Twitter Feature: હવે નહીં પડે ટાઇપિંગની જરૂર, આ રીતે કરો પોતાના અવાજમાં ટ્વીટ.........
આ ટ્વીટ્સને યૂઝર વાંચવાની જગ્યાએ સાંભળી શકે છે. આને ફક્ત ટ્વીટ કરનાના જ નહીં પરંતુ ફોલોઅર્સને પણ અલગ એક્સપીરિયન્સ મળશે
Twitter Voice Tweets Feature: માઇક્રોબ્લૉગિંગ સાઇટ Twitterએ વર્ષ 2020માં વૉઇસ ટ્વીટ ફિચર શરૂ કર્યુ હતુ. આ ફિચર દ્વારા યૂઝર્સને ટ્વીટ કરવા માટે ટાઇપિંગ કરવાની જરૂર નથી પડતી, પરંતુ આની મદદથી યૂઝર્સ ટ્વીટર પર ક્વિકલી ટ્વીટ્સ કરી શકે છે. યૂઝર્સ ટ્વીટર પર વૉઇસ ટ્વીટ પૉસ્ટ કર્યા બાદ પોતાની ટેક્સ્ટ ટ્વીટ્સને ફોલોઅપ તરીકે પણ એડ કરી શકે છે. આવો જાણીએ આ ફિચર કઇ રીતે યૂઝ કરી શકો છો.
આટલી મિનીટનુ હશે ટ્વીટ-
આ ટ્વીટ્સને યૂઝર વાંચવાની જગ્યાએ સાંભળી શકે છે. આને ફક્ત ટ્વીટ કરનાના જ નહીં પરંતુ ફોલોઅર્સને પણ અલગ એક્સપીરિયન્સ મળશે. જોકે આમાં યૂઝર્સ ફ્કત બે મિનીટ અને 20 સેકન્ડ સુધીના જ વૉઇસ ટ્વીટ પૉસ્ટ કરી શકે છે. જો કોઇ યૂઝર આ ટાઇમિંગથી વધુની પૉસ્ટ રેકોર્ડ કરે છે તો આ ટ્વીટ પોતાની જાતે એક થ્રેડમાં નાંખી દેવામાં આવશે.
iOS યૂઝર્સ માટે છે અવેલેબલ-
Twitterનુ આ ખાસ ફિચર હજુ iOS યૂઝર્સ માટે જ અવેલેબલ છે, વળી એન્ડ્રોઇડ યૂઝર્સ માટે આ ક્યારે રૉલઆઉટ થશે. આને લઇને કોઇ જાણકારી નથી આપવામાં આવી. જોકે ડેસ્કટૉપ, એન્ડ્રોઇડ અને બીજા પ્લેટફોર્મ પર યૂઝર આ ટ્વીટ્સને સાંભળી શકશે.
આ રીતે કરો ફિચરને યૂઝ-
આ વૉઇસ ટ્વીટર ફિચરને યૂઝ કરવા માટે સૌથી પહેલા iPhone કે iPad પર Twitter એપને ઓપન કરો.
હવે નીચે રાઇટ સાઇડથી Tweet Compose આઇકૉન પર ટેપ કરો.
આટલુ કર્યા બાદ હવે કી-બોર્ડની ઉપર આપવામાં આવેલા ‘વેવલેન્ત’ વૉઇસ ટ્વીટ આઇકૉનને હિટ કરો.
આ કરતાં જ મેસેજ રેકોર્ડ થવાનો શરૂ થવા લાગશે.
જ્યારે તમે પોતાનો મેસેજ કમ્પલેટ કરી લે ત્યારે ટેપ કરી લો.