એલન મસ્કની દાદાગીરીઃ ટ્વીટરનું નામ X કરવા આ શખ્સ પાસેથી છીનવી લીધુ છે યૂઝરનેમ, નથી ચૂકવ્યા કોઇ પૈસા, જાણ પણ નથી કરી....
આ બધાની વચ્ચે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે, ટ્વીટરનું હાલનું X હેન્ડલ, જેને એલન મસ્કે દાદાગીરીથી એક યૂઝર પાસેથી છીનવી લીધુ છે
Twitter Handle is Now @X: એલન મસ્કે જ્યારથી ટ્વીટર હસ્તગત કર્યુ છે, ત્યારથી ટ્વીટરમાં ધરખમ ફેરફારો થઇ રહ્યાં છે, હાલમાં જ એલન મસ્કે ટ્વીટરનું નામ જ બદલી નાંખ્યુ છે અને તેના બદલે X કરી દીધુ છે. ટ્વીટર હવે X બની ગયું છે અને કંપનીના તમામ હેન્ડલ્સના નામ પણ એલન મસ્ક દ્વારા બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્લેસ્ટૉર પર એપનો લોગો અને નામ પણ અપડેટ કરવામાં આવ્યા છે. હવે જો તમે કંપનીનું ઓફિશિયલ હેન્ડલ શોધવા માંગો છો, તો તેના માટે તમારે @X નો ઉપયોગ કરવો પડશે.
જોકે, આ બધાની વચ્ચે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે, ટ્વીટરનું હાલનું X હેન્ડલ, જેને એલન મસ્કે દાદાગીરીથી એક યૂઝર પાસેથી છીનવી લીધુ છે. આ યૂઝરનેમ વિશે કહેવામાં આવી રહ્યું છે કે એલન મસ્કે તેને અત્યારના એક યૂઝર પાસેથી છીનવી લીધુ છે, એટલે કે આ હેન્ડલ પહેલાથી જ કોઈની પાસે અવેલેબલ હતું, પરંતુ મસ્કે કંપનીનું નામ બદલતા જ તે યૂઝર્સ પાસેથી તેને છીનવી લીધું.
રિપોર્ટ અનુસાર, @X હેન્ડલ અગાઉ જીન એક્સ હ્વાંગ નામના વ્યક્તિના નામે નોંધાયેલું હતું, જે ઓરેન્જ ફોટોગ્રાફી નામની કંપનીના સહ-સ્થાપક છે. તેને લગભગ 16 વર્ષ પહેલા આ યૂઝરનેમ રજિસ્ટર કરાવ્યું હતું, જોકે હવે તેની પાસે નથી. ઈન્ડિપેન્ડન્ટના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે. X યૂઝરનેમ લેવા માટે મસ્કે દાદાગીરી કરી છે, મસ્કે ના તો હ્વાંગ સાથે યૂઝરનેમ લેવા વિશે કોઇ વાત કરી છે, ના તો કંપની તરફથી કોઈ મેસેજ કર્યા છે, કે કોઇ પેમેન્ટ ચૂકવાયું છે. એટલે કે કોઇપણ જાતની મંજૂરી વિના કંપનીએ યૂઝરનેમ છીનવી છે.
જોકે આ બધુ થયા બાદ હ્વાંગે બુધવારે તેના નવા હેન્ડલ @x12345678998765 થી એક ટ્વીટ કર્યું. "બધું સારું છે જે સારી રીતે સમાપ્ત થાય છે," હ્વાંગના તેના ટ્વીટને 119K થી વધુ લાઈક્સ અને 15.3K રીટ્વીટ મળ્યા હતા.
એલન મસ્ક આ પહેલા પણ છીનવી ચૂક્યા છે લોકોના યૂઝરનેમ -
આવું પહેલીવાર નથી બન્યુ જ્યારે કંપનીએ કોઈ યૂઝરનું નામ છીનવ્યું હોય. આ પહેલા પણ મસ્ક કેટલાય લોકોના યૂઝરનેમ છીનવી ચૂક્યા છે. ટ્વીટરના રિબ્રાન્ડિંગની જાહેરાત એલન મસ્ક દ્વારા રવિવારે કરવામાં આવી હતી. તેને એક પૉસ્ટમાં લખ્યું છે કે જો આજે રાત સુધી સારો એક્સ લૉગો પૉસ્ટ કરવામાં આવશે તો તે કાલે સવારે તેને કંપનીનો નવો લૉગો બનાવી દેશે. બીજા દિવસે એલન મસ્કે પહેલા X શબ્દ ટ્વીટ કર્યો અને પછી કંપનીનું નામ અને લૉગો બદલી નાખ્યો હતો.