PVC Aadhaar Card: એક ક્લિકમાં ઘરે બેઠા ઓર્ડર કરો PVC આધારકાર્ડ, આ સ્ટેપ કરો ફોલો
આધાર કાર્ડ આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બેંકનું કામ હોય કે જમીનનું રજીસ્ટ્રેશન, દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે.

PVC Aadhaar card: આધાર કાર્ડ આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. બેંકનું કામ હોય કે જમીનનું રજીસ્ટ્રેશન, દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. જો તમારે ક્યાંક એડમિશન લેવું હોય કે પ્રવાસે જવું હોય તો પણ તમે આધાર વગર કોઈ કામ કરી શકશો નહીં.
સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. તેની સૌથી મોટી ખામી એ છે કે તેનું કદ પોકેટ ફ્રેન્ડલી નથી, પરંતુ આ હવે ભૂતકાળની વાત છે કારણ કે હવે તમે પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC) કાર્ડના રૂપમાં આધાર મેળવી શકો છો.
PVC આધાર કાર્ડ ટકાઉ અને સલામત
અત્યાર સુધી આધાર કાગળ પર પ્રિન્ટેડ સ્વરૂપમાં આવતું હતું, જેને લેમિનેશન પછી પણ જાળવી રાખવું મુશ્કેલ બની ગયું હતું. જો કે, પીવીસી આધાર કાર્ડ જીવનભર જાળવવા માટે ખૂબ જ સરળ છે. સૌથી મોટી વાત એ છે કે તમે તમારા વોલેટમાં ATM જેવું દેખાતું આ કાર્ડ રાખી શકો છો. સિન્થેટિક પ્લાસ્ટિકથી બનેલા આ કાર્ડની સાઈઝ 86 MM X 54 MM છે. ટકાઉ અને મજબૂત હોવા ઉપરાંત, તેમાં હોલોગ્રામ, ગિલોચે પેટર્ન અને QR કોડ જેવા તમામ સુરક્ષા પેટર્ન છે.
#AadhaarPVCCard
— Aadhaar (@UIDAI) January 6, 2025
You may order the #Aadhaar #PVC card, which is durable, attractive, and has the latest security features like: Hologram, Guilloche Pattern, etc.
To order, click: https://t.co/sPehG6bzAA pic.twitter.com/csEEiLG3Yq
આ રીતે પીવીસી કાર્ડ ઓર્ડર કરો
તમે ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ મંગાવી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા UIDAIની વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/ પર જવું પડશે.
આના પર જતા જ તમને પહેલા પેઈજ પર જ આધાર PVC કાર્ડ ઓર્ડર કરવાનો વિકલ્પ દેખાશે.
આના પર ક્લિક કર્યા પછી, તમારે દેખાતા બોક્સમાં તમારો 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા ભરવાનો રહેશે.
આ પછી, વેરિફિકેશન માટે તમારા મોબાઇલ પર એક OTP આવશે, જે દાખલ કર્યા પછી ચુકવણીનો વિકલ્પ દેખાશે.
જેમાં જીએસટી અને પોસ્ટેજ ચાર્જ સહિત 50 રૂપિયાની ચુકવણી કરવી પડશે.
પેમેન્ટ થયા બાદ મોબાઈલ પર એક રેફરન્સ નંબર આવશે.
જ્યારે તમારું PVC આધાર કાર્ડ તૈયાર થઈ જશે, ત્યારે તે પોસ્ટ દ્વારા તમારા સરનામા પર પહોંચાડવામાં આવશે.
આમાં કોઈ સમસ્યા હોય તો, તમે UIDAIના ટોલ ફ્રી નંબર 1947 અથવા help@uidai.gov.in પર મદદ માટે પૂછી શકો છો.





















