(Source: ECI/ABP News/ABP Majha)
Twitter પર વારંવાર આવી રહી છે લોકોની અશ્લીલ કૉમેન્ટ્સ, કરી દો આ સેટિંગ્સ, ફ્રી અને પેઇડ બન્ને યૂઝર્સ માટે છે અવેલેબલ
થોડાક સપ્તાહ પહેલા એવું જોવામાં આવ્યું હતું કે ટ્વીટર યૂઝર્સને પોતાની પૉસ્ટ પર પહેલા કરતા વધુ સારું નિયંત્રણ આપવા જઈ રહ્યું છે
Twitter New Feature: થોડાક સપ્તાહ પહેલા એવું જોવામાં આવ્યું હતું કે ટ્વીટર યૂઝર્સને પોતાની પૉસ્ટ પર પહેલા કરતા વધુ સારું નિયંત્રણ આપવા જઈ રહ્યું છે. તેનો અર્થ એ છે કે, કંપની તમારી ટ્વીટર પૉસ્ટનો જવાબ કોણ આપી શકે તે અંગે એક નવી ફેસિલિટી આપવા જઇ રહ્યું હતું. હવે ટ્વીટરે આ ફિચરને ઓફિશિયલ લૉન્ચ કર્યું છે અને તેની ડિટેલ્સ એક્સ પૉસ્ટ દ્વારા શેર કરી છે. હવે વેરિફાઈડ અને ફ્રી યૂઝર્સ બંને નક્કી કરી શકે છે કે તેમની પૉસ્ટનો જવાબ કોણ આપશે. બીજા શબ્દોમાં કહીએ તો તમે માત્ર વેરિફાઈડ એકાઉન્ટ્સને જ જવાબ આપવાનો ઓપ્શન આપીને અશ્લીલ અને ખરાબ, દ્વેષપૂર્ણ કૉમેન્ટોને રોકી શકો છો.
અત્યાર સુધી ટ્વીટર યૂઝર્સને પૉસ્ટમાં માત્ર ત્રણ પ્રકારના સેટિંગ આપતું હતું જેમાં દરેક ઓપ્શન હતા, 'People you followed' અને 'People you mention'. એટલે કે, તમે આ ત્રણમાંથી જે પણ ઓપ્શન પસંદ કરશો, ફક્ત તે જ લોકો તમારી પોસ્ટ પર કૉમેન્ટ કરી શકશે. જોકે, હવે કંપનીએ વેરિફાઈડ અને ફ્રી યૂઝર્સને બીજો ઓપ્શન આપ્યો છે. તમને પૉસ્ટની અંદર 'Who can reply' હેઠળ નવો ઓપ્શન મળશે.
you can now limit replies to verified users pic.twitter.com/E2KStVd69B
— X (@X) October 9, 2023
ટ્વીટરને 'ધ એવરીથિંગ' એપ બનાવવા માગે છે મસ્ક
મસ્ક ટ્વીટરને 'ધ એવરીથિંગ' એપ બનાવવા માંગે છે. તેણે ઘણી વખત X ને આ નામથી સંબોધ્યું છે. એટલે કે એક એવી એપ જેમાં લોકો ન માત્ર ટ્રેન્ડિંગ વિષયો પર વાતચીત કરી શકે છે પરંતુ મનોરંજન અને જરૂરી વસ્તુઓ માટે પેમેન્ટ પણ કરી શકે છે. મસ્ક ટ્વીટરને ચીનની WeChat જેવું બનાવવા માંગે છે. વાત કરવાની સાથે લોકો વીચેટમાં વીડિયો કૉલ અને પેમેન્ટ પણ કરી શકે છે. આવનારા સમયમાં તમને ટ્વીટર પર વીડિયો અને વૉઈસ કૉલનો ઓપ્શન પણ મળશે. તમને જણાવી દઈએ કે, મસ્કે થોડા સમય પહેલા ટ્વીટરમાં એડ રેવન્યૂ પ્રૉગ્રામ શરૂ કર્યો છે. યૂઝર્સ આમાં રજિસ્ટ્રેશન કરીને પૈસા કમાઈ શકે છે.