેળવવું તેને લઇને અહી કેટલીક જાણકારી આપવામા આવી છે.
ટ્વિટર બ્લૂ ટિક શું છે?
ટ્વિટર ખરીદ્યા પછી જ મસ્કે ઘણા મોટા ફેરફારો કર્યા જેમાં ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શનનો સમાવેશ થાય છે. ટ્વિટર બ્લૂ હેઠળ યુઝર્સને બ્લૂ ટિક માટે દર મહિને એક નિશ્ચિત રકમ ચૂકવવી પડશે. ભારતમાં થોડા સમય પહેલા ટ્વિટર બ્લૂ સબસ્ક્રિપ્શનની સુવિધા શરૂ કરવામાં આવી છે. ભારતમાં Twitter બ્લૂની કિંમત મોબાઈલ માટે 900 રૂપિયા પ્રતિ માસ અને વેબ વર્ઝન માટે 650 રૂપિયા રાખવામાં આવી છે. બીજી તરફ, જો યુઝર્સ એક વર્ષ માટે સબસ્ક્રિપ્શન લે છે તો તેમને 12 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. એટલે કે એક વર્ષના સબસ્ક્રિપ્શન માટે તમારે 9,400 રૂપિયા ખર્ચવા પડશે.
આ લોકોને બ્લૂ ટિક મફતમાં મળશે
પ્રમુખ મીડિયા આઉટલેટ્સ અને સરકારો સહિત પસંદગીના વેરિફાઇડ એકાઉન્ટ્સ માટે ઓફિશિયલ લેબલ આપવામાં આવ્યું છે. સાથે તેમની સાથે જોડાયેલા પ્રમુખ લોકોને ટ્વિટર વેરિફાઇડ ચેકમાર્ક માટે ચૂકવણી કરવી પડશે નહીં. જોકે, કંપનીએ એ નથી જણાવ્યું કે એક વેરિફાઇડ એકાઉન્ટ ધરાવતી સંસ્થા કેટલા લોકોને પોતાના એકાઉન્ટથી વેરિફાઇડ કરી શકશે.
આ રીતે તમને પાછું મળશે બ્લૂ ટિક
ટ્વિટર પર બ્લૂ ટિક લેવા માટે મોબાઈલ એપ અને ટ્વિટરના વેબ વર્ઝનનો ઉપયોગ કરી શકાય છે. જોકે બંનેની કિંમત અલગ-અલગ છે. તમારે એપ માટે દર મહિને 900 રૂપિયા અને વેબ માટે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે. Twitter બ્લૂ સબ્સ્ક્રાઇબ કરવા માટે એપ્લિકેશન અથવા વેબસાઇટ પર લૉગિન કરો.
હવે ડાબી બાજુએ તમારી પ્રોફાઇલ પર ટેપ કરીને હોમ પેજથી ટ્વિટર બ્લૂ પર જાવ.
હવે અહીં તમને માસિક પ્લાન અને વાર્ષિક પ્લાન બતાવવામાં આવશે. તમે તમારી ઈચ્છા મુજબ કોઈપણ એક યોજના પસંદ કરો અને આગળ વધો.
સબસ્ક્રિપ્શન પર ટેપ કર્યા પછી તમારે પેમેન્ટ કરવું પડશે.
પેમેન્ટ અને અન્ય પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમે બ્લૂ સબસ્ક્રિપ્શન લઈ શકશો. આ પછી બ્લૂ ટિકની પ્રક્રિયા શરૂ થશે. આમાં થોડો સમય લાગી શકે છે. નોંધનીય છે કે ટ્વિટર કંપનીની શરતોના આધારે જ એકાઉન્ટમાં બ્લૂ ટિક ચેકમાર્ક આપશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)