(Source: ECI/ABP News/ABP Majha)
Twitter: વીડિયો રીલ્સ માટે ટ્વીટર લાવી રહ્યું છે આ ખાસ ફિચર, મળશે ટિકટૉક જેવી સુવિધા
ટ્વીટર દ્વારા શેર કરવામાં આવેલા બ્લૉગ પૉસ્ટ અને સ્ક્રીનશૉટ અનુસાર, ટ્વીટર આ દિશમાં પગલુ ભરી રહી છે, જેવુ કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ જેવા અન્ય પ્લેટફોર્મ પર હોય છે
Twitter TikTok and Instagram style video: ટ્વીટર આઇઓએસ પર એક નવુ ફિચર લઇને આવી રહ્યું છે, ટ્વીટરે સોશ્યલ મીડિયા સાઇટ્સ પર વર્ટિકલ વીડિયોની સફળતાને જોતા ખુદ હવે આ ક્ષેત્રમાં ઉતરવાનો ફેંસલો કર્યો છે. માઇક્રોબ્લૉગિંગ કંપનીએ જાહેરાત કરી છે કે તે ટ્વીટર આઇઓએસ એપના યૂઝર્સ માટે ઇમર્સિવ ફૂલ સ્ક્રીન વીડિયો લૉન્ચ કરવાની છે.
કંપનીએ એક બ્લૉગ પૉસ્ટમાં કહ્યું કે, ટ્વીટરનુ અપડેટેડ ઇમર્સિવ મીડિયા વ્યૂઅર એક ક્લિકની સાથે વીડિયોને પુરી સ્ક્રીન પર ફેલાવી દેશે, જેને તમે આસાનીથી પુરી ઇમર્સિવ વ્યૂઇંગ વીડિયોનો અનુભવ લઇ શકશો. આને ચાલૂ કરવા માટે બસ ટ્વીટર એપમાં એક વીડિયો પર ટેપ/ ક્લિક કરવુ પડશે. આ વીડિયો ટિકટૉક અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ જેવી વર્ટિકલ વીડિયોની જેમ દેખાશે.
ટ્વીટર દ્વારા શેર કરવામાં આવેલા બ્લૉગ પૉસ્ટ અને સ્ક્રીનશૉટ અનુસાર, ટ્વીટર આ દિશમાં પગલુ ભરી રહી છે, જેવુ કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ જેવા અન્ય પ્લેટફોર્મ પર હોય છે, એકવાર જ્યારે તમે ફૂલ સ્ક્રીન મૉડમાં વીડિયો જુઓ છો, તો તમે વધુ વીડિયો ફીડ નીચે જવા માટે ઉપર સ્ક્રૉલ કરી શકો છો, જ્યારે તમે નક્કી કરી લો છો, તો તમે હવે વીડિયો નથી જોવા માંગતા, તો તમે મૂળ ટ્વીટમાં પાછા જવા માટે ટૉપ ખુણા પર સ્થિતિ પાછળના તીરને હીટ કરી શકે છે.
વીડિયોને લાઇક, શેર અને રિટ્વીટ કરી શકાશે -
પરંતુ આ વીડિયો હજુ પણ ટ્વીટનો ભાગ હશે અને ઉપયોગકર્તા વીડિયો સાથે જોડાયેલા ટ્વીટ જોવા માટે સ્ક્રીન પર ક્લિક કરી શકશો, અને આને લાઇક, રિપ્લાય અને સેક્શનમાં પણ મળશે. એક્સ્પ્લૉરર સેક્શનમાં હવે ટ્વીટ્સ અને ટ્રેન્ડ્સની સાથે વીડિયો પણ સામેલ થશે. ટ્વીટર દ્વારા જાહેર કરાયેલી સુવિધાઓ ઉપરાંત, એવુ પણ લાગે છે કે કંપની વીડિયો વ્યૂ કાઉન્ટ ફિચરની સાથે પ્રયોગ કરી રહી છે, ઠીક એવી જ રીતે જેમ કે આ ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર ઉપલબ્ધ છે.
'Share to WhatsApp' બટનનું ટેસ્ટિંગ કરી રહ્યું છે Twitter, જાણો કઇ રીતે આવશે કામ
Twitter New Feature: ટ્વીટર એન્ડ્રોઇડ (Android) યૂઝર્સ માટે એક નવા ફિચરનુ ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ નવા ફિચરમાં પૉસ્ટ અંતર્ગત યૂઝર્સને વૉટ્સએપ (WhatsApp) બટન મળશે, જેમાં યૂઝર્સ ટ્વીટ શેર કરી શકશે. યૂઝર્સ આ નવા બટન પર ટેપ કરીને સીધા વૉટ્સએપ પર પોતાના કૉન્ટેક્ટ્સ અને ગૃપની સાથે ટ્વીટ શેર કરી શકશે. ઉલ્લેખનીય છે કે, આ નવા અપડેટમાં શેર આઇકૉનને વૉટ્સએપ આઇકૉનમાં તબદલી કરવામાં આવી રહ્યું છે. આની જાણકારી ખુદ ટ્વીટર ઇન્ડિયાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી આપી છે.
ટ્વીટર ઇન્ડિયાના ડાયરેક્ટર અને પ્રૉજેક્ટ હેડ શિરીષ અંધારેએ કહ્યું કે, આજથી અમે ભારતમાં એક નવો ટેસ્ટ શરૂ કરી રહ્યાં છીે, અમે દેશમાં એન્ડ્રોઇડ પર ટ્વીટરનો ઉપયોગ કરનારા મોટાભાગના લોકો માટે ટ્વીટ્સ પર શેર આઇકૉનને વૉટ્સએપમાં તબદીલ કરી રહ્યાં છીએ. આ પછી પોતાના પસંદગીના ટ્વીટ્સને શેર કરવાનુ આસાન બની જશે.
વૉટ્સએપનું ટ્વીટ સામે આવતા જ લોકોએ પોતાની પ્રતિક્રયા શેર કરવાનુ શરૂ કર્યુ હતુ, એક યૂઝરે ટ્વીટર કરીને રિપ્લાય કર્યો- આ આઇકૉન ભ્રામક છે, મેં વૉટ્સએપમાં સીધા શેરિંગ વિશે વિચાર્યુ હતુ, પરંતુ આ તમામ એપ્સ માટે માત્ર એક નિયમિર વિકલ્પ લાગ છે.
ભારતમાં વૉટ્સએપની લોકપ્રિયતા -
ભારતમાં વૉટ્સએપની લોકપ્રિયતા બહુ જ છે. ચેટ એપના દેશમાં 400 મિલિયનથી વધુ યૂઝર્સ છે. ટ્વીટર ભઘારતમાં મિત્રો અને પરિવારની સાથે કૉન્ટેક્ટ શેર કરવા માટે ઉપયોગ થનારી એપમાંની એક છે. કદાચ આ જ કારણ છે કે ટ્વીટર મેટાના સ્વામિત્વ વાળી મેસિજં એપ વૉટ્સએપમાં એક ટેપથી ટ્વીટ શેર કરવાની સુવિધા આપવાનુ વિચારે છે.