WhatsApp નો મોટો નિર્ણય, 54 દિવસ બાદ આ લોકો નહીં ચલાવી શકે છે જુની વૉટ્સએપ એપ, કરવું પડશે આ કામ
WhatsApp News: વૉટ્સએપ યૂઝર્સ માટે સમયાંતરે નવા ફિચર્સ રિલીઝ કરતું રહે છે. વૉટ્સએપ પર છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા શાનદાર ફિચર્સ રિલીઝ કરવામાં આવ્યા છે

WhatsApp News: વૉટ્સએપ યૂઝર્સ માટે સમયાંતરે નવા ફિચર્સ રિલીઝ કરતું રહે છે. વૉટ્સએપ પર છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા શાનદાર ફિચર્સ રિલીઝ કરવામાં આવ્યા છે. દરમિયાન, કંપનીએ Mac માટે નવું અપડેટ લાવવાનું નક્કી કર્યું છે. આમાં, મેકની ઈલેક્ટ્રૉન બેસ્ટ વૉટ્સએપ ડેસ્કટોપ એપને નવી નેટીવ એપ-કેટાલીસ્ટ સાથે બદલવામાં આવશે. WABetaInfoના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
WABetaInfo ના રિપોર્ટમાં થયો ખુલાસો
WABetaInfoના રિપોર્ટ અનુસાર, જૂની એપ 54 દિવસ પછી કામ કરવાનું બંધ કરી દેશે. કંપનીએ નૉટિફિકેશન દ્વારા યૂઝર્સને આ વિશે જાણકારી આપવાનું પણ શરૂ કરી દીધું છે. WABetaInfoએ X પર તેનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કંપની યૂઝર્સને સૂચના આપી રહી છે કે Mac પર ઇલેક્ટ્રૉન એપ 54 દિવસ પછી કામ નહીં કરે. મેક ડેસ્કટોપ પર વૉટ્સએપનો ઉપયોગ કરવા માટે યૂઝર્સે નવી કેટાલિસ્ટ એપ્લિકેશન પર સ્વિચ કરવું પડશે. નવી એપ્લિકેશન પર સ્વિચ કરતી વખતે, ચેટ્સ અથવા સંપર્ક સૂચિનો ડેટા સાચવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઈલેક્ટ્રોન એપ ડેવલપર્સને એક કૉડબેસથી બહુવિધ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતી એપ્સ સરળતાથી બનાવવાની મંજૂરી આપે છે.
WhatsApp announced the deprecation of the Electron app for Mac!
— WABetaInfo (@WABetaInfo) September 4, 2024
WhatsApp has announced the deprecation of the Electron-based Desktop application on Mac, prompting users to switch to the native app to ensure a more optimized experience.https://t.co/2PyujAuNfr pic.twitter.com/DrUO8cPVFA
યૂઝર્સને મળશે બેસ્ટ પરફોર્મન્સ અને સિક્યૉરિટી
કેટાલિસ્ટ એપ યૂઝર્સને બહેતર પરફોર્મન્સ અને સુરક્ષા આપશે. આમાં યૂઝર્સને Mac OS ફિચર્સ જોવા મળશે. સાથે જ કંપની આવનારા સમયમાં આ એપને પણ અપગ્રેડ કરશે. રિપોર્ટ અનુસાર ઓક્ટોબરના અંત સુધીમાં ઈલેક્ટ્રોન ફ્રેમવર્ક એપ કામ કરવાનું બંધ કરી દેશે અને યૂઝર્સે WhatsApp વેબસાઈટ પરથી Mac માટે Catalyst ડેસ્કટોપ એપ ડાઉનલૉડ કરવી પડશે.
આ પણ વાંચો
અશ્લીલ વિડિયો મોકલીને છોકરીઓને નિશાન બનાવી રહ્યા છે ઠગો, ગભરાવાને બદલે કરો આ કામ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
