Video : લ્યો બોલો! ડિલિવરી બોયે હવામાં ઉડી પહોંચાડ્યા પીઝા
ભવિષ્યમાં જેટપેકની મદદથી ફૂડ ડિલિવરી કરવામાં આવશે. આ એક ખાસ પ્રકારનો સૂટ છે, જેની મદદથી વ્યક્તિ હવામાં ઉડી શકે છે અને તેની મદદથી સમયસર ડિલિવરી થાય છે. તેમાં ન તો ટ્રાફિક કે હવામાન અડચણરૂપ બને છે.
Jetpacks To Deliver Pizzas: ટેક્નોલોજી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કામ કરવાની રીત બદલાઈ રહી છે અને નવી વસ્તુઓ અપનાવવામાં આવી રહી છે. હાલમાં જ્યારે પણ આપણે બધા પિઝા અથવા ફૂડનો ઓર્ડર આપીએ છીએ ત્યારે તેની ડિલિવરી ડિલિવરી બોય બાઇક અથવા સાયકલની મદદથી કરે છે. પણ ભવિષ્ય એવું નથી. ભવિષ્યમાં જેટપેકની મદદથી ફૂડ ડિલિવરી કરવામાં આવશે. આ એક ખાસ પ્રકારનો સૂટ છે, જેની મદદથી વ્યક્તિ હવામાં ઉડી શકે છે અને તેની મદદથી સમયસર ડિલિવરી થાય છે. તેમાં ન તો ટ્રાફિક કે હવામાન અડચણરૂપ બને છે.
અહીં કરવામાં આવ્યો પહેલો ટ્રાયલ
ડોમિનોઝે યુકે મ્યુઝિક ફેસ્ટિવલ (ગેલ્સ્ટનબરી ફેસ્ટિવલ)માં જેટપેકની મદદથી પ્રથમ સફળ ડિલિવરી કરી છે. ડિલિવરી બોય પહેલા ડોમિનોઝ સ્ટોર પરથી ઉડે છે. અહીંથી પિઝા ઉપાડે છે અને મિનિટોમાં મ્યુઝિક ફેસ્ટિવલમાં પહોંચાડે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
ડોમિનોઝે ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને આ જેટપેક સૂટ બનાવ્યો છે જે ખાસ કરીને ડિલિવરી બોય અને ખાદ્ય ચીજોને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યો છે. કંપનીએ ડિલિવરી ટ્રેક કરવા માટે એક એપ પણ બનાવી છે, જેની મદદથી તમે તમારા પિઝાને શોધી શકો છો. આ સિવાય ગ્રાહકો ડોમિનોઝ એપ પરથી ડિલિવરી અપડેટ્સ પણ જાણી શકે છે. હાલમાં કંપનીએ આ ટેક્નોલોજીનો ટ્રાયલ કર્યો છે, જેને આવનારા સમયમાં મોટા પાયે લેવામાં આવશે.
જેટપેક ટેક્નોલોજી ઘણી જૂની
તમને જણાવી દઈએ કે, જેટપેક ટેક્નોલોજી કોઈ નવી ટેક્નોલોજી નથી. તેના પર વર્ષોથી કામ ચાલી રહ્યું છે અને અલગ-અલગ જગ્યાએ તેનો ઉપયોગ પણ થાય છે. સરળ શબ્દોમાં સમજાવવા માટે વ્યક્તિ જેટપેકની મદદથી ઉડી શકે છે. જેટપેક ઉડવા માટે ગેસ અથવા બળતણનો ઉપયોગ કરે છે. તે જેટપેકની ઇંધણ ક્ષમતા છે જે નક્કી કરે છે કે, વ્યક્તિ કેટલા સમય સુધી ઉડાન ભરી શકશે તેમજ તેની ઝડપ કેટલી હશે.
VIDEO: પિઝા ડિલિવરી બોયે સળગતા ઘરમાંથી 5 બાળકોને બચાવ્યા, લોકોએ કહ્યું, 'સુપરહીરો'
દુનિયામાં બહુ ઓછા લોકો છે જે બીજા માટે જીવે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે માનવતા ખાતર જીવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પિઝા ડિલિવરી બોયએ પોતાનો જીવ જોખમમાં મુકીને 5 બાળકોને સળગતા ઘરમાંથી બચાવ્યા. મળતી માહિતી મુજબ હવે આ 25 વર્ષીય પિઝા ડિલિવરી બોયને 'સુપરહીરો' કહેવામાં આવી રહ્યો છે કારણ કે તેણે પોતાનો જીવ જોખમમાં મુકીને યુએસના ઇન્ડિયાનામાં સળગતા ઘરમાં ફસાયેલા બે બાળકો અને ત્રણ કિશોરોને બચાવ્યા.
આ બહાદુર વ્યક્તિને સુપરહીરો કહેવામાં આવી રહ્યો છે
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે એકદમ ચોંકી જશો. આગ લાગવા છતાં આ વ્યક્તિએ હાર ન માની અને પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાની મદદ કરી. સોશિયલ મીડિયા પર આ બહાદુર વ્યક્તિને સુપરહીરો કહેવામાં આવી રહ્યો છે.