(Source: ECI/ABP News/ABP Majha)
Twitter Down: ટ્વીટર થયુ ડાઉન, ફરિયાદ કરતાં યૂઝર્સે એલન મસ્કને પુછ્યુ - શું છે પ્રૉબ્લમ ભાઇ....
હાલમાં ટ્વીટર ડાઉન ચાલી રહ્યું છે, સોશ્યલ મીડિયા પર ઢગલાબંધ ફરિયાદો આવી રહી છે.
Twitter Down: ફરી એકવાર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર ડાઉન થઇ ગયુ છે. છેલ્લા કેટલાક કલાકોથી ટ્વીટર ડાઉન થતાં ટ્વીટર યૂઝર્સ રોષે ભરાયા છે, અને કંપનીના સીઇઓ અને માલિક એલન મસ્કની મજાક ઉડાવવા લાગ્યા છે. કેટલાય યૂઝર્સે પોતાના ટ્વીટર ડાઉન થયાના સ્ક્રીનશૉટ શેર કરીને એલન મસ્કને ટ્વીટર ડાઉન થવાની સમસ્યા અંગે પુછી લીધુ છે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર દુનિયાભરમાં છેલ્લા કેટલાક કલાકોથી ડાઉન ચાલી રહ્યું છે. ટ્વીટર મોબાઇલ એપની સાથે સાથે ટ્વીટરની વેબસાઇટ પણ ડાઉન છે, ડાઉન હોવાના કારણે યૂઝર્સ ટ્વીટ નથી કરી શકતા, કે અન્ય કોઇના ટ્વીટ પર રિપ્લાય પણ નથી આપી શકતા.
ઉલ્લેખનીય છે કે, ટ્વીટર લગભગ આજે રાત્રે 10:18ની આસપાસ ડાઉન થઇ ગયુ હતુ. કેટલાય યૂઝર્સ એલન મસ્કની મજાક ઉડાવી રહ્યાં છે કે, શું આ માટે ટ્વીટર બ્લૂનો ઓપ્શન મળે છે.
હાલમાં ટ્વીટર ડાઉન ચાલી રહ્યું છે, સોશ્યલ મીડિયા પર ઢગલાબંધ ફરિયાદો આવી રહી છે. એક યૂઝરે કંપનીના માલિક એલન મસ્કને સીધો સવાલ કરતાં પુછ્યુ કે, "શું ટ્વીટર ડાઉન છે" જુઓ અહીં ફની મીમ્સ...
Twitter down kya @elonmusk bhai?
— Masum (@Masum_bachaaa) February 23, 2023
twitter down karena terlalu banyak menampung orang yang depresi 😕
— Dayat Piliang (;) (@dayatpiliang) February 23, 2023
twitter down karena terlalu banyak menampung orang yang depresi 😕
— Dayat Piliang (;) (@dayatpiliang) February 23, 2023
Han han twitter down hua tha pic.twitter.com/jhC7L2uZM5
— Susmita (@shhuushhh_) February 23, 2023
Elon Musk trying to fix Twitter. #TwitterDown pic.twitter.com/oOndeKLHGF
— Sagar (@sagarcasm) February 23, 2023
ઈલોન મસ્ક ફરી એક વખત ટ્વિટર યૂઝર્સને આપ્યો મોટો આંચકો! આ સિક્યોરિટી ફીચર હટાવી દીધું, જાણો ક્યારથી લાગુ થશે નવી પોલિસી
Twitter new security policy: 20 માર્ચથી ટ્વિટર યુઝર્સે હવે તેમના ગજવા ઢીલા કરવા પડશે. કંપનીએ કહ્યું કે તે 22 માર્ચથી SMS-આધારિત-ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA)ને બંધ કરવામાં આવશે. જોકે આ સેવા ફ્રી યૂઝર્સ માટે બંધ કરવામાં આવશે જ્યારે જેમની પાસે બ્લૂ ટીક છે તેમને આ સેવાનો લાભ મળતો રહેશે. એટલે કે તમારે આ સેવાનો લાભ લેવો હોય તો સબ્સક્રિપ્શન આધારિત બ્લૂ ટીક લેવું પડશે. 2FA દ્વારા એકાઉન્ટને સુરક્ષિત રાખવામાં ઘણી મદદ મળે છે. આના દ્વારા ટ્વિટર લોગીન પર મોબાઈલ અથવા ઈમેલ પર મેસેજ આવે છે. નોંધપાત્ર રીતે, જેમની પાસે ટ્વિટર બ્લુ નથી, તેમના એકાઉન્ટને સુરક્ષિત કરવાની આ એક લોકપ્રિય રીત છે.
નિષ્ણાતોએ આ પગલાની ટીકા કરી
ઇલોન મસ્ક (Elon Musk) દ્વારા લેવામાં આવેલા આ પગલાની નિષ્ણાતોએ ટીકા કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ બ્લેકમેલ કરવા સમાન છે અને તેનાથી યુઝર્સને નુકસાન થશે. 2FA દ્વારા ઓનલાઈન એકાઉન્ટ્સને સુરક્ષિત રાખવામાં ઘણી મદદ મળે છે. ફક્ત પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઇન કરવાને બદલે, તે વપરાશકર્તાઓને એક કોડ સેટ કરવાની મંજૂરી આપે છે જે ફક્ત વપરાશકર્તાઓ જ જોઈ અથવા વાંચી શકે છે.
નિયમનકારી તપાસની માંગ
ઇલોન મસ્ક (Elon Musk) દ્વારા લેવામાં આવેલા આ પગલાની નિષ્ણાતોએ ટીકા કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ બ્લેકમેલ કરવા સમાન છે અને તેનાથી યુઝર્સને નુકસાન થશે. 2FA દ્વારા ઓનલાઈન એકાઉન્ટ્સને સુરક્ષિત રાખવામાં ઘણી મદદ મળે છે. ફક્ત પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઇન કરવાને બદલે, તે વપરાશકર્તાઓને એક કોડ સેટ કરવાની મંજૂરી આપે છે જે ફક્ત વપરાશકર્તાઓ જ જોઈ અથવા વાંચી શકે છે.
ખર્ચ ઘટાડવાનો પ્રયાસ
ઇલોન મસ્કે (Elon Musk) ગયા વર્ષે ઓક્ટોબરમાં ટ્વિટરના લગભગ અડધા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. મસ્કનું આ તાજેતરનું પગલું સૂચવે છે કે આ પગલું ખર્ચ ઘટાડવાનો બીજો પ્રયાસ હોઈ શકે છે. નવી નીતિ પર યુઝરના ટ્વીટના જવાબમાં, તેમણે કહ્યું, "Telcos 2FA (ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન) SMS પંપ કરવા માટે બોટ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. તેના કારણે કંપનીને એક વર્ષમાં $60 મિલિયન (લગભગ 490 કરોડ રૂપિયા)નું નુકસાન થઈ રહ્યું હતું.