WhatsApp પર આવી રહ્યું છે Instagram વાળું ધાંસૂ ફિચર, હવે સ્ટેટસને ફરીથી કરી શકશો શેર
WhatsApp Latest Feature: વૉટ્સએપ પર એક પછી એક નવા ફિચર્સ આવતા રહે છે. આ ફિચરમાં યૂઝર્સ ફરીથી સ્ટેટસ શેર કરી શકે છે. હાલમાં જ આ ફિચર બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે
WhatsApp Latest Feature: વૉટ્સએપ પર એક પછી એક નવા ફિચર્સ આવતા રહે છે. આ ફિચરમાં યૂઝર્સ ફરીથી સ્ટેટસ શેર કરી શકે છે. હાલમાં જ આ ફિચર બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. અત્યાર સુધી તમને આ ફિચર ઇન્સ્ટાગ્રામ પર મળતું હતું પરંતુ તેના રૉલઆઉટ પછી તે તમારા વૉટ્સએપ પર પણ દેખાશે. જો કે આ ફિચર ઘણા સમયથી ઈન્સ્ટાગ્રામ પર હાજર છે.
શું છે ફિચરમાં ખાસ ?
દર વખતની જેમ આ વખતે પણ WABetaInfo એ સ્ટેટસ રીશેર ફિચર વિશે માહિતી આપી છે. આ ફિચર વૉટ્સએપના એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.24.1.6.4માં જોવામાં આવ્યું છે. હાલમાં આ સુવિધા વિકાસના તબક્કામાં છે. આ ફિચરમાં યૂઝર્સને સ્ટેટસ રીશેર કરવા માટે ક્વિક શૉર્ટકટ બટન મળશે. આમાં યૂઝર્સ ઇમોજી અને પોસ્ટ્સને અપડેટ કરવાનો વિકલ્પ પણ મેળવી શકે છે.
📝 WhatsApp beta for iOS 24.15.10.70: what's new?
— WABetaInfo (@WABetaInfo) July 19, 2024
WhatsApp is working on a file sharing feature with people nearby, and it will be available in a future update!https://t.co/6RsVmjOnvH pic.twitter.com/GoWg8KpbCU
આ ફિચરની જલદી થશે એન્ટ્રી
આ સિવાય વૉટ્સએપ એક ફાઇલ શેરિંગ ફિચર પર પણ કામ કરી રહ્યું છે, જેના દ્વારા યૂઝર્સ ઇન્ટરનેટ વિના નજીકના લોકો સાથે મોટી ફાઇલો શેર કરી શકશે. મતલબ કે હવે યૂઝર્સે ઇન્ટરનેટ પર નિર્ભર નથી રહેવું પડશે. આ અંગે પણ WABetaInfoએ એક સ્ક્રીનશૉટ શેર કર્યો હતો, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે iOS મિકેનિઝમમાં ફાઈલ શેરિંગ માટે QR કોડ સ્કેન કરવાનો રહેશે.